SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 452 જન્મ લેશે. મેઘાણીભાઈની પંચોતેરમી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પતાં, મેઘાણીભાઈની વેદનાનો ચહેરો દેવળમાં બળતી મીણબત્તી જેવો હોવાનું કવિ કહે છે. ગોધૂલિટાણે કોઈના લાડકવાયાની આરસખાંભી પર મેઘાણી લોહીના અક્ષરે કવિતા લખતા, આ કવિને દેખાય છે. “પરિદેવના' નામનો આખો કાવ્યસંગ્રહ પ્રિયકાંતને અપાયેલી શ્રદ્ધાંજલિઓનો છે. (પ્રિયકાન્ત 9/1/27 જન્મ, 25/6/76 મૃત્યુ) પ્રિયકાંતને કવિ ફૂલના પવનના લય તરીકે - ઓળખાવે છે. આકાશના પર્યાય બનીને ઊભેલા પ્રિયકાંત, આ કવિને દેખાય છે. પ્રિયકાંત પોતાની કવિતા દ્વારા અમૃતતત્ત્વનું ઉચિત વસિયતનામું કર્યાનું કવિ કહે છે. પ્રિયકાંતનું જલાશય' વાંચી યશવંત ત્રિવેદીની આંખ ભીની થઈ જાય છે. આ ફૂલના કવિએ અધખુલ્લા અર્ધબીડ્યા જગતનું પ્રતીકાત્મક શટર પાડી દીધું. ને તેઓ પ્રિય રહસ્યમયના (પરમાત્મા) સાન્નિધ્યમાં ફૂલનો પવન થઈને ચાલી નીકળ્યા. ફલોરાફાઉન્ટન પરથી પ્રિયકાન્ત પસાર થતા હોવાનો આભાસ કવિને થાય છે. પાછળ દોડે છે, પણ પ્રિયકાન્ત તો વચ્ચે વરસાદમાં - કોણ જાણે ક્યાંય નીકળી ગયા. નહિતર એ તો લ્હાવો હોય પ્રિયકાન્ત ! કે તમે જતા હો અને જળાશય સુધી હું વળાવવા, આવું - ને પાછળ વળું ત્યાં તો આપણી આંખો છલકાઈ જાય પણ તમે તો.... વિદાય લીધા વગર જવાનો અર્થ શો થાય, પ્રિયકાન્ત? 230 કવિ પ્રવીણ દરજી બાપુને અંજલિ આપતાં એક પ્રશ્ન કરે છે. (“ચીસ') “શું સંતનું જન્મવું છેક વંધ્ય’? ગાંધીને કવિ મનુકુળના વિષ પીનાર શિવ તરીકે ઓળખાવે છે. | કવિ હસમુખ મઢીવાળા ગાંધીજી પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરતાં બાપુને પ્રશ્ન કરે છે. “સ્વર્ગવાસી છો? સ્વર્ગમાં રહેલા બાપુને લોકોની અવદશા જોવા તેઓ વિનવે છે. કેમ નયન મીંચો છો બાપુ * શું લાગે, આ દશ્ય તણો યે ભાર”? 23 કવયિત્રી ઈન્દુમતી મહેતા “વસંત’ શબ્દને બેવડી રીતે પ્રયોજી એનીબેસંટને (થિયોસોફીકલ સોસાયટીના પ્રમુખ) અંજલિ આપે છે. કવયિત્રી એમને ભવના સાગરની ઝળકતી દીવડી તરીકે બિરદાવે છે. ઉરમાં વસંત પ્રગટાવી, જગની એ વસંત આભની અટારીએ ઊડી ગયાનું તેઓ કહે છે. ભગવતપ્રસાદ ચૌહાણ “કવિ પ્રિયકાન્તને અંજલિ આપતાં, પુષ્પપાંદડી જેવી સંવેદના ખુલવાની અનુભૂતિ કરે છે. “અશબ્દરાત્રિમાં આકાશ પણ સ્વપ્નિલ રંગોને આંખમાં આંજતું હોય એમ લાગે છે. સદ્ગત કવિના રક્તના બુંદેબુંદે નિત્યનૂતન રૂપે ફોરે છે, ફરકે છે, છલકે છે. કવિ લાલભાઈ પટેલ ગાલીબના અર્પણની સુગંધે પોતે મસ્ત થયાનું કહે છે. P.P.Ag Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy