________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 211 “દેવળપરમ મૃત્યુદેવપદે લળવાનો જાણે પરિતોષ જાણે પિયામિલનનો પ્રાણ મહાશોષ” 94 “સ્વલ્પચિંતન'માં કવિ જીવન તેમજ મૃત્યવિષયક ચિંતન રજૂ કરે છે. અવ્યક્તમાંથી વ્યક્ત બનતા તત્ત્વને જીવન તથા વ્યક્ત અવ્યક્તમાં ભળે એને જ શું મરણ કહેવાનું હશે? તેઓ મૃત્યુના રહસ્યને ઘેરું ને અસ્પષ્ટ કહે છે. મૃત્યુ પારનું જીવન કેવું હશે? આ સનાતન પ્રશ્ન આ કવિ પણ પૂછી નાખે છે. ને છતાં મૃત્યુ પરત્વેની નિર્ભયતા તો તેઓ વ્યક્ત કરે જ છે. મૃત્યરૂપી બાલ ભલે ને દંશ દે આત્માનાં ઉડ્ડયન અપાર' જીવનસાતત્યના જળને વિધાતાએ મૃત્યુની પાળ બાંધી છે. પણ પેલો આત્મા એ પાળનેય તોડી ઊડી જાય છે, ક્યાંક દૂર દૂર.... જીવનનો પ્રારંભ, શું ત્યાં જ શરૂ મૃત્યુ?” કવિ મૃત્યુને એક બાજુ અતિથિ કહે છે. તો બીજી બાજુ માગણ. - ૧૯૮૬માં રતુભાઈ દેસાઈ “યાત્રા-પથનો-આલાપ’ પુસ્તક આપે છે. જેને અમૃતલાલ યાજ્ઞિકે “અંતર્યામીની દર્શનયાત્રા' તરીકે ઓળખાવ્યું છે. કવિ કહે છે “જે રાખની ઢગલીમાંથી આપણે પ્રગટ્યા છીએ તે જ રાખની ઢગલીમાં આપણે પોઢી જનારા છીએ.” ઉપ પ્રત્યેક જન્મગાંઠે આપણે એક ગાંઠ છોડીએ છીએ, ને બીજી વધુ એક બાંધીએ છીએ. જન્મ ને મૃત્યુને જુદાં પાડી શકાતાં નથી. એકની વાત કરતાં બીજાની વાત કરવી પડે છે. કવિ કહે “જન્મ પર તમારો અધિકાર ન હતો અને મૃત્યુ પર પણ તમારો અંકુશ હશે નહિ” 9 કવિ મૃત્યુને એક પવન' તરીકે ઓળખાવે છે. જે પાકેલાં ફળોને તેની ડાળથી છૂટાં પડે છે. પરિણામે તે રસાળ ભૂમિમાં વેરાઈ જઈ ફરી તે નવવૃક્ષ રૂપે પ્રગટે. મૃત્યુની વ્યાખ્યા આપતાં કવિ કહે છે. * “મરવું એટલે પવનની પીઠે ચડી અનંતની ક્ષિતિજોમાં અલોપ થઈ જવું” 97 મૃત્યુને કવિ જીવનનો નહિ, જિજીવિષાનો અંત ગણે છે. જીવનનો પિંડ મૃત્યુનો અભિનવ સ્પર્શ પામીને નવલ આકૃતિ ધારણ કરવા ઝંખતો પિંડ છે. મૃત્યુને ધીરતાથી લાડપૂર્વક ને લાલિત્યસહ ભેટવાની વાત કરે છે. જીવનમાં અનિશ્ચિતતા છે. જ્યારે મૃત્યુ તો નિશ્ચિત છે. કવિ કહે છે. “અગમ્ય આવિષ્કારોથી સભર જીવનનો અંતિમ આવિષ્કાર તે મૃત્યુ?” << કવિ કહે છે. “જીવનની બંસરીમાં જે પળે સૂર વહેતો થયો તેને માનવે જન્મ ગણ્યો. જીવન બંસરીમાંથી જે દિને સૂર વહેતો બંધ થયો તે મૃત્યુ.” 99 એકએક જન્મદિન મૃત્યુ તરફની ગતિ, ને મૃત્યુદિન નવા જન્મની શરૂઆત. કવિ પોતાના મૃત્યુને “વેશપલટો' કહે છે. કવિને પુનર્જન્મમાં કદાચ શ્રદ્ધા છે. તેથી ફરીવાર જરકશી જામો અને મલમલી ટોપી પહેરી તેઓ આ સૃષ્ટિમાં સૌની વચ્ચે આવવાના. કવિ વિદાય વેળાએ પણ મૌનનો ભંગ ન કરવા જ સૌને વિનવે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust