________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 216 - અંક એકે ચડ્યા વદંત યમરાજની અકળ પલ્લવીની કળા” 09 અનેક માનવો મૃત્યુ પામે છે. બાકી રહેનારના ચિત્તે આંકો સરખોય નથી પડતો. યમરાજની અકળ કલા આ સત્ય આપણને સમજાવે છે. “સુધા પીવી' કાવ્યમાં કવિની અમર થવાની અનિચ્છા વ્યક્ત થઈ છે. “દ્રૌપદી' કાવ્યમાં સુંદરમ્ દ્રૌપદીના વિશિષ્ટ વ્યક્તિત્ત્વને શબ્દબદ્ધ કરે છે. કુરુક્ષેત્રના સ્મશાનમાં ચિતાના શતશઃ અગ્નિને જોઈ અગ્નિજા કંઈક વિચારતી જીવનના અંતે જીવનના પર્વત પરથી મૃત્યુની કરાડમાં ગબડી પડે છે. મૃત્યુની હિમાળી આંધી જીવનની ઉષ્માને ઠારી દે છે. “અગ્નિની દુહિતા કેરી ચિતા હિમમાં થઈ” 110 વિધિની વિચિત્રતા એ કે અગ્નિદુહિતાની ચિતા હિમાલયે થઈ. “સ્વ. પંડિત નારાયણ મો. ખરને અપાયેલી અંજલિ, એક ઉત્તમ કાવ્ય છે. (“કાવ્યમંગલા') સદ્ગતનાં ગીતો કવિને, મૃત્યુને જીતવાનું બળ પૂરતું પાડતાં. “અબ હમ અમર ભયે, ન મરેંગે'ની સુરાવલિના આશ્વાસને વિયોગની કપરી વેદનાઓ ડૂબી જતી ને મૃત્યુ જાતે જ જાણે મૃત્યુ પામતું. પંડિતજીના મૃત્યુનું અનુપમ દિવ્યદર્શન કરાવતાં પાંદડી પ્રભુ સાથે જોડાઈ ગયાનું કવિ જણાવે છે. અહીં મૃત્યુને સુંદરમે નાસતું, બીતું, હાંફતું પશુ કહ્યું છે. કવિ શ્રીધરાણી એકવીસ વર્ષની ઉંમરે કાળગંગાને સામે પાર બિરાજતા જગતના રાજાધિરાજને પડકાર ફેંકે છે. ને એને બારણે કહેણ પાઠવ્યા વિના પહોંચી જવાની તમન્ના વ્યક્ત કરે છે. અનેક જન્મોના, ચકરાવામાં પડવા છતાં ધ્રુવ તત્ત્વ ન પમાયાનો અફસોસ એકવીસમે વર્ષે'માં વ્યક્ત થયો છે. જિંદગી કે મૃત્યુ એકેયનું રહસ્ય પોતે જાણતા ન હોવાની વ્યથા અહીં વ્યક્ત થઈ છે. પોતાની જાતને તુલસીના છોડની સાથે સરખાવવામાં એક એક વર્ષને અગ્નિદાહ આપવા જવાની વાત કરે છે. જેથી પછી મૃત્યુનો ભય ન રહે. પોતાનાં વર્ષોને અગ્નિદાહ આપતાં શ્રીધરાણી કહે છે. કરી કઠણ ઠાઠડી શિર ધરી સ્મશાને ગયાં મૂક્યાં સકલ લાકડાં જરીક આગ વનિ થયો” 11 તો “અમૃતના ઉંબરમાં વરવાં મોત ઊભાંની વ્યથા વ્યક્ત થઈ છે. મૃત્યુને મહાત કરી શકે એ જ અમૃતને દ્વાર પહોંચી શકે ને ? પણ કવિ શ્રીધરાણી મૃત્યુથી કદી ડર્યા ન હતા. ગાંધીયુગના ભેખધારી કવિ ખરા ને ? તેથી તો તેઓ મૃત્યુને “સુગંધીવાયુ” કહે છે. (“મૃત્યુને) મૃત્યુનો સ્પર્શ ધન્ય હોવાનું કહેતા આ કવિ અનેરા અદેશ્ય કાવ્યને ગાઈ ઊઠે છે. કવિ મૃત્યુને સુંદર કરુણતા કહે છે. એ સુંદર કરુણભાવ એમને ગમી પણ જાય છે. પણ તરત જ પાછો એક થથરાવતો વિચાર આવે છે. “મૃત્યુ પણ આમ જે એક દિવસ ચિતામાં બળીને ખાખ થઈ જશે. ને તો તો પછી પેલું કરણ સૌદર્ય નષ્ટ થઈ જાય. કવિ હિંમત હારી જાય છે. મૃત્યુને બળેલી ઝળેલી કુરૂપ સ્થિતિમાં તેઓ જોવા માગતા નથી. (ભલે કરુણ પણ એ સુંદર તો હોવું જ જોઈએ). કવિ શ્રીધરાણી મૃત્યુને અહીં માનવીય રૂપે કંડારે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust