SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0346 પુત્રની મૃત્યુપળને કવયિત્રી કારમી કાળઘડી' કહે છે. બાળકને હરી ગયેલા કાળને, બાળકની સ્મૃતિ ન લઈ જવા કવયિત્રી વિનવે છે. અનુગાંધીયુગ - અને યુદ્ધજન્ય મૃત્યુ તથા યુગદર્શન સૈનિકની અંતિમ ઇચ્છા'માં હરિશ્ચંદ્ર ભટ્ટે સ્વાધીનતા ખાતર પ્રાણ આપનાર સૈનિકની વતનપ્રીતિને વાચા આપી છે. પોલેન્ડને સ્વાધીનતા અપાવનાર માર્શલ પિલુસુદ્દસ્કીનું ૧૯૩૫માં અવસાન થયું. પોતાના મરણ સમયે એમણે પોતાના શરીરને દેશવાસીઓ વાવેલમાં દાટવા માગતા હોય તો પણ પોતાના હૃદયને તો વિલ્સામાં એની માતાની કબર આગળ માના પગ પાસે દાટવાની સૂચના આપી હતી. જેથી કાળાન્તય હંમેશા જન્મભૂમિ માની ચરણરજનો સ્પર્શ પણ એ પામે કવિ ઈશ્વરચંદ્ર ભટ્ટ (‘વીરોને' “પર્ણરવ') સતના વિજયનો અહાલેક જગાવવા યુવાનોને સ્વાતંત્ર્યસંગ્રામમાં ધસી જવા માથે ખાંપણ બાંધી રણભૂમિમાં શોણિત સીંચવા પ્રેરે છે. પ્રિયકાંત મણિયારે ‘યુદ્ધનું લોહીમાં સંહારલીલાના તાંડવનો ભયાનક સંદર્ભ ગૂંથ્યો છે. કવિને યુદ્ધજન્ય પરિસ્થિતિ એવી તો હલાવી ગઈ છે, કે જ્યાં જયાં એ લાલ રંગ જુએ છે. (ને નથી જોતા ત્યાંય) એમને લોહીની ધાર જ દેખાય છે. પાણીનો ધોધ, કપમાંની હા, સૂપ, તથા છાપું બધામાંથી જાણે લોહી ટપકતું દેખાય છે. ને “એ બધું લોહી પાબ્લો નેરુદાનું છે' એ વિચારે કવિના અણુએ અણુમાં આગ લાગે છે. કવિ નલિન રાવલે “સૈનિકનું મૃત્યુ'માં મૃત્યુની વાત અત્યંત કાવ્યમય રીતે કરી છે. કવિ કહે છે, સૈનિકોને તો રોજ મરણની પથારી કરી સૂવાનું ને?' સૈનિકના મૃત્યુએ હલી ગયેલા સૂનકારનું એ અશ્રુધારા તારાઓએ ભીંજવી દીધેલી રાતનું વર્ણન સ્પર્શી જાય એવું છે. અશ્વત્થામાની સ્વગતોક્તિ' કુરુક્ષેત્રના યુદ્ધજન્ય અવસાદનું નલિન રાવલે લખેલું એક સારું કાવ્ય છે. જે સૌને કદાચ Living Death' નો અનુભવ કરાવે છે. કુરુક્ષેત્રની છાતી પર ચિત્કાર કરતું તૂટી પડતું અંધકાર-પંખી, મૃત્યુની મૂર્તિમંતતાને પ્રગટ કરે છે. અશ્વત્થામાં અહીં વ્યક્તિ નહીં, વૃત્તિરૂપે પ્રગટ થાય છે. અશ્વત્થામાના આત્માને દાહ દેતો અગ્નિ (વૈરાગ્નિ) બહાર નીકળી સમગ્ર શબક્ષેત્રને એની નાગચૂડમાં લઈ શ્વસી રહેલા પેલા અધકાર પંખી (મૃત્યુ)ની આંખોમાં તક્ષકની જેમ સરકે છે. દ્રુપદપુત્રે ઊતારી લીધેલ પિતા દ્રોણના મસ્તકમાંથી વછૂટતા લોહીના પ્રવાહમાં એ અવશ તણાય છે. એ વિચારે છે. “વૃદ્ધ, પિતાના દેહમાં શું આટલું બધું લોહી હતું? યુધિષ્ઠિરના અસત્યને કારણે થયેલા પિતાના જડ મૃત્યુએ એને બેબાકળો બનાવી દીધેલો. “ઘુવડની આંખોમાં રહેતું મૃત્યુ આટલું જડ, હાડકા જેવું સફેદ જૂર એવી થીજેલી શૂન્યતાથી ભરેલું નથી હોતું” 18 દ્રૌપદીનાં પાંચ બાળકોમાં અશ્વત્થામાને આદિ, મધ્યને અંત પોઢેલા જણાયા. એના હૃદયે એમને રહેંસી નાખવા કહ્યું. ને પેલા તારકોને હણી નાખ્યા. એના રક્તમાં બોળાયેલા આ હાથને કયું તત્ત્વ ધોશે ? પોતે પોતાને નાસી જવા કહે છે, પણ નાસવુંય ક્યાં? પાંચ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy