________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 204 મૃત્યુ મૂંગી કથકલી રચે છે. મૃત્યુના અવિરત ચાલતા આ કથકલી નૃત્યથી ધરતી ડોલી ઊઠે છે. એ મૃત્યુનૃત્યથી દિશાઓની ઊંચી અડીખમ દીવાલો ખળભળી ઊઠે છે. પણ નૃત્યનાં . અમી કોઈથી સહેવાતાં નથી કે નથી ગમતી એની મધુરી શોભા કોઈને. કાયાથી આયુષ્યને અલગ શી રીતે પડાય? એ પ્રશ્ન કોયડો' કાવ્યમાં કવિ ઉપસ્થિત કરે છે. વિધાત્રી બસ સતત કાચી માટીનો ઘડો ઘડે છે. ફોડે છે, ફરી ઘડે છે. “મોતનાં ગાણાં'માં કવિ “મૃત્યુને મીઠું' કહે છે. ઇન્દુલાલ ગાંધીનો “શતદલ' સંગ્રહ પણ ૧૯૩૯માં જ પ્રગટ થાય છે. “હામ નથી'માં મૃત્યુને સુપેરે માણી શકવાના બળને મેળવવાની કાવ્યનાયક પ્રાર્થના કરે છે. દરદગ્રસ્ત બની દેહ સડી સડીને મરે એવું એ ઇચ્છતા નથી. કોઈ અગમ્ય પ્રદેશમાં, ને એકજ ઝાટકે કવિ મરવાનું પસંદ કરે છે. જ્યાં પછી મરનાર તથા બાકી રહેનાર કોઈને મોહમાયા ન સ્પર્શે. કવિ ઇન્દુલાલ જીવનને “ઝેર' ને “મરણ” ને “માધુરી' કહે છે. મરણ દુઃખમાંથી મુક્તિ અપાવે તેથી જ કવિ એને “માધુરી' કહે છે. “અંતકાળે કોઈ સગું થવાનું નથી એ સત્ય “ખમૈયા રાખો'માં રજૂ કરી પોતાના શબશરીરને સ્મશાને જાતેજ ઊંચકી લઈ જવાની વાત કવિ કરે છે. સદ્ગત સખિને “રસસંજીવની' તરીકે ઓળખાવતા કવિને જ્ઞાનપ્રકાશ લાધતાં મૃત્યુની અનિવાર્યતા સમજાય છે. જો કે ભૂતકાળના પ્રણયપ્રસંગો તેઓ ભૂલી શકતા નથી. “અશેષ', “શ્રેષ્ઠતા આમ તો ગૌતમના ગૃહત્યાગને નિરૂપે છે. શરીરને પ્રાણથી અલગ કરી સૌ મરણને મળવા માટે જ ન જીવતા હોય? એવો પ્રશ્ન કવિ કરે છે. પવનની પાવડીએ ચડી વિશ્વને વીંટી વળતા નિધનનું વર્ણન કરતાં કવિ કહે છે. “થોર શી રુક્ષ એની હથેળી મહીં કમલ હૈં પોઢવાની અપેક્ષા શિશિર ને ગ્રીષ્મનાં ગીત ધરીશ હું અંકમાં આત્મભક્ષા” 82 “સારથિ' કાવ્યમાં મૃત્યુને કવિ અનંતજગકાલના ક્રાંતિચક્ર તરીકે ઓળખાવે છે. મૃત્યુને તેઓ પરમલક્ષ્ય કે નૂતન પ્રભાની “કેડી' તરીકે ઓળખતા નથી. ૧૯૬રમાં ઇન્દુલાલ ઉત્તરીય સંગ્રહ પ્રગટ કરે છે. મૃત્યુમાં આયુષ્યની નૂતન કેડીનું કવિને દર્શન થાય છે. “હું નહિ હોઉં ત્યારે'માં મૃત્યુ સાથેના હૃદયયુદ્ધની કવિ વાત કરે છે. ૧૭૧૨/૬૧ની સાંજે કવિતા લખતાં રાત્રે દસ વાગ્યે પોતે જીત્યાની ને મૃત્યુ હાર્યાની તેઓ અનુભૂતિ કરે છે. કવિ અહીં સરસ કલ્પના કરે છે. પોતે નહિ હોય ત્યારે ધરતી પરની સુંદરતા, કુરૂપતા, સ્વાર્થ, અંધારાં, અજવાળાં, ચાંદા સૂરજના તેજ બધું હોવાનું. કવિની શ્રદ્ધા એવી છે કે કવિ કદી મરતો નથી'. એકમેકની આંખોમાં ચિરયૌવના કવિતા કેરું સ્મિત હશે. અનેક કંઠમહીં યૌવનનું - અણકરમાયું ગીત હશે. એક એક હૈયામાં મારી P.P. Ac. Gunratnasuri M.S. પરમચિંતન પ્રીત હશે Jun Gun Aaradhak Trust