________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 63 ચેતનાયુક્ત સર્વવ્યાપી જીવન વચ્ચેની ‘મરણ” એ તો એક માત્ર ચૈતન્યકડી છે. પ્રતમના “હરિનો મારગ' પદને તો ઑક્સફર્ડ સ્પેનિશ વિદ્વાન મસ્કરોએ દુનિયાના ભક્તિકાવ્યોમાંનું એક અણમોલ રત્ન કહ્યું છે. ઉમાશંકરે એ કાવ્યને હિસાબે જ બબ્બેવાર ઉત્તમકોટિના કવિ લેખે પ્રીતમને બિરદાવી ઉપરનો અભિપ્રાય ટાંકતાં અંજલિ આપી. ઉમાશંકર કહે છે “પ્રીતમદાસનું ભજન “હરિનો મારગ' સહેજે વિશ્વભજનસંચયમાં સ્થાન પામે એવું છે. કેમ કે પશ્યન્તી વાણીની એ પ્રસાદી છે.” પરબ. સ્વામિનારાયણ સંપ્રદાય માનવદેહની નશ્વરતા અને અપવિત્રતા તરફ ઉપેક્ષાવૃત્તિને બદલે સ્વર્ગથી સુંદર ને મોક્ષથી મોહક એવા આ જન્મની મહત્તાનું ગાન ગાયું છે. તેમ છતાં શરીરની દૃષ્ટિએ કોઈ અસર નથી, એ સત્યને પણ તેઓએ વ્યક્ત કર્યું જ છે. શરીરને નિરર્થક ન માનતા આ સંપ્રદાયે જડ અને મૂર્ખ લોકોને જાગૃત કરવા મૃત્યુનો ભય બતાવ્યો છે. પ્રેમસખીએ ભક્તિ દ્વારા મુક્તિ પામવા પર વધુ ભાર મૂક્યો છે. જન્મમૃત્યુના ભયને પણ ભક્તિ વડે જ દૂર કરવાની તેઓએ વાત કરી છે. નારણદાસ સ્વામી જન્મમરણના ચક્રની વાત કરતાં સતત આવરદા ઓછી થતી હોવાની વાસ્તવિકતા પ્રત્યે આંગળી ચીંધે છે. “મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી” 53 આ શરીરના નાશ સાથે બધા દુન્યવી સંબંધોનો પણ નાશ થાય છે. ઋણસંબંધે મળેલા સૌ અંતકાળે અળગા થઈ જાય છે. તેથી જ કાયાની માયાને ઝાકળના પાણી જેવી કવિ કહે છે. ભક્તકવિ નારણદાસ શરીરની નશ્વરતા તેમજ કાયાની જૂઠી માયા વિશે આપણને સતત ટપા-રે છે. ઝાકળનાં પાણી સરિખી, કાયા, માયા જૂઠીજી વ્હાલાને વિસારી જાવું, એક પલકમાં ઊઠી હરતાંફરતાં ખાતાંપીતાં, કાળ વસે છે પાસેજી જયારે ત્યારે પકડી લેશે, કહ્યું છે નારણદાસ” 54 બ્રહ્માનંદના રે શિર સાટે માં જગદીશ દવે વીર યોદ્ધાની ફનાગીરીના દર્શન કરે છે. હરિને ભજવા માટે સો ટકા સમર્પણ જરૂરી છે. એમાં મૃત્યુનો ડર કામ ન આવે. તો ઉમાશંકર જોશી “રહે રાજી રે મતવાલા' પદ માટે કહે છે “યોદ્ધો સજ્જ થઈને નીકળ્યો છે, તે તો મરણ છે.” 55 એવા શબ્દોથી કાઈ પાછો વળવાનો નથી. બધું છોડી જમની સાથે જવાનું છે. ભક્તિ નહિ કરનારને નરકમાં જવું પડશે એવી પણ માન્યતા છે. સ્વામી નિષ્કુળાનંદ યમદંડ નામના કાવ્યમાં દેહવત્તિ ત્યજી દેહથી અળગા થવાનો એટલે કે જીવનમુક્ત થવાનો આદેશ આપે છે. જન્મમરણ છે, ત્યાં સુધી જ જમનું જોર છે. મુક્તદશા પામ્યા પછી જીવને જમ સતાવતા નથી. ૧૭૭ર માં જન્મેલા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા જ્યોતિર્ધર દયારામ પણ નરસિંહ મીરાંની જેમ પ્રેમલક્ષણાભક્તિ ગાય છે. આ કવિને પણ મુક્તિ ખપતી નથી. તેઓની દષ્ટિએ પંચમહાભૂતોથી યુક્ત બધા પદાર્થો ક્ષર છે. જયારે તેમનામાં રહેલા અંતર્યામી અક્ષર છે. દયારામની દષ્ટિએ વસ્તુનો નાશ થતો નથી. વસ્તુમાં રહેલા જીવના મારાપણા નો P.P.AC. Gunratnasun M.S. Jun Gun Aaradnak Trust