SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 379 પ્રશ્નોની વેદનાસભર અભિવ્યક્તિ છે. રાતોમાં દીવડાને ઠાર્યા પછી કોણ શ્વાસ સુધી આમ આવી અટક્યા કરે ?" 35 અધવચ્ચે સથવારા છૂટ્યા પછી ગમતીલું ગીત શી રીતે ગવાય? મોર ઊડી જાય, ને છતાં તોરણ ટળવળે (“જેવું હોય છે') કહી જમન કુંડારિયા કોઈક આંસુભીના તોરણની આંસુભીની વેદના ઠાલવે છે. “યાદમાં પ્રેમ, મૃત્યુ, કરુણનું સંયોજન છે. નાયિકા ભરમધરાતે સ્વજનનું સ્મરણ કરે છે. ચપટીભર કંકુ સેંથીએથી ખર્યાનું યાદ આવે છે. (સૌભાગ્ય વિલાયાની યાદ)ને પ્રિયજનના વિરહ અસ્તિત્વ મીણની જેમ ઓગળે છે. ૧૯૮૧માં મનોહર ત્રિવેદી “ફરી નૌકા લઈને આવે છે. “મૂકી ચાલ્યા'માં યાદના કલરવને મૂકીને સંસાર વચ્ચેથી ચાલ્યા ગયેલા સ્વજનની યાદમાં ગોધૂલિવેળાનો અવસર ત્વચામાં થરકતો અનુભવાય છે. ઝળહળતાં આંસુમાં દીવાની શગ પ્રતિબિંબાય છે. ઉદાસ માણો ઘડીભર અહીં જાણે ઉત્સવ બની જાય છે. કવિ યોગેશ્વરજીએ તેમનાં માતાજી જયોતિર્મયીનો સ્વર્ગવાસ થતાં “તર્પણ” નામનો કર!પ્રશસ્તિ સંગ્રહ આપ્યો છે. સ્મશાનગૃહે બાને અગ્નિદાહ આપી પાછા ફરતાં બાને નહિ, પણ પોતે પોતાની જાતને વળાવી પાછા આવ્યાની અનુભૂતિ થઈ હતી. આ કવિ અધ્યાત્મપુરુષ હોવાથી, એમને સ્વજન મૃત્યુની વેદના પરિતાપનો અનુભવ નથી કરાવતી, ને છતાં બે નયનો મીંચતી વેળાનો માનો એ કરુણાસભર ચહેરો તેઓ હજુ ભૂલ્યા નથી. મૃત્યુને દિવ્યમંગલ અવસર કહીએ છીએ ખરા, ને છતાં સ્વજનમૃત્યુ આપણને હલબલાવી નાખે છે. યોગેશ્વરજીને માના મૃત્યુથી વ્યથા તો જરૂર થઈ છે. મરનાર સાથેના સઘળા સંપર્ક છૂટી જતાં સ્મૃતિઓ પ્રબળતમ બની કવિના અંતરતમને સંવેદને છલકાવે છે. “શરીરમૃત, એ સ્મશાનયાત્રા ચિતા સળગતી જ્વાળા ભસ્મીભૂત સઘળું, તીર્થોનું અંતિમ અસ્થિવિસર્જન” 30 માની સળગતી ચિતા નજરસમક્ષ જીવત બની હૃદયને વ્યથિત કરે છે. - ૧૯૮૨માં “ભમ્મરિયું મધ સંગ્રહ લઈને કવિ જિતેન્દ્ર વ્યાસ આવે છે. “ખાલીપો ધૂમરાય” પ્રતીકાત્મક કાવ્ય છે. સ્વજનના મૃત્યુ સમયની સ્થિતિનો અહીં કવિએ ચિતાર આપ્યો છે. પૈ સિંચાયા લઈ મુજ મતા વૈલડું હાલ્ય” 37 હૃદયસંપત્તિ લઈ ચાલી નીકળેલું વેલડું, નિકટના સ્વજનમૃત્યુનું પ્રતીક છે. સ્વજનો પાદર વળાવી પાછાં ઘેર આવે છે, સ્વજનના મૃત્યુ સાથે સંબંધની ગાંઠ જાણે એક જ ઝાટકે છૂટી જાય છે. જયેન્દ્ર શેખડીવાળા ૧૯૮૨માં “કલ્કિ' લઈને આવે છે. “ઝૂરણ મરસિયું” કાવ્યમાં સ્વજનના મૃત્યુ નિમિત્તે અનુભવાયેલી સંવેદનાને વાચા અપાઈ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy