________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 366 ગુમાવ્યો છે. માનવ-માનવ વચ્ચેના સંબંધોમાં પ્રવેશેલી કૃતતા, દેખાડો, વિરચ્છન્નતા, જુગુપ્સા અને વિદ્વેષની જવાળાને આજનો કવિ તીક્ષ્ણ નજરે જુએ છે, અનુભવે છે. નિર્ભાન્તિમાંથી જન્મતી હતાશા કવિને અંધકાર, ઘુવડ ને સ્મશાનની વાત કરવા પ્રેરે છે. પ્રબળ જિજીવિષા અને કોઈપણ પળે આવી પડનારા અનિવાર્ય મરણના ભયની વચ્ચે આજનો માનવ ઝોલાં ખાય છે. ભારે વલોપાત સાથે મૃત્યુને પાછું હડસેલવાની મથામણ કરતા રાવજી પટેલ ક્યારેક ટાઢપથી, જાણે કોઈ નિરાંતની પળ આવવાની હોય તેમ મૃત્યુનો સ્વીકાર પણ કરે છે. તો કવિ ચંદ્રકાંત શેઠ વ્યાકુળ થઈને મોતની યાચના કરે છે. આજનો કવિ મૃત્યુમાં કોઈ મંગલતા જોઈ શકતો નથી, મૃત્યુની વિભાવના બદલાઈ છે. વિચ્છિન્ન જગતમાં આજનો કવિ પ્રેમ પણ ગણિતની ભાષામાં વ્યક્ત કરે છે. એને માટે સમય વિદ્વેષનો વિષય બન્યો છે. સમય એને ખંડિત, વંધ્ય કે નપુંસક લાગે છે. સુરેશ જોષીને “કાળના મહીઅરમાં વિષના કૂતકાર' દેખાય છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને “કોઈના મૃતદેહ પર થીજી ગયેલા અશ્રુબિંદુરૂપે ચંદ્રનું દર્શન થાય છે. અદ્યતન કવિના વિદ્રોહનું ક્ષેત્ર પોતાની જાતથી માંડી ઈશ્વર સુધી વિસ્તરેલું છે. ઈશ્વર અને સ્વર્ગમાં આ કવિને શ્રદ્ધા નથી. લાભશંકર તો “મૃત્યુના ટીપામાં તણાતી ઈશ્વરની લાશને વગે કરવા સતત ઝઝૂમે છે. આજનો કવિ પોતાની તરફ જ વ્યંગનું તીર તાકીને યથાર્થને ઓળખવા મથે છે. રાવજી પટેલ મરસિયાનો ઉપયોગ કરીને જીવનની નિરર્થકતાને પ્રગટાવે છે. માનવજીવનની પોકળતા, વ્યર્થતા, દંભ, માનવ પ્રવૃત્તિની નિરર્થકતા માનવીની અગણિત ઇપ્સાઓ, ઝંખના કે વાંછનાઓ, એના તુચ્છ આનંદો અને આડંબર અને એ બધા ઉપર મૃત્યુની સર્વોપરીતા તથા મૃત્યુ દ્વારા વ્યંજિત થતી માનવની નિર્માલ્યતા સહજ રીતે ઉપસે છે. સિતાંશુ શબ્દ અને નાદની શક્તિ દ્વારા વર્ષોના આસ્ફાલનથી મૃત્યુનો સરિયલ અનુભવ શક્ય બનાવે છે. તો મહેશ દવેની ક્યૂબિસ્ટ કૃતિઓમાં સરિયલનાં તત્ત્વો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અસ્તિનાસ્તિની વચ્ચે ઝોલાં ખાતા અસ્તિત્વની ભીંસ, મૃત્યુની વિભીષિકા એમાં આલેખાય છે. એષણાઓનો ઉછળતો દરિયો મૃત્યુની નાવને હંકારી શકતો નથી, મૃત્યુની નાવમાં વહે છે મૃત્યુની ત્રસ્તતા. કવિ સુરેશ જોષી કલામાં રૂપવિધાનનો મહિમા કરે છે. ભાષા હવે માધ્યમ કે સાધન નહિ, સાધ્ય બને છે. શબ્દ પોતેજ ઘટના બની રહે, એની મથામણ છે. આજની કવિતા, માનવજાતની, એકવિધ અહંભાવી વ્યર્થ જીવનલીલાને કાળના વ્યાપક ફલક પર વ્યંજિત કરે છે. ગુલામ મોહમ્મદ શેખ ચિત્રકારની હેસિયતથી શબ્દ જોડે કામ પાડે છે. ચિત્રશૈલીનો આશ્રય લેતા કવિઓની કૃતિઓમાં પ્રતીક-કલ્પનનો લાભ વિશેષ પ્રમાણમાં લેવાતો જોવા મળે છે. મૃત્યુ જેવા અમૂર્ત ખ્યાલને મૂર્ત કરવા ગુલામ મોહમ્મદ શેખ ઈન્દ્રિયોથી આકલિત થતું એક કલ્પન રચે છે. રાવજી પટેલે મૃત્યમૂલક સંવેદનની અત્યંત નાજુક માવજત કરી છે. જાણે પાંચ ઇન્દ્રિયો મૃત્યુને એની તમામ સંવેદનશીલતા વડે અનુભવી રહે છે. (“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા') “રોલિંગશટર’માં અનિરુદ્ધ ગતિ, જન્મજન્માન્તર. જીવ સાથે વળગેલી અનેક બાબતોની ચક્રગતિ અને મૃત્યુ ભણીની ગતિના સંકેતો પ્રકટ કરે છે. આ ગાળામાં મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, તથા પ્રિયકાન્ત મણિયારના મૃત્યુ નિમિત્તે કેટલીક હૃદયસ્પર્શી અને ઊંચા કાવ્યસ્પર્શવાળી કરુણ કૃતિઓ રચાઈ છે. પ્રિયકાન્તના મૃત્યુ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust