SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 197 આકાશમાંથી માની આંખો પોતાને જોઈ રહી હોવાની જાણે એને અનુભવ થાય છે. ચંદ્રવદન મહેતા ભ્રમ' નામના કરુણપ્રશસ્તિ કાવ્યમાં શરૂમાં મૃત્યુને ક્રૂર અને પછી મંગલરૂપે જુએ છે. એક ઇલા ગુજરી જતાં આઘાત લાગતાં યુવાન મૃત્યુ પ્રત્યે ધૃણા અનુભવે છે. બીજી ઇલા મૃત્યુ “ભ્રમ' હોવાનું સમજાવી આશ્વાસન આપે છે. ત્યાર પછી યુવાન મૃત્યુને મિત્રભાવે જુએ છે. મૃત્યુ પછીના અન્ય જન્મના આકાર વિષેની કલ્પના કવિની પુનર્જન્મ-શ્રદ્ધાને વ્યક્ત કરે છે. “ધરી હશે ન તે દેહકામળી તુજ હશે કશી આકૃતિ નવી” 54 ને છતાં યુવાનના મનમાં એક પ્રશ્ન તો જરૂર લાગે છે. “આ જગતમાં શું માત્ર એક “મોત’ જ અમર છે ? બીજી ઇલા યુવાનને મૃત્યુની સમજ આપતાં મૃત્યુને અમરત્વનાં દ્વાર ખોલનાર દૂત તરીકે ઓળખાવે છે. મધરાત અને અજ્ઞાનના અંધકારનો સમય પૂરો થતાં જ્ઞાનનું પરોઢ પાંગરે છે. ને ત્યારે મૃત્યુ એક સુંદર “સ્વપ્નજળ' હોવાનું સમજાય છે. મૃત્યુને ચંદ્રવદન “ગાઢ નીંદર' સાથે પણ સરખાવે છે. સુખનીંદરમાં સૂતેલી બહેનનું મૂદુ કાવ્યમય વર્ણન “ગાઢનીંદરમાં થયું છે. જોડિયા ભાઈબહેન સંસારના રંગે રંગાયા વિના દેવલોક પામ્યાની વાત “યમલ' નામની સોનેટમાળામાં કવિએ ગૂંથી છે. જેમાં મૃત્યુને કવિ અનંત દુઃખોની ઔષધિ તરીકે ઓળખાવે છે. તો ધન્વન્તરી વૈદ્યરૂપેય મૃત્યુને તેઓ નિરૂપે છે. ઇલાના મૃત્યુનો ડંખ પોતાના મૃત્યુ વડે જ દૂર કરી શકાય. મૃત્યુ સાથે જ સર્વ સ્મરણો પણ ખરી પડવાનાં. “પ્રયાણ'માં જીવનની દાહકતા મિટાવવાના ઉપાય તરીકે “મૃત્યુવાંછના' વ્યક્ત થઈ છે. “અવસાન' કાવ્યમાં કાવ્યનાયક મૃત્યુનો ભેખ ધરવા ઇચ્છે છે. જેથી પૃથ્વીની પેલે પાર ઇલાને મળી શકાય. જન્મ અને મરણની ઘડીને કવિ ચંદ્રવદન “અતીવ ગૂઢલીલા' તરીકે ઓળખાવે છે. રતનનું મૃત્યુ થતાં કવિ કુદરતને આંસુ ન સારવા કહે છે, અહીં ઘર વિશે મૂકી ફક્ત ડોલતું પીંજરું, થયો અમર હંસલો અભયમાં આત્માની અમરતાનો નિર્દેશ થયો છે. - ચંદ્રવદન મહેતાએ “કાળરાત્રિ' “યમસાવિત્રી' “માઘનું મૃત્યુ' જેવાં રેડિયો રૂપકો રચ્યાં છે. કાળરાત્રિમાં ભારતના ભવ્ય ભૂતકાળને બિરદાવી મૃત્યુ પણ ત્રાસ પામતું કવિએ કપ્યું છે. યમસાવિત્રી' પુરાણસંદર્ભ પર રચાયેલું એક પ્રસંગકથાકાવ્ય છે. સત્યવાનના મૃત્યુને સાવિત્રી સ્વીકારતી નથી. માને એ આત્માની અમરતાની વાત સમજાવે છે. “જીવનનો કદી નાશ થતો નથી. શરીરનો નાશ થાય છે.” કહેતી સાવિત્રી મૃત્યુ પર પ્રેમ અને સતીત્વનો વિજય ગાય છે. સત્યવાનને લેવા આવતા યમરાજને પણ એ હંફાવે છે. ને કહે છે. 1. “જીવનનું કદી મૃત્યુ ન થાય .. 1 1 1 શીદ અસત્ય વદો યમરાજપ૪ ત્યારે યમરાજ કહે છે “મૃત્યુ સદા નિજ ભોગમાગેપ સાવિત્રી યમરાજને પડકાર ફેંકતાં મરણના મૃત્યુની દઢપણે વાત કરે છે. એક પ્રચલિત કિંવદંતી પરથી રચાયેલા “માઘનું મૃત્યુ” કાવ્યમાં ચંદ્રવદન મૃત્યુને “સુખશયા' કહે છે. જે શ્લોકથી રાજાની વિદ્વદ્ સભા ખુશ થાય છે એ શ્લોક પતિ પાસેથી પત્ની સાંભળવા ઉત્સુક છે. જેમાં ઉદય-અસ્ત, જન્મ-મરણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy