________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 380 “વાયસ ઊડ્યા રે - કંઠેથી લઈને વાયકા રે” 38 (વાયસ-જીવનું પ્રતીક ?) ડૂળ્યા હાડમાંસનાં વહાણ કે જાગો વણઝારા રે મરસિયા પ્રકારનું ગીત છે. વણઝારાની આંખ ઊઘડતી નથી. પાંખ ફફડતી નથી. “વણઝારા નિંદરિયા રે' સ્વજન મૃત્યુને કારણે ચારેબાજુ ચોધાર આંખનું અંધારું ઘૂઘવે છે. કાવ્યનાયકના અસ્તિત્વમાંથી પંચમહાભૂત નામની નગરી અળગી થઈ જાય છે. ને એ સાથે પેલા પડછાયાનું સગપણ પણ અળગું થઈ જાય છે. “ગર્ભસ્થ' કાવ્યમાં આકસ્મિક મૃત્યુનો સંકેત છે. અંધારાજળ વચ્ચે તબડક દોડતા ઘોડા મૃત્યુના આગમનનું સૂચક છે. મરણ અને જન્મની ઘટનાઓના તંતુ સતત લંબાતા રહે છે, ને શ્વાસના અંતિમ છેડા સુધી માનવજાતને એ પીડા આપે છે. મોટેરાઓની હયાતીમાં નાનાં બાળ મરે ત્યારે વેદનાની પરાકોટિ સર્જાય છે. વીરુ પુરોહિત ૧૯૮૩માં ‘વાંસ થકી વહાવેલી' કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “શિશુમૃત્યુ કાવ્યમાં બાળકના મૃત્યુ સમયની માબાપની સંવેદના રજૂ થઈ છે. પિતાનો હાથ મૃત શિશુના ઝબલાને એના ડિલથી ઉતારતાં ખૂબ ઘૂજ્યો હતો. ભૂતકાળમાં “શિશુના મોંમાં પંડો મૂકી હબુક કોળિયો' કહેતો હાથ, મૃત્યુ પામેલા બાળકની છાતી પર પ્રૂજતે હાથે પેંડો મૂકે છે. કરુણની પરિસીમા ત્યાં આવે છે, શિશુની મા કહે છે “રન્નાદેના રથ ફરી રોકી રોકીને કેટલાંક વરદાન માંગવાં' ? રન્નાદેના વરદાનસમાં બાળકોને મૃત્યુદેવ ટપ લઈ લે રામપ્રસાદ દવે ૧૯૮૩માં તન્મય' પ્રકાશિત કરે છે. મિત્રો સ્વ. જનાર્દન વૈદ્ય અને સ્વ. બહાદુરશાહ પંડિતની સ્મૃતિને આ સંગ્રહ કવિએ અર્પણ કર્યો છે. સદ્ગત મિત્રોના શ્વાસ સાથે પોતાના શ્વાસ એક ખરલમાં ચૂંટાયા હોવાનું તેઓ કહે છે. મિત્રોનાં અવસાનનો એવો તો આઘાત લાગ્યો છે કે તેઓ મિત્રોને અલવિદા ન દઈ શક્યા. ૧૯૮૮માં મણિલાલ હ. પટેલ “સાતમી ઋતુ' સંગ્રહ પ્રકાશિત કરે છે. સ્વજનનું મૃત્યુ થતાં ક્યાંક ચૂડી ફૂટે છે, ચાંલ્લો ભૂંસાય છે. આંખોના કૂવા ઉલેચાય છે. અશ્રુધાર વહે છે. બધું સૂનમૂન ને સ્તબ્ધ બને છે. ચારે તરફ ઝંઝાવાત પછીની શાંતિ છે. કવિ કહે છે “ખારું ખારું કાળું ઘાસ ચરતા પાડાને ધરવ નથી. | વિનોદ જોશી ૧૯૮૪માં “પરંતુ' લઈને આવે છે. જીવનને કાંઠે એકલી ઝૂરતી કાવ્યનાયિકાની વ્યથા “હો પિયુજી'માં વ્યક્ત થઈ છે. જીવનના બટકણિયા જળની વચ્ચે, સુખનાં ગુલાબ તથા ગલગોટા વીણવા મથતી અણસમજુ નાયિકાને હાથમાં તો આવે છે. અવાવરુ પરપોટા જ. પતિ જતાં કંકણ, તથા સોગઠાબાજીનાં સોગટાં સૂનાં થયાં છે. નજરના કૃપામાં ઝળઝળિયાં ભર્યા છે. “જત લખવાનું આટલું યાને વિમલીનો પત્ર'માં પ્રિયતમાના પત્રનો નિર્દેશ કરી દેદાના મરસિયાનો સંદર્ભ ગૂંથી કવિ કરુણને ઘેરો બનાવે છે. પ્રિયજન જતાં જાણે આંસુમાં નાહી નેણને નેવે જળની સોસો દાંડલી તરફડતી હોવાનું કાવ્યનાયિકા કહે છે. “કકડભૂસ આકાશ કાગળ ઉપર ખાબક” સ્વજન જતાં હયાત સ્વજનના તૂટી પડતા જીવન આકાશનું આ વર્ણન છે. દક્ષા દેસાઈ ૧૯૮૪માં “શબ્દાંચલ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “ગામને મોભારેમાં કરૂણની છાયા વ્યક્ત થઈ છે. કોઈકનું સૌભાગ્યકંકણ નંદવાય છે. એ દુઃખમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust