________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 223 શાશ્વતતા મૃત્યુ તથા એના સ્વરૂપની ચર્ચા કરે છે. “મૃત્યુને નથી મૃત્યુ શું? મરણ પહેલાં શું હશે? મૃત્યુને જગતસૌદર્ય માણવાનો શો અધિકાર છે?” વગેરે પ્રશ્નો કવિના મનમાં ઉદભવે છે. “મૃત્યુના પરિહાર્ય તો જન્મવું એથી શી મોટી પીડા? શું મરણ એક અધ્યાસ જ કેવળ ?" 28 મૃત્યુના સ્વરૂપ, સ્થિતિ અને પ્રત્યાઘાતો વિશેનું ચિંતન “ભયનિવારણ' કાવ્યમાં કવિ નલિન ભટ્ટ આપે છે. મૃત્યુની અનિવાર્યતા, જન્મમરણનો અનાદિ ક્રમ, અમૃતત્વ પર મરણનું આવરણ વગેરે ને ડહાપણવાળી વ્યક્તિ પિછાનતી હોવાનું કવિ કહે છે. ને તેથી જ તેવી વ્યક્તિઓ મૃત્યુને હસી કાઢે છે. પેલું અમૃતત્વ મૃત્યુના સ્વરૂપની હાંસી ઉડાવે છે. મોતને કવિ માનવના હિતકારી મિત્ર તરીકે ઓળખાવે છે. “અનાર' ખંડકાવ્યમાં પ્રિયતમના મધુર સ્મરણ સાથે મરણનો સ્વીકાર કરવાનું ઇષ્ટ માનતી, મૃત્યુ પછી જ ખરા જીવનની શરૂઆતમાંની અનારની શ્રદ્ધા કવિના જ વિચારોનું પ્રતિબિંબ છે. અનારને કવિએ, એ મિત્રને મળવા જતી હોય એમ મૃત્યુને મળવા જતી વર્ણવી છે. જે મૃત્યુ પરત્વેની નિર્ભયતાનું સૂચન કરે છે. ગોવિંદ હ. પટેલ ૧૯૩૭માં “તપોવન' નામનું કાવ્ય આપે છે. “અસ્તિત્વ માત્રનો, શાસક યમ કે અતુલ શક્તિમય પ્રેમ ?' આ પ્રશ્નના ઉત્તર તરીકે આ કાવ્યને શાંતિલાલ ઠાકર ઓળખાવે છે. યમના સ્વરૂપની કલ્પના કવિએ આ રીતે કરી છે. “પ્રસારતું ઓજસ મુખકેન્દ્ર, શરીર કોનું નજરે જણાય? સુરકત છે વસ્ત્ર, સુરકત આંખ, સંમુખ શે એ કર થાય પાશ” 129 યમની ભયંકરતાનું વર્ણન ભયાનક રસનું જ્વલંત ઉદાહરણ છે. કે ઉદ્ભવ્યું કાજળકૂપથી શું, ના મૂર્ત તો દુર્જન ઉરનું શું?” 130 યમના પ્રાગટ્યનું વર્ણન અદભુત છે. જળભરેલું વાદળ વીજળી ચીરી નાખે, એ રીતે યમરાજ આકાશ ભેદીને પોતાના પતિના પ્રાણ હરવા આવે છે, એ જાણવા છતાં એમનું સ્વાગત સાવિત્રી મોહક અને વિનયશીલ વાણીથી કરે છે. સૌ પ્રથમ તો પૂજ્યપાદ રૂપે એ યમને વંદન કરે છે. યમદેવે જાતે આવવાનો શ્રમ શું લીધો? એવો માર્મિક પ્રશ્ન સાવિત્રી પૂછે છે. સાવિત્રીને યમ સાથે મિત્રતા કરવી આવશ્યક લાગી. યમનાં ચરણને ધોવા ઉભરાતા સાવિત્રીના અશ્રુજળનું વર્ણન કવિએ સરસ કર્યું છે. યમ પોતાને મનુષ્યના શુભાશુભ કર્મનાં ફળ આપનાર નિમિત્ત તરીકે ઓળખાવે છે. વિશ્વજનો જેને પ્રણામે એવી સાવિત્રીને યમ પતિભક્તિની અનેરી પ્રતિમા તરીકે બિરદાવે છે. પણ સાથે સાથે મૃત્યુના હાથમાંથી કોઈ પાછું ન આવ્યાનો સનાતનક્રમ પણ સમજાવે છે. પણ બ્રહ્મરૂપિણી તનયા સાવિત્રી મૃત્યુને જીતી જાય છે. ને યમ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે. યમ કાલાતીત છે. તેથી વહેલું કે મોડું એવો પ્રશ્ન યમને માટે ન હોય. યમના શરીરનો વર્ણ શ્યામ છે. તેમનું તેજ શ્યામ મુખાકૃતિમાંથી બહાર પ્રસરતાં સુંદર લાગે છે. સાવિત્રીનાં વસ્ત્રો પર પ્રસરતાં અંધકારનો એ નાશ કરે છે. મૃત્યુના સ્વરૂપને સમજી શકનાર સાવિત્રી સત્યવાનના સ્થળ શરીરના નાશને ન જ ગણકારે. એને મન તો સૂક્ષ્મ સાન્નિધ્ય જ સર્વોપરી” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust