________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 196 પોતાની અંતિમ વિદાયની પળે પોતાની અશેષ કૃતજ્ઞતાની લાગણી ભેટ ધરીને સૌ ઉપકારીઓ પ્રત્યેનો પોતાનો ઋણભાર હળવો કરવા ગુણાનુક્રમે સૌને સંભારતા જાય છે. સૌ પ્રથમ માતા પછી પિતા, ગુર, મિત્રો, શત્રુને પ્રણામ પાઠવે છે. છ સ્થાને અધિકી યાદ એવી જીવનસાથીને યાદ કરે છે. ગાંધીજીને પ્રણામ પાઠવી આખા જગતને પ્રણામ પાઠવે છે. કવિ ઝવેરચંદ મેઘાણીએ સ્વાતંત્ર્યસંગ્રામના સંદર્ભમાં વીરત્વ અને ખુમારીભર્યા મૃત્યુને બિરદાવ્યા છે. પરિણામે “મૃત્યુ' એમને માટે ભવ્ય મંગલ જ રહ્યું છે. કોઈક અજાણ્યા લાડકાને ઉદ્દેશી (“શ્રીમતી લોકો તેના' સમ બડીઝ ડાર્લંગ પરથી) રચાયેલા કોઈનો લાડકવાયો'માં મૃત્યુ ચિરશાંતિ રૂપે વર્ણવાયું છે. એની ચિરશાંતિમાં ખલેલ ન પડે એ માટે હળવેકથી ધૂપસળી ધરી, પ્રણામ કરી કાનમાં પ્રભુપદ ઉચ્ચરવા વિનંતિ કરાઈ છે. સૂના સમંદરની પાળે” દૂર સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયા પછી એક નમતી સાંજે છેલ્લા શ્વાસ લઈ રહેલ યુવાને એના સાથીદારને આપેલા છેલ્લા સંદેશમાં મરનાર યુવાને બાપુની તેગ ટોડલે ઝુલાવી ત્યાં ઘીનો દીવો પેટાવવા જણાવ્યું છે. પ્રિય પત્નીના ફૂલ શાં હૈયાને ચિરાવાનું આવશે, એની તો ખબર હતી, તેથી દાંપત્યસુખનો ટૂંકો ઇતિહાસ કહેતાં એનો કંઠ રુંધાય છે. મૃત્યુને કવિ અહીં ‘વિસામો' કહે છે. દિવસભરની રમતથી થાકેલા બાળકને મા સોડમાં લઈ સુવરાવે એ રીતે મૃત્યુ સંસારથાકેલા માનવને પ્રેમપૂર્વક પોતાને ખોળે લે છે. મૃત્યુના કાળા ઓઢણાની કોર સુંદર, શ્વેત ને ઝળહળતી હોવાનું મેઘાણી કહે છે. મૃત્યુ સમીપે જતાં સંસાર આપોઆપ છૂટી જાય છે. મૃત્યુની ભગવી કંથા ભયભરી લાગે છે. પણ “માહીં રમે ગોરા ગોરાં રૂપ' મૃત્યુ મંગલ જ નહિ રમ્યસુંદર પણ છે. રવીન્દ્રનાથ ઠાકુરના વિદાય' કાવ્ય પરથી મેઘાણીએ “મરતા બાળકનું આશ્વાસન' લખ્યું. જેમાં મૃત્યુ પામ્યા પછી બાળક માના હૈયા પર ગેલવા, ને ખેલવા હવાનો હિલોળો બનીને લાંબી લટમાં હવા બની પુરાઈ જઈ એની સાથે જ રહેવાનું આશ્વાસન આપે છે. ચારપાંચ ચુમી ભરી એ પછી ચાલ્યો જશે. ચંદનતલાવડીનાં નીરમાં માને એ જાતી જોશે ત્યારે મોજું બની માને અંગેઅંગ એ લહેરાશે. ને વીજળીનો ઝબકારો થઈ જાળિયેથી “હાઉક' કરી ચાલ્યો જશે. બાળક મૃત્યુને સાહજિકતાથી સ્વીકારે છે. પોતે વડીલ બની માને પોતાના મૃત્યુ માટે શોક ન કરવા સમજાવે છે. કારણ મૃત્યુ પામવા છતાં સ્મરણોરૂપે તો એ માની સન્મુખ રહેવાનો જ. શિવાજીનું હાલરડું'માં સીધો મૃત્યુસંદર્ભ નથી. પણ ભાવિ મોતની એંધાણી જરૂર અપાઈ છે. “મૃત્યુ પ્રહરી બન્યું' મેઘાણીની એક વિશિષ્ટ કલ્પના છે. ૧૯૪૩માં ગાંધીજીએ કારાવાસમાં એકવીસ ઉપવાસનું વ્રત આદર્યું ત્યારે જીવનહર્તા મૃત્યુએ જ ગાંધીજીના રક્ષણની જવાબદારી સ્વીકારી. ગાંધીજી ઉપવાસ કરતાં મૃત્યુ પામે તો બદનામી તો મૃત્યુની થાય. તેથી મોતનેય ગાંધીજીની દશા જોઈ આંસુ આવત. મોતને તો કાળના શાસન પ્રમાણે ફરજ બજાવવાની હોય છે. એ કંઈ સ્વેચ્છાએ જીવને લઈ જતું નથી. રવીન્દ્રનાથના “સ્વર્ગ હઈ-તે વિદાય” પરથી સ્વર્ગેથી વિદાય' કાવ્ય રચાયું. જેમાં મૃત્યુ તરફથી જીવન પ્રત્યેના પ્રયાણની વાત છે. “માની યાદી પણ રવીન્દ્રનાથના “મને પડા' કાવ્યનો ભાવાનુવાદ છે. જેમાં ભાવિહોણા બાળકની, પોતાની મૃત્યુ પામેલી મા અંગેની કલ્પના વ્યક્ત કરવામાં આવી છે. સૂવાના ખંડને ખૂણે બેસી આભમાં મીટ માંડતાં .P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust :