________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 367 નિમિત્તે રચાયેલી કૃતિઓમાં યશવંત ત્રિવેદીના “પરિદેવના'ની રચનાઓ નોંધપાત્ર છે. - સુરેશ જોષીએ રૂઢ કાવ્યવિભાવનાને મૂળસોતી ઉખેડી નાખી. અભિવ્યક્તિનાં નવાં દ્વાર તેઓએ ખોલી આપ્યાં. એ પછી આજ સુધી અદ્યતન કવિતાના પ્રયોગોએ કવિતા જગતમાં એક નવું અનેરું પરિમાણ ઊભું કર્યું છે. માનવના જીવનના મૂળમાંજ કશીક અસહાયતા, તથા લાચારી પડેલી છે. જે જીવનને વિષાદ અને વેદનાથી ઘેરી લે છે. સુરેશ જોષીએ ચેતનાની વૈયક્તિક પીઠિકા પરથી આધુનિક યુગચેતનાને આકારિત કરી છે. ડૉ. સુમન શાહ કહે છે, “સુરેશભાઈનો કવિ-અવાજ આપણી અર્વાચીન અને આધુનિક બેય કાવ્યપરંપરામાંથી નોખો પડી ગયેલો છે.” 1 જે મધુર અને મંગલ લાગતું હતું, તે હવે વિષાદગ્રસ્ત અને ધૂંધળું દીસે છે. જે જોયું હતું એ બ્રાન્તિ હતી અને જે દેખાય છે, અનુભવાય છે, તે જ વાસ્તવિક છે. એવી પ્રતીતિ ઘેરી બનતી રહી. આ દર્શને મનુષ્યને અંતર્મુખ બનાવ્યો.” આ નૂતન સૃષ્ટિમાં નિર્ભાન્તિજન્ય શૂન્યતામાંથી જન્મેલી એક અમૂર્ધા ધબકે છે. છતાં મૃત્યુ મળતું તો નથી જ.” 3 - સુરેશભાઈની કવિતાનો નાયક મરણોન્મુખ છે. મૃણાલની નિપ્પલક પ્રતીક્ષા મરણની દિશાને જ ખોલી રહે છે. “પંખીના સશક્ત ચિત્ર વડે કવિએ મૃણાલના મરણને સુંદર રીતે વ્યંજિત કર્યું છે.” * અદ્યતન કવિતામાં મૃત્યુ કરુણરૂપે આજનો માનવ નિર્વેદ અને પીડાથી એટલો ટેવાઈ ગયો છે, તેથી સાચી કરુણ ઘટનાઓ પણ એને આઘાત આપી શકતી નથી. સ્વજનોનાં મૃત્યુ એને હલાવી શકતાં નથી. એ પહેલાં જ એ સંવેદનશૂન્ય બની ગયો છે. મૃત્યુ એ “કરુણ' નહિ, કેવળ “ઘટના” જ બની ગઈ છે. સમય લંબાતો જાય છે. સુરેશ જોષીના કાવ્યનાયકને અપેક્ષા છે નાટકના અંતની, મૃત્યુની, છુટકારાની. મૃત્યુ હવે મોક્ષ પણ નથી, મુક્તિ પણ નથી, એ હવે મંગલ’ પણ નથી રહ્યું. આજના માનવને જન્મનો આનંદ નથી, ને મરણનું દુઃખ નથી. આવા માનવનું પ્રતિનિધિત્વ આજની કવિતા કરે છે. સુરેશ જોષી એના પુરસ્કર્તા બન્યા. તેથી સ્વાભાવિક રીતે જ એમની કવિતામાં મૃત્યુ કરુણરૂપે ખાસ આવતું નથી. રાધેશ્યામ શર્મા ૧૯૬૩માં “આંસુ અને ચાંદરણું'ની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરે છે. એમની કૃતિઓમાં રઘુવીરે delicious pain' માણ્યું તો કેટલીક કૃતિઓનો આંતર્લય એમને સ્પર્શી ગયો. “શ્રીમંત વિધવા' કાવ્યમાં પતિના મૃત્યુ બાદ વિધવાની થતી અવદશાનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજા એક કાવ્યમાં પણ કવિએ વિધવા સ્ત્રીના દુઃસ્વપ્નની યાતનાને વર્ણવી છે. સ્વપ્નમાં પોતાનાં સ્તનોને હંસયુગલ બની ઊડી જતાં એ જુએ છે, ને પછી ધ્રૂજતો નિઃશ્વાસ નાખે છે. “અપૂર્વની આંખોમાં હમેશ માટે પોઢી ગયેલા બાળકો માટેનો વલોપાત વ્યક્ત થયો છે. કાળા કાંઠે મૃત અપુને મણ મીઠા હેઠળ દાટતા પૂર્વે તેનો પહેલો ખરો બાપ ધોળું ખાંપણ ઉતરડી લે છે. ને કાવ્યનાયક ગંગાજમના વહાવે છે. રાધેશ્યામે થોડાંક હાઈક પણ લખ્યાં છે. પીસ્તાળીસમા હાઈકુમાં વૃદ્ધત્વને આરે ઝૂલતા, માનવના લટકતા મૃત્યુનું સૂચન કરાયું છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust