SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 462 અદ્યતનયુગ - મૃત્યુઝંખના અને તેનું સ્વરૂપ પ્રભુ તેમજ પોતાને અનંતરૂપે ઓળખાવતાં કવયિત્રી સુશીલા ઝવેરી મૃત્યુ અંગેની નિર્ભયતા, તથા પુનર્જન્મ પ્રત્યે નિશ્ચિતતાને પોતાની દિનચર્યામાં ઓતપ્રોત કરવા ઇચ્છે છે. “વહેતા સમય જેવી જિંદગી અચાનક સ્પર્શી જતા તેઓ ઇચ્છે છે પવન જેવું મૃત્યુ જ ચંદ્રકાંત શેઠને થોડાક મીઠા મીઠા હૂંફાળા હૂંફાળા મોતની ઝંખના છે. (‘પડઘાની પેલે પાર') એમને હદથીયે પાર જવું છે. પછી ભલે ચેતનામાં બધાં રાજ આથમી જાય. કવિ અનિલ જોશીએ “એક મૃત્યુકાવ્ય”માં વિશિષ્ટ પ્રકારના મૃત્યુની ઝંખના કરી છે. ધોધમાર પાણી વરસતું હોય, ટહુકાના શિખર ઉપરથી મોરલાઓ કેડીની માફક ગબડી પડતા હોય, ....છાતીમાં ખીલાની જેમ ઠોકાઈ જતું દર્દ વ્હાલુંછમ લાગતું હોય. પોતાના ગામની બધીજ માતાઓ પોતાના આઘાપાછાં થયેલાં રખડુ છોકરાંઓ વિષે ચિંતાભરી પૂછપરછો કરતી હોય, તેઓ ભીંજાતા કોઈ રંગીન પતંગિયાની પાછળ ગાંડાતૂર બનીને હરિયાળાં ખેતરમાં. હડિયાપટી કાઢતા હોય. તે જ ક્ષણે આકાશમાંથી એક ભયંકર કડાકા સાથે વીજળી એમના પર ત્રાટકી પડે, ને એમનું શરીર ભડથું થઈને ડાંગરની ક્યારીમાં છમ્મ કરતું ફેંકાઈ જાય તો જ શરીર છોડ્યાની સાચી લાગણી થઈ શકે. કવયિત્રી જયા મહેતા સહજ સ્વસ્થ મૃત્યુની ઝંખના વ્યક્ત કરે છે. મૃત્યુ પામતાં પહેલાં સામાન્યપણે શ્વાસ ઊંડા ઉતરવા માંડે, શરીર આખું શિથિલ થઈ જાય. આવું બધું થાય એ પહેલાં વિદાય ન લઈ શકાય? એવો પ્રશ્ન તેઓ કરે છે. મૃત્યુ મધુર, સુંદર ને તાજગીભર્યું હોવું જોઈએ. કવયિત્રી જયા મહેતા મૃત્યુઝંખનાનું કાવ્યમય વર્ણન કરે છે. “ગુલાબની પાંદડીઓ પરથી ઝાકળ હળવેથી અદશ્ય થાય, દૂધમલ બાળક ખિલખિલ હસતું જગે ને નિદ્રા સરી જાય. નવી નવી પાંખો ફફડાવતાં પંખીબાળ માળામાંથી ઊડી જાય. કોશેટોના તાંતણા વધી રંગસભર પતંગિયું બહાર નીકળી જાય, નૂરજહાંના કંઠમાંથી સરતા સૂર ધીરેધીરે હવામાં વિલીન થાય....એમ બધું વિવર્ણ થાય એ પહેલાં વિદાય લઈ શકાય તો ?" 50 જયા મહેતાને તો શ્રદ્ધા છે કે અંતે ઈશ્વર એમને લેવા આવશે. મૃત્યુ દ્વારા ઈશ્વર મિલન સધાય એવી ઈચ્છા વ્યક્ત થઈ છે. શ્રાવણી પૂર્ણિમાની મધરાતે બારણે ટકોરા માર્યા વગર એ આવે તોય, બે હાથ પસારીને એ પ્રિયતમ સ્વજનને ભેટી, લંગર ઊઠાવીને ભરતી ઘૂઘવતી હોય ત્યારે (જીવન સંપૂર્ણ સ્વસ્થ હોય ત્યારે) મૃત્યુ પામવાની ઝંખના જયા મહેતાની છે. પન્ના નાયક મૃત્યુદૂત સાથે વાત કરે છે. - “ટેબલ પર પડેલી મારી કવિતાની અધૂરી પંક્તિઓ જોઈ મૃત્યુદૂત તું પાછો તો નહીં ફરી જાય ને ?" ર૧ ચપચપ દૂધ પીતી બિલાડીની જેમ મૃત્યુદૂત ઝડપથી એમને લઈ જાય એવી એમની ઇચ્છા છે. અસ્તિત્વનું પાતળામાં પાતળું પડ પણ અહીં રહેવું ન જોઈએ એવી તેમની વાંછના છે. “મૃત્યુ' કાવ્યમાં પન્ના નાયકની એક લાક્ષણિક મૃત્યુઝંખના વ્યક્ત થઈ છે. (ફિલાડેલ્ફિઆ') વસંતપંચમી ને દિને કોઈક કવિની આંખને સહેજ લાલ કરી વાસંતી વાયરાના સ્પર્શે જાણે કેસૂડાની એકાદ કળી સહેજે ખડખડાટ વિના હળવેથી ખરી જાય, તેમ એમને પણ ખરી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy