________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 212 “સ્થલ ભેગું સ્થલ : અને જલ ભેગું જલ બની જશે” % પણ કવિ તો પોતાને જલDલથી પર ગણાવે છે. પોતાની અંતિમ ઈચ્છાના કાવ્યમાં કવિ પોતાની જાતને પંચતત્ત્વના પૂતળા તેમજ અમૃતસ્ય પુત્ર તરીકે ઓળખાવે છે. રતુભાઈના કાવ્યસંગ્રહ “યાત્રાપથનો આલાપ'ને પ્રાપ્ત થયેલ સુવર્ણચંદ્રક તથા રક્તસ્રાવથી અચાનક રતુભાઈનાં પત્ની મમતા બહેનનું અવસાન થયું. (11/2/88) કવિ રતુભાઈએ અંગત શોકને સાર્વજનીન સ્વરૂપ આપ્યું ને “ખંડેરનો ઝુરાપો' (1989) કાવ્ય સર્જાયું. જેમાં મૃત્યુ પહેલાની રાત્રિનું, ને મૃત્યુ પછીની સ્વજનોની સ્થિતિનું હૃદયસ્પર્શી ચિત્રણ છે. તખ્તસિંહ પરમાર આ કાવ્યને “અશ્રુસિંચિત કાવ્યવેલી પર ખીલેલું પુષ્પ” કહે છે. મૃત્યુ પછી સ્વજન ક્યાં જાય છે? એની કોઈને ખબર નથી. પત્ની પાસે નથી, એવું ન માનવા તેઓ કહે છે. ફેર એટલો કે પહેલાં દશ્યરૂપ હતી. એ હવે અદેશ્યરૂપ બની છે. ખૂબ અશ્રુ વહાવ્યા બાદ સ્વસ્થ બનેલું કવિચિત્ત અંતે મૃત્યુ વિષેના નિષેધાત્મક વિચારો ત્યજી દઈ નિયતિદીધા સત્યનો સ્વીકાર કરે છે. મૃત્યુને કવિ જીવનના કલામય સત્યમય અભિનવ ધારણ' તરીકે ઓળખાવે છે. કવિ અહીં મૃત્યુદૂત, યમદેવનું પણ વર્ણન કરે છે. શ્યામકેશ, શ્યામવેશ ધરાવતા યમદેવનો પ્રદેશ તિમિરથી ભરેલો છે. પોતાની પત્નીને પલકમાં લઈ જનાર મૃત્યુદૂત પ્રત્યે રોષ છે કવિને. મૃત્યુને કવિ ભિક્ષુક જ નહિ, મહાભિક્ષુક કહે છે. મૃત્યુનું દાપું રોજ કેટલું ચુકવવું? એ કવિનો મહત્ત્વનો પ્રશ્ન છે. કવિ સુંદરજી બેટાઈ “જયોતિરેખા', “ઈન્દ્રધનુ', “તુલસીદલ', “વિશેષાંજલિ' અને વ્યંજના' એમ પાંચ કાવ્યસંગ્રહો આપે છે. ને છઠ્ઠો સંગ્રહ “સદ્ગત ચંદ્રશીલાને'. “ઈન્દ્રધનુ' તથા “સદ્ગત ચંદ્રશીલાને' કાવ્યોને ધીરુભાઈ ઠાકર ઉત્તમ કોટિનાં કરુણપ્રશસ્તિ કાવ્યો ગણાવે છે. કવિ બેટાઈ કહે છે. જીવનઝરણાં મૃત્યુની સીમા આગળ અટકી જતાં દેખાય, પણ એ ખરેખર અટકી જતાં નથી. મૃત્યુ પારના પ્રદેશમાં એનો શાંત પ્રવાહ વહ્યા કરવાનો. “જનમમરણના ઓરડા' કાવ્યમાં વિરલ ભાવદર્શન જોવા મળે છે. ગર્ભસ્થ અવસ્થાની વાત દ્વારા કવિએ હળવેકથી પુનરપિ જનનું પુનરપિ મર-જન્મમરણના વારાફેરાનો નિર્દેશ કર્યો છે. ભરતવાક્યમાં જીવનના પૂર્ણવિરામ તરીકે “ભરતવાક્યનો ઉલ્લેખ કરી, જગતની વિદાય લેનાર જીવ સર્વત્ર શાંતિ અને સુખ પામે એવી પ્રાર્થના કરે છે. વિદાય લેતા ભાઈને ઉદ્દેશી લખાયેલા “વિદાય' કાવ્યમાં મૃત્યુને અતિ પવિત્ર માનતા કવિ “મૃત્યગંગાનો પ્રવાહ” કહી મૃત્યુને ગંગા સાથે સરખાવે છે. “ઇન્દ્રધનુ'ના પ્રવેશકનું ખરેલો તારો' કાવ્યમાં રજનીના ઉરથી અંધારામાં ખરી પડતો તારો, માતાના ઉરથી મૃત્યુમુખમાં સરી પડતા બાળકનું પ્રતીક છે. દસ માસના બાળકના અવસાન નિમિત્તે લખાયેલા ઇન્દ્રધનુ' નામના કરુણપ્રશસ્તિ કાવ્યમાં શરુમાં શોક અને પછી શાંતિનો અનુભવ વ્યક્ત થયો છે. પોતાના સદૂગત બાળકને પ્રભુપ્રભાના એક “રશ્મિ' તરીકે કવિ ઓળખાવે છે. કવિનો માહ્યલો સ્તવી ઊઠે છે. મેં મૃત્યુઆંક મુજબાલસંગે સૂતેલ જોયાં શિશુઓ અસંખ્ય” પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust