________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 468 સૌદર્યના ઉપાસક કવિઓએ જીવન અને મૃત્યુના પ્રશ્નોને, તથા એના સૌંદર્યને પોતાની પ્રતિભાવડે મન મૂકીને ગાયા છે. મૃત્યુનો ભય, મૃત્યુની અનિવાર્યતા, આત્માની અમરતા, મૃત્યુનો ઇન્કાર, મૃત્યુ પછીનું જીવન, પુનર્જીવન, પુનર્જન્મ, સૂક્ષ્મ જીવ, સૂક્ષ્મ શરીરની ભટકન, મૃત્યુ અંગેની લાપરવાહી, મૃત્યુની મંગલતા, જીવન મૃત્યુ બંનેની નિરર્થકતા, અસંગતતા, જુદાં જુદાં મૃત્યુ સ્વરૂપનું વૈવિધ્ય, વગેરે વિશે કેટલુંક સામ્ય પૂર્વ તેમજ પશ્ચિમની મૃત્યુમીમાંસામાં જોવા મળે છે. બંને મીમાંસામાં મૃત્યુને મિત્ર, મહોત્સવ રૂપે કલ્પવામાં આવ્યું છે. મૃત્યુને માનવીય વ્યક્તિ તરીકે પણ બંને વિચારધારામાં કલ્પવામાં આવ્યું છે. મૃત્યુને ઈશ્વર, તથા પ્રિયતમ સ્વરૂપે પણ બંને મીમાંસામાં જોવામાં આવ્યું છે. મૃત્યુ માનવજીવનની સૌથી વિશિષ્ટ, આકર્ષક વિશેષતા છે. જીવનબાગનું એ અંતિમ ગુલાબ છે. જે વ્યક્તિ મૃત્યુ અંગે સહજતાથી વિચારી શકે છે. એને પછી જન્મ, મૃત્યુ અલગ લાગતાં નથી. એને નથી હોતો પછી જન્મનો આનંદ કે નથી હોતો મૃત્યુનો ડર. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યથી આજ સુધી લખાયેલી કવિતામાં કવિઓએ વિવિધ રીતે મૃત્યુને વણી લીધું છે. સમગ્ર માનવજાત આદિકાળથી એમ માનતી આવી છે. જીવનનો સાચો અર્થ મૃત્યુ દ્વારા પમાય છે. આ મહાનિબંધના કેન્દ્રમાં “અર્વાચીન ગુજરાતી કવિતા' છે. તેમ છતાં લોકસાહિત્ય, પ્રાચીન ભજનો, મધ્યકાલીન સાહિત્યમાં આવતા મૃત્યુ સંદર્ભોની આછી ઝલક ભૂમિકારૂપે આપી છે. લોકસાહિત્યમાં હૃદય હચમચાવી નાખે એવો કરુણ સંદર્ભ “મૃત્યુની સર્વોપરીતાને વ્યક્ત કરે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પ્રેમલક્ષણા ભક્તિ કેન્દ્રસ્થાને હોવાથી, તેમજ આ યુગના સંતકવિઓ પોતે જીવનમુક્ત હોવાથી, મૃત્યુ ભયજનક કે કરુણરૂપે ખાસ ન જ આવે. જયાં થોડોઘણો મૃત્યુસંદર્ભ આવે છે ત્યાં પણ મંગલ સ્વરૂપે જ. દુન્યવી લોકો જેને “મૃત્યુ' કહે છે, એવું મૃત્યુ તો તેઓને સ્પર્શતું જ નથી. શરીરના મૃત્યુની વાત એ સૌએ સહજભાવે સ્વીકારી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિઓએ જીવનને સત્યરૂપે સ્વીકાર્યું છે. એમની દૃષ્ટિએ શરીર નકામું નથી, તેમ છતાં જડ અને મૂરખ લોકોને જાગૃત કરવા મૃત્યુનો ભય બતાવવામાં આવ્યો છે. - નર્મદ અને દલપતથી શરૂ થતી ગુજરાતી કવિતા, છેક અદ્યતન કાળ સુધી જુદી જુદી રીતે મૃત્યુમીમાંસાને કવિતાનો વિષય બનાવતી આવી છે. જેમાં યુગપરિબળો બદલાતાં મૃત્યુ વિષેની વિભાવનાઓ પણ બદલાતી રહી છે. આપણા ગુજરાતી કવિઓએ જયારે જ્યારે મૃત્યુ વિશે પોતાની ભાવાભિવ્યક્તિ આપી છે ત્યારે, મૃત્યુનું સ્વરૂપ, મૃત્યુ અંગેનો ભય, સ્વજનમૃત્યુથી થતી વેદના, આત્મમંથન પછી સમજાતું સત્ય, ને પરિણામે મૃત્યુનું થતું મંગલદર્શન, મૃત્યુ અને પ્રેમનો સંબંધ, “મૃત્યુ પારના પ્રદેશની કલ્પના, “મૃત્યુ અને કાળ' વિશેનું ચિંતન, યુદ્ધજન્ય મૃત્યુ, જે તે યુગના સંદર્ભમાં મહાન-વિભૂતિઓનાં મૃત્યુ સંદર્ભે અપાયેલી શ્રદ્ધાંજલિઓ, પોતાના મૃત્યુની કલ્પના, વિવિધ પ્રકારની મૃત્યુ ઝંખનાઓ વિશે સુંદર કલ્પનાચિત્રો રજૂ કર્યા છે. જ્યાં સ્વાનુભવમાંથી કવિતા નીપજી આવી છે ત્યાં એ વધુ ચોટદાર ને હૃદયસ્પર્શી બની છે. કવિઓએ તત્ત્વજ્ઞાનની દેવી સમાન “મૃત્યુને ખૂબ લાડ લડાવ્યા છે. મૃત્યુને ભરપૂર પ્રેમ કર્યો છે. મૃત્યુને સન્માન્યું છે. મૃત્યુ જેવા મહાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust