SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 345 કાળના નિરામય સ્વરૂપનો ક્ષણાર્ધ સાક્ષાત્કાર થાય છે. કાળના સામ્રાજ્યને સ્વીકાર્યા વિના ચાલી શકે તેમ નથી. કાળ તો ઘડિયાળના પેલા બાર આંકડાઓની બહાર-મુક્ત છે, ને આપણે સૌ એના કેદી છીએ. કદાચ ઈશ્વર કરતાંય કાળ વધુ અકળ ને ભેદી છે. સુરેશ દલાલ પોતાની કવિતાને મહાકાળના સમુદ્રમાં તરતી એક નાની હોડી તરીકે ઓળખાવે છે. (જીવન પણ) એક સ્થળે કવિ કાળને “બિહામણા કઠિયારા' તરીકે વર્ણવે છે. (‘કાપો મા') અથું કપાયેલું વૃક્ષ જોઈ કવિને ઘણું બોલ્યા વિના ઘણું બોલતા કાળના કઠિયારાના કુહાડાના જખમ યાદ આવે છે. કાળ કદી ઘડિયાળમાં પુરાતો નથી. એ વાત ‘દરિયો કદીયે નહીં'માં કવિએ વ્યક્ત કરી છે. (“યાદ આવે છે') નલિની માડગાંવકર કહે છે, “કાળના સતત વહેતા પ્રવાહમાંથી થોડીક ક્ષણો લઈ આવી કવિ એને શાશ્વતીનું રૂપ બક્ષે છે. સર્વભક્ષી કાળમાંથી કવિ આ માછલી જેવી પળને સાચવીને અહીં લઈ આવ્યા છે.” * જો કે ઇતિહાસનાં પુસ્તકોમાં અનંત છાપભૂલ સાથે છપાતા વિરાટ કાળપુરુષનાં પગલાંના પ્રૂફરીડરનું કામ કરવામાં કવિને રસ નથી. જગદીશ જોશીના મૃત્યુને દસકો પૂરો થવા છતાં કવિ એમની હયાતીનો અનુભવ (સ્મરણ) કરે છે. (9/8/1988) ને છતાં સમયની છલનાને કવિ સમજી નથી શકતા. કાળને માથે ઊભેલા જરઠ પાળિયાનું વર્ણન “પાળિયો'માં નલિન રાવલ કરે છે. અશ્વત્થામાની સ્વગતોક્તિ'માં ઉત્તરાના ગર્ભમાં ફરેલા બ્રહ્માસ્ત્રને કાલ ભગવાનનું ચક્ર છેદી રહ્યાની વાત પણ નલિન રાવલ કરે છે. તો “એક નામેરી વૃદ્ધને મળતાંમાં શૈશવ, તથા યૌવનને કાળના સમુદ્રમાં ઝરી જતા વર્ષાબિંદુ તરીકે કવિ ઓળખાવે છે. સાંજ સરતી' કાવ્યમાં સો વરસ ભરીને ભીડમાં, આંખ નીચી નમાવી ચાલ્યો જતો વૃદ્ધ પોતાનાથી પણ વધુ વરસ જૂની ઘડિયાળમાંના સરકતા કાળને જુએ છે. | વિનોદ અધ્વર્યુ “સંવત્સર' કાવ્યમાં (“નન્દિતા') કાળના ધુમ્મસની વાત કરે છે. અનંતની આંગળીમાં મેર વિનાની માળાની જેમ સમય સરકતો જતો હોવાનું કવિ કહે છે. કાળનું નજીક આવી રહેલું ધુમ્મસ, મૃત્યુના આગમનનું સૂચક છે. * કવિ હેમંત દેસાઈ ‘કાળકોશ” (“ઇંગિત')માં કાળને પાણી કાઢવાના કોશ સાથે સરખાવે છે. જીવ અને કાળકોશ બંને ઘૂંસરી જ ને? ઘોર કબરમાં સૂતેલા સમયની ધૂપ થઈ રંગીન બની ગઝલમાં મહેંક્યાની વાત “ગઝલમાં' કાવ્યમાં કવિ કરે છે. (‘ઇંગિત) ‘વિભૂતિવંદના' કાવ્યમાં (‘સોનલમૃગ') કવિ હેમંત દેસાઈ “મહાકાલ'ની વાત કરે છે. પૃથ્વી પર કરોડો માનવો જન્મે છે, જીવે છે, ને મરે છે. મહાકાલની આહુતિમાં કશુંક અશેષ થવાનું નિરખું જ હોય છે. કવયિત્રી હીરાબહેન પાઠક સદૂગત પતિને ઉદ્દેશી લખેલા “પરલોકે પત્ર'માં પ્રિયજનનો ચહેરો કંડારવાના મનસૂબા સાથે ઘડીભર કાળનેય ખસેડી નાખવા ચહે છે. સુરેશા મજમુદાર (‘ઉરનાં આંસુ) કહે છે. પુત્રને કાળ હરી ગયો, એટલો કાળ ફાવ્યો. પણ જનનીના હૃદયમાં ફેલાયેલી એની સૌરભને કાળ કદી હરી શકવાનો નથી. ત્યાં તો કાળ પણ ન ફાવે. તો બીજી બાજુ પુત્ર ગયાની વેદના કાળનું વર્ચસ્વ વ્યથિત હૈયે સ્વીકારે છે. “કરુણ કારમી કાળઘડી હા કાળજડે કોરાઈ 47 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy