SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 30 જર્મન કવિ ફિલસૂફ નિર્લ્સ (1844-1900) “મૃત્યુ” ને “મહોત્સવ' કહેતા. માનવ અસ્તિત્વને તેઓ દુઃખદ ઘટના ગણતા તેથી પોતાના અંત માટેની એમને ભૂખ લાગી હતી. માનવને જીવંત અસંવાદિતા ગણતા આ કવિએ રોમેન્ટીક્સ યુવકોની જેમ તેમણે પણ મૃત્યુને આવકાર્યું છે. માણસનું મૃત્યુ અનિવાર્ય છે તો પછી એ સ્વસ્થ કેમ રહેતો નથી.” બર્ગસન, કલાગ્સ, સીમેલ, તત્ત્વચિંતનની ધારાના આંદોલનકારી પ્રતિનિધિઓ હતા. બર્ગસન (1859-1941) મૃત્યુનો ઉલ્લેખ લાપરવાહીથી કરે છે. ઉત્તરાવસ્થામાં તેઓએ મૃત્યુ પછીના અસ્તિત્વ વિશે સારી એવી નોંધ તૈયાર કરી હતી. લુડવિક કલાગ્સ (૧૮૭ર૧૯૫૫)ની દષ્ટિએ “માણસ રોજ થોડો થોડો મરી રહ્યો છે. તેઓ એમ માનતા કે થોડાક સંઘર્ષ પછી દરેક વ્યક્તિ “શાશ્વત મૌન'માં અદૃશ્ય થઈ જાય છે. "The philosophy of life becomes with Klages a philosophy of death." 64 તો સીમેલ (1858-1910) મૃત્યુને ભયજનક ન ગણવાનું કહે છે. મૃત્યુને રહસ્યમય તત્ત્વ તરીકે કે શિકાર પર ઝઝૂમતા વાઘ તરીકે જોવાની જરૂર ન હોવાનું પણ તેઓ કહે 9. "Death is bound up with life from the very beginning. Death is immanent in life. The hour of death is merely the last phase of a continuous process that began with birth." 65 સર થોમસ બ્રાઉન માણસના જન્મ સાથે જ મૃત્યુ નિર્માયાની, તેમજ આપણે સતત મૃત્યુ સાથે જ જીવતા હોવાનું જણાવે છે. કોઈ એકાદી વિશિષ્ટ પળે આપણે મૃત્યુ પામીએ છીએ એવું નથી. સતત મૃત્યુ પામીએ છીએ કારણ સંસારમાં સર્વકાળે સર્વત્ર મૃત્યુ ફરી વળેલું છે એમ તેઓ માને છે. શીલર (1874-1928) મૃત્યુને બીજા જન્મ તરીકે ઓળખાવે છે. માનવજીવનનો તેઓ સત્કાર કરતા હોવા છતાં મૃત્યુ પછીના જીવનની શક્યતાને તેઓ નકારતા નથી. શીલર કહે છે, “મૃત વ્યક્તિ જે કરી રહી હશે, તે આપણે જોવા નથી પામતા. કારણ કે તે સૂક્ષ્મ છે. તેથી જ તેઓ મૃત્યુની સમગ્ર ઘટનાને એક ખંડમાંથી બીજા ખંડમાં જવાની પ્રક્રિયા સાથે સરખાવે છે. સમકાલીન તત્ત્વજ્ઞ વ્હાઈટહેડ માને છે, “મૃત્યુ દ્વારા અલગતા પામવાની નથી.” ગટે મૃત્યુને જીવનની પ્રાણશક્તિ પ્રાપ્ત કરાવનાર કુદરતી યોજના ગણે છે. તેઓ કહે છે, “મૃત્યુ આવવાનું છે, એવી સમજ અને સચેતનતા એક માનવનેજ મળી છે. નિષ્ણેને મૃત્યુ સૌ પ્રથમ તો અસહ્ય અસ્તિત્વમાંથી છુટકારો આપતું જણાયું. નિજોનાં લખાણોમાં “મૃત્યુનું ઉદારીકરણ જોવા મળે છે. "Dying is not a slander against man and the earth. all that became perfect, all that is ripe wants to die. Death has been made into bitter medicine by narrow pharmacist minds where as one, should make a feast out of ones death. On the other hand death often appeared to him to be an enemy. One is certain to die, why should one not be gay ? the act of dying is not so important after all." 66 અસ્તિત્વવાદની વિચારધારામાં મૃત્યુને માનવીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. મૃત્યુ માનવીય ઘટના હોવાને લીધે એ સમગ્ર જીવનને સ્પર્શે છે. સાસ્ત્ર અને હેડગર મૃત્યુને અમૂર્ત ખ્યાલ રૂપે નથી જોતા. આ બંનેની વિચારધારા સમજવા માટે સૌ પ્રથમ કિકેગોર્ડની મૃત્યુ વિષયક વિચારણા જોવી જરૂરી છે. મૃત્યુની અનિશ્ચિતતાથી ઉદ્ભવતી વ્યગ્રતા પ્રત્યે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy