________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 365 ૭-અદ્યતન યુગ પરિબળો બીજા વિશ્વયુદ્ધ પછી જગતે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કટોકટીનો અનુભવ કર્યો. આજના કવિને માનવની બધીજ પ્રવૃત્તિઓ નિરર્થક લાગે છે. અદ્યતન ગુજરાતી કવિતામાં પાશ્ચાત્ય સાહિત્યની અસરો ઝીલાવા માંડી. આઇન્સ્ટાઈને સાપેક્ષવાદની વાત મૂકીને વિચારજગતમાં નવું પરિવર્તન આણ્યું. પદાર્થવાદીઓ વર્તમાન, ભૂત, ભવિષ્ય એમ કાળનાં ત્રણ પરિમાણ જ ગણતા. આઇન્સ્ટાઇને ચોથું પરિમાણ Continum' આપ્યું. Continum એટલે ત્રિકાળથી પર, એકબીજા સાથે સાતત્ય ધરાવતી પળ, ભાષા કાળની વિભાવના પર નિર્ભર હોવાથી એનું માળખું પણ બદલાયું. સમયને મૃત્યુના એક માત્ર માપ તરીકે ઓળખવામાં આવતો, પણ હવે Time ની વિભાવના બદલાતાં મૃત્યુની વિભાવના પણ બદલાઈ. નિજોએ ઈશ્વરના અવસાનની વાત કરીને માનવની સદીઓ જૂની શ્રદ્ધા પર આઘાત કર્યો. સાત્રે એ અસ્તિત્વવાદને આધુનિકતા સાથે સાંકળ્યો. માનવ એમની વિચારધારાનું કેન્દ્ર બન્યો. સાસ્ત્રની વિચારધારાનું અંતિમ લક્ષ્ય સર્વશક્તિમાન અને સર્વસત્તાધીશ સ્વતંત્ર મનુષ્ય છે. અસ્તિત્વવાદીઓની હતાશા વ્યાપક માનવીય સંદર્ભની પાયાની અસંગતિમાંથી જન્મે છે. મૃત્યુની નિશ્ચિતતા એ માનવીય પરિસ્થિતિનું એક અનિવાર્ય અંગ છે. પણ એ ક્યારે, આવે એ કોઈ જાણતું ન હોવાથી, માનવ સદા ભયભીત રહે છે. મૃત્યુને કારણે માનવની બધી પ્રવૃત્તિ નિરર્થક નીવડે છે. માનવજીવનની વિષમતા એ છે કે પોતાના અસ્તિત્વ માટે એ પોતે જવાબદાર નથી. ને છતાં જિંદગીના અર્થની સંપૂર્ણ જવાબદારી એની છે અને એ પ્રકૃતિ, અન્ય વ્યક્તિઓ, સમાજ તથા મૃત્યુથી ઘેરાયેલો છે. માનવીના શૌર્યને મૂર્ખ ઠરાવતાં યંત્રોની વચ્ચે મૃત્યુ એક સ્વાભાવિક નગણ્ય ઘટના બની ગઈ. અમાનવીકરણ કે નિર્માનવીકરણની એક ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું. આંતરચેતનાના પ્રવાહની અભિવ્યક્તિમાં તમામ અસંગતિઓને સ્થાન અપાવા લાગ્યું. અદ્યતન કવિ કાવ્યરચના પરત્વે વિશેષ સભાન છે. બોદલેરે જગતના શુભ તત્ત્વોનો ઈન્કાર કરવા છતાં માનવના ગૂઢ રહસ્યનો સ્વીકાર કર્યો. તો માલામેં એ શૂન્યત્ત્વસભર કવિતાઓ આપી. અભિનવ સાથે સંગીતનો સુમેળ એમણે કર્યો. જ્યારે માલાર્મેના શિષ્ય વાલેરીએ, પ્રતીકકલ્પનોની નક્કરતાનો આગ્રહ રાખ્યો. પ્રેરણા નહિ પરંતુ કવિકર્મને વિશેષ પ્રાધાન્ય એમણે આપ્યું. આપણે ત્યાં આધુનિકોના અગ્રણી બન્યા સુરેશ જોષી. વાલેરીની વિચારધારાનો ઊંડો પ્રભાવ એમની કવિતા પર છે. કલાનાં મૂલ્યો બદલાયાં. સભાનતાપૂર્વક સર્જાતી કૃતિઓ હવે શબ્દો અને કલ્પનોની સૃષ્ટિ બની રહે છે. આકૃતિ, નિર્માણકલાનું પ્રાણભૂત તત્ત્વ મનાયું. પોતાને વિશેની નિત્કૃતિ એ જ કદાચ અદ્યતન કવિતાની મોટામાં મોટી વિશેષતા છે. પોતાના અસ્તિત્વનું એને કોઈ મૂલ્ય જણાતું નથી. જન્મ, જીવન અને મૃત્યુની નિરર્થકતાના અનુભવે માનવની ઓળખ અદશ્ય કરી. પરિણામે આજનો માનવ આત્મવિડંબના કરતો થયો છે. જીવનની જેમ મૃત્યુએ પણ પોતાની મહત્તા તેમજ અર્થ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust