________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 213 જન્મ, જીવન, મૃત્યુમાં આદિશક્તિનો વ્યાપક વિલાસ નિહાળતા કવિને કાલોસ્મિ વદતા કાળભગવાનની શક્તિનો સાક્ષાત્કાર પમાય છે. મૃત્યરૂપી અંજનથી માનવના ચક્ષુને નવું તેજ મળતું હોવાનુંય કવિ કહે છે. ઈશ્વરશ્રદ્ધાના બળે કરીને પછી ચિત્તલોભ ઓસરી જાય છે. કવિ સર્વત્ર મૃત બાળકનાં દર્શન કરે છે. શશિમાં બાલમુખનું માધુર્ય, તારાઓમાં બાળકનાં નેત્ર, જગતનાં બાળકોનાં હાસ્યમાં પોતાના બાળકના ઓઠનું વિકસન નિહાળી, હૈયામાં પ્રકૃતિની રંગલીલા જોઈ શિશુની હર્ષસમૃદ્ધિનો કવિ અનુભવ કરે છે. “મૃત્યુના હસ્તથી બાલ રેલાયો વિશ્વમાં દિસે અદશ્ય થઈને પાછો | નવરૂપ ધરી રમે” મૃત્યુએ તો બાળકને વિશ્વવ્યાપી બનાવી દીધો. સમસ્તમાં વ્યસ્ત ને વ્યસ્તમાં સમસ્ત, અદષ્ટમાં દષ્ટ, ને દૃષ્ટમાં અદષ્ટનો અનુભવ કવિને થાય છે. નરસિંહરાવના મૃત્યુ નિમિત્તે “વાઘનાશ' કાવ્યમાં કવિ કહે છે “વાઘ ફૂટી, શીર્ણ, વિશીર્ણ બને તોપણ એનું વિરાટ સંગીત આથમતું નથી. કશાનો નાશ થતો નથી. માત્ર સ્વરૂપ બદલાય છે. જીવનપ્રવાહ સતત વહે છે. નવા રૂપે જીવન વિલસે છે. એ ભાવ નરસિંહરાવની જેમ બેટાઈ પણ અનુભવે છે. સ્વજનમૃત્યુ કવિ દષ્ટિને વિશાળ બનાવે છે. મિત્ર રવિશંકર દવેના અવસાન નિમિત્તે લખાયેલા કાવ્યમાં પણ પ્રકૃતિનાં તત્ત્વોમાં થતું મિત્રદર્શન કવિની વિશાળ દષ્ટિનો પરિચય આપે છે. વિલીન થયેલા મિત્રમિતને છીપલામાં તેઓ શોધતા. સૂક્ષ્મ મૈત્રીઝરણું સતત વહેતું હોવાની પ્રતીતિ એમને થતી. “સૂક્ષ્મદર્શન' નામના સ્મરણાંજલિ કાવ્યમાં પણ, સગત મિત્રે ધરેલાં અનેક સ્મૃતિદેહનો કવિને અનુભવ થયાની વાત રજૂ થઈ છે. મિત્રના અવસાને મોહની ભેખડો તોડી નાખતાં સૂક્ષ્મતાનું સૌદર્ય કવિને દષ્ટિગોચર થાય છે. એને તેઓ ભૂલવા માગતા નથી. મૃત્યુ પછીના પ્રદેશની, બ્રહ્મમાર્ગના પ્રવાસની વાત “કેડી' કાવ્યમાં થઈ છે. જે મૃત્યુને સમજી શકે, તે એનો સહર્ષ સ્વીકાર કરી શકે. ને એ જ જ્ઞાની કહેવાય. આગળ ગયેલા પ્રવાસીઓએ કંડારેલી આ કેડીએ જોગીભોગીના ભેદ નથી. મૃત્યુની દષ્ટિએ સૌ સમાન, પણ આત્મજ્ઞાની જ મૃત્યુને મિત્ર બનાવી શકે. ૧૯પરમાં બેટાઈનો ‘વિશેષાંજલિ સંગ્રહ બહાર પડે છે. જીવનયાત્રાના વસમાપણાને જન્મની ફેરશિક્ષા'માં રૂપકાત્મક રીતે કવિ નિરૂપે છે. જેમાં ફરી ન જન્મવાની તેમની ઝંખના (મુક્તિ) પ્રગટ થઈ છે. કવિ જન્મ અને મૃત્યુને કાયાના બે “તટ' કહે છે. મૃત્યુ દુઃખદ ન લાગતું હોવા છતાં જન્મની જાગૃતિ વચ્ચે પાછી “મૃત્યુ છાયા કેમ ઢાળી ?' એવો પ્રશ્ન તો ઊઠે જ છે. (‘પૂછવુંયે અનંત') અત્ર તત્ર સર્વત્ર વરસતા પરમ શાશ્વત સત ના આવિષ્કારો તરીકે કવિ જન્મ અને મૃત્યુને ઓળખાવે છે. તો બીજી બાજુ મૃત્યુને સોનાની થાળીમાં લોઢાની મેખ પણ કહે છે. તો વળી લોનાવાલાના Tower of silence' જોઈ સ્ફરેલા “શાંતિતીર્થ' કાવ્યમાં કવિ મૃત્યુને “શાંતિનિર્ઝરણ' કહે છે. નવા જન્મના આનંદનો કવિ સહર્ષ સ્વીકાર કરવા તૈયાર છે. ' ' “લેશે પ્રગાઢતમ નીંદર મત્યની એ છે કે :ને જાગશું ફરી વળી નવ જન્મ લેશું 103 - P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust