________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 344 કાળને માટે સૌ સરખાં છે. જળમાં મસ્તીથી, સરકતી માછલી કે રમતમાં મગ્ન હરણ, મેદાનમાં ચરતો ઘોડો, ગૂંજતું પંખી, કે ગાયને ફાડી ખાતો સિંહ કે પછી યોનિમાંથી પ્રસવ પામતું માનવબાળ. કાળપશુને કશાનો ભેદ નથી. કાવ્યનાયક વીતી ગયેલા કાળનું ને બાકી રહેલા કાળનું સૂચન કરતા અડધા ધોળા ને અડધા કાળા વાળને નહિ પણ પળને ઓળતી કાંસકી, કાળના પ્રહારની તથા માનવીના મૃત્યુ તરફની ગતિનું સૂચન કરે છે. (‘કાળ' “સમીપ') “પિપિલિકા'માં પણ માનવજીવનની નિરર્થકતાનો સંકેત અપાયો છે. માનવને પણ કાળરૂપી હાથીના પગને ભારતળે સદા પળેપળે ફફડવાનું જ છે. ને છતાં જીવવાનું છે. પાનખરમાં પ્રવેશતું પર્ણ, પોતાના નીલરંગને (જીવનતત્ત્વ) જાળવવા મથે તેમ પેલો જીવ પણ પોતાના ચૈતન્યને સાચવવા મથે છે. પણ સમીરનો એક સુસવાટો આવતાં છેવટે, એ ખરી પડે છે. “સમયને બે જ ચરણો છે' એમ કહેવાય છે. છતાં આ જીવ કંઈ કેટલાંય પગલાંથી કચડાય છે. ને ફરી જન્મ ક્યારે થશે એ તો કોઈ જાણતું નથી. સાવ લીલુડા વાંસના પ્રેમપિંજરને પેલો કોરો કાળ સુકવી નાખે છે. એના આ પગલાને કોઈ રોકી શકતું નથી. સમયના શિલ્પીને હાથ નથી હોતા, ને છતાં કણમાંથી કદવાળી, લધુમાંથી ભવ્ય, અરૂપમાંથી રૂપવાન, શૂન્યમાંથી જીવનું સર્જન કરે છે. ને એને પ્રાણવાયુથી ભરી દે છે. ને પછી એ જ સમય શિલ્પી પોતાની કૃતિને કરમાવી દે છે. મંગેશ પાડગાંવકર કહે છે “ક્યારેક આ કાળ તેમને (સુરેશ દલાલને) ઘડિયાળમાં ઘૂંટાતી સમયની બારાખડી જેવો લાગે છે. તો ક્યારેક ટેબલ પર પીધેલી ચાહનો કપ ખાલી થઈને પડ્યો હોય એવો લાગે છે.” 3 પાડગાંવકર આગળ નોંધે છે, “આજના માનવનો સમય પણ બહુરૂપી છે. સમય શોકસભામાં જાય છે. સભાનો પ્રમુખ થાય છે. પોતાના જ મૃત્યુ પર ભાષણ કરે છે. કાળના અધ્યક્ષપણા નીચે કાળના મૃત્યુ માટે કાળના ભાષણ પછી “બે મિનિટનું મૌન પાળે છે. આ બે મિનિટનું મૌન' એ પણ કાળનું જ ઘટક.” * “ધુમાડાની ગાંઠ છૂટે નહિ, તૂટે નહિ, (“સિમ્યુનિ)માં કાળને એના નગ્ન સ્વરૂપે જોવાની કાવ્યનાયકની ઝંખના વ્યક્ત થઈ છે. નવ મહિનાનાં વસ્ત્રોને હડસેલીને પ્રકટેલું તાજું બાળક એ કાળનું નિર્વસ્ત્ર સ્વરૂપ છે. એક ક્ષણ માટે જ એ પ્રગટે છે. (જન્મ સમયની એક જ પળ) અને ફરી પાછાં વસ્ત્રો જન્મમરણનાં-કાળ નહીં કેવલ ક્ષણ. કાળને તો કોઈ ક્યાં સમજી શક્યું છે? તો ક્ષણ પણ કાળનો જ અંશ ને ? “કાળની શેરીમાં કવિ સુરેશ દલાલ કાળની શેરીને કાળી ગણાવે છે. પોતાના મૃત્યુ સમયની કલ્પના કરતા કવિ પોતે ક્યાંક દૂર ગયા હશે. એમ કહે છે ત્યારે કાળથી પર બનવાની જ વાત પમાય છે. તો ટાંપીને બેઠેલી કાળની કાળી ફૂંકથી કવિ સભાન છે. કારણ જીવન અને મરણની સંતાકૂકડીની રમતને તેઓ ઓળખી ગયા છે. જન્મથી મરણ સુધીની જીવનયાત્રાની વાત કરતા સુરેશ દલાલ (‘યાત્રા') બધાં જ વળગણો વધીને ક્યાંક નીકળી જવા માંગે છે. જન્મ પહેલાં અને મૃત્યુ પછીના કાળના નિરામય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે ક્ષણાર્ધ 1ev P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust