SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 411 જરાય ડરતો ન હતો. પણ આંખ સામે છવાતું ધુમ્મસ ને નદીના પટમાં રડતાં કૂતરાંનો અવાજ એમને ભયભીત કરે છે. મૃત્યુ પામનારની ખુલ્લી આંખોના સ્થિર કાંટા પર સમય થીજી જશે. મોતની ઘાટી પરથી માંડ બચીને આવેલો કાવ્યનાયક (“મોતની ઘાટી પરથી') પાછો દિવસ તો મોતના ઇંતજારમાં જ ગુજારે છે. પોતાના મૃત્યુની વાત તેઓ સાંકેતિક રીતે કરે છે. “કાલ' સવારે, જયારે રાતભરના તોફાની સમુદ્ર શાંત થશે' ..નિર્જન ઘાટી પર. “સપનાંઓને તૂટતાં જોયાં છે.” માં મૃત્યુમાં નિરાંત શોધતા મરણોત્સુક માનવોની વાત - કરાઈ છે. ૧૯૮૮માં “સ્પર્શ' નામનો કાવ્યસંગ્રહ દિનકર શાહ પ્રગટ કરે છે. એમની કવિતાઓમાં આથમતો સૂર્ય મૃત્યુનું પ્રતીક બનીને આવે છે. શ્વાસોની કેડીએ રહી વિદાયગીત લખવાનું (‘વિદાયગીત', કહેતા કાવ્યનાયક કહે છે “ચાલ્યાં ન બે કદમ, ને સ્મશાને ઠરી ગયાં' “અસ્થમાના દર્દીને જોઈને'માં મૃત્યુપળની પ્રતીક્ષા કરતા દર્દીની વાત છે. મૃત્યુ પણ જાણે સુખદ કણ પળની રાહ જોઈ રહ્યું છે. દુઃખી થતા જીવને પીડામાંથી મુક્ત કરે એ પળ સુખદ, સ્વજનોને પ્રિયજનના મૃત્યુથી દુઃખ થાય તે કરુણ. “યાદ છે'માં શેરીમાં રડતા કૂતરાના અવાજ દ્વારા અમંગલની એંધાણીનું સૂચન થયું છે. કાવ્યનાયક રોજ સવારે ઊગતા સૂર્યની આંખમાં જુએ છે મૃત્યુનું વાવેતર. (“મૃત્યુનું વાવેતર!) જન્મ સાથેજ થતા મૃત્યુના જન્મનો નિર્દેશ અહીં થયો છે. ૧૯૮૬માં “જીભ ઉપરનો ધ્વજ' લઈને પ્રફુલ્લ પંડ્યા આવે છે. મૃત્યુની ઘટનાની, પુનરાવૃત્તિ કદી થતી નથી. મૃત્યુ પામનાર પોતાના અનુભવને કહેવા કદી રોકાતો નથી, કે નથી એ પાછો આવતો. ને તેથી જ સ્વજન જતાં અશ્રુધાર વહેવા માંડે છે. બાકી શું? માં મૃત્યુ સમયની મરનારની સ્થિતિનું વર્ણન કવિએ કર્યું છે. દેહ નામનું ઝાડવું ખરવા લાગે છે ને જીભ નામનું પાન જીવસટોસટ વરસતાં કોઈક ઉપાડીને અંદરના એક તળિયે જાણે લઈ જાય છે. ચેતનવંતી કાયાની આંખે અંધાપો ઉતરે છે. અસ્તિત્વ, અટકી બટકી ગયાની અનુભૂતિ થાય છે. કવિયશ ખેવના ન રાખનાર સુશીલા પાઠકનાં કાવ્યો ૧૯૮૬માં મન મારું પંખીનું નામે એમનાં સ્વજનો પ્રગટ કરે છે. “મૃત્યુ' નામના કાવ્યમાં જિંદગી અને મૃત્યુના નૈકટયને વર્ણવતાં તેઓ જણાવે છે “નિત નિત મળવું બેએ, લાગતો એજ મોભો! તેઓ કહે છે જિંદગીને રોજ આ મૃત્યુ મળવા આવે છે. ને છતાં સૌને એ આંખના કણાની જેમ ખૂંચે છે. 1987 માં “એકાવન' પ્રગટ કરનાર ઉદયન ઠકકર “મરતા આદમીની ગઝલ' દ્વારા મૃત્યુની નજાકત આપણી સમક્ષ મૂકી આપે છે. મૃત્યુને જાસાચિઠ્ઠી કહેતા આ કવિ તેજાબી પવનમાં ઝૂલતા શ્વેત કેશની ધારને મૃત્યુની તીક્ષ્ણતાની ધાર કહે છે. કાવ્યનાયકની મુઠ્ઠીનો સાવ નાનકડો ભાગ મૃત્યુને જોઈએ છે. જીવતરના ગામને છેડે મૃત્યુ, માનવની પ્રતીક્ષા કરે છે. માનવનું દર્શનાભિલાષી મૃત્યુ બેધડક જાસાચિઠ્ઠીમાં પોતાની સહી કરે છે. ઘનશ્યામ ગઢવી “આંખ આંસુ ને શ્વાસ” નામનો કાવ્યસંગ્રહ 1987 માં પ્રગટ કરે છે. શ્વાસ વગરની ઓરડીમાં પુરાઈ જવાની વાત કદાચ મૃત્યુની એંધાણી. કવિ સ્થળ કાળ, અણુઅણુમાં વ્યાપ્ત એવા મોતની સર્વવ્યાપકતા વર્ણવે છે. છતાં મૃત્યુના મૃત્યુની વાત પણ સાથે કરી નાખે છે. મોતનું અસ્તિત્વ વર્ષો પહેલાં ને આજે પણ અડીખમ છે. એ ગમે ત્યારે ને ગમે તે રીતે આવે જ આવે. કયારેક અજવાળાં છેદીને આવે, તો કાયરેક અંધકારને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy