________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 222 બધું “અકાળે' જ કહેવાય, ને બાળકી એક કલાકમાં ગઈ. રમતી, બોલતી, ભેટતી, હસતી ગઈ. એક ક્ષણ, એક યુગ, એક વર્ષ એ આપણા મનની કલ્પના, મૃત્યુ પોતેજ કાળ છે. અકાળ નહિ. મૃત્યુ અકસ્માત નહિ, જીવન અકસ્માત છે. મૃત્યુનો ભરોસો છે. જીવનનો નહિ. ઘડિયાળને તેઓ શરીરનું પ્રતીક ગણે છે. ટિકટિક ધબકાર ધ્વનિ, ચૈતન્ય પ્રતીક. ( હસિત બૂચના “સાન્નિધ્ય” સંગ્રહમાં “રહ્યા ન ગાંધી' કાવ્યમાં કવિ કહે છે. મહાવિભૂતિઓ માટે તો મૃત્યુ પોતે અખંડ ધારે અમૃત વરસાવે છે. મૃત્યુના દિવ્ય હસ્તનો અહીં નિર્દેશ કરાયો છે. મૃત્યુ પોતે એ વિભૂતિને લઈ જતાં ધન્ય બન્યાનું કવિ કહે છે. ને છતાં મૃત્યુ એ મૃત્યુ જ છે. ગાંધી હવે નથી. એ સત્ય ક્ષણે ક્ષણે કઠે છે. સદ્ગત માને અંજલિ આપતાં કવિ હસિત બૂચ કહે છે “અંતનો શોક ન હોય”, “મૃત્યુને રડવું ન ઘટે એ સમજવા છતાં મા વિનાનો ઓરડો સૂનો અનુભવાય છે. ને આવું જ પિતાના અવસાન સંદર્ભે બને છે. “તમે છો ના હવે, એ જ સત્ય બીજું બધું છલ'. મૃત્યુ અને જીવનના સહસંચારમાં જ ઋત હોવાનું કવિ કહે છે. બંનેને વિખૂટાં પાડી એનો મર્મ ન પામી શકાય. મૃત્યુ તો ઊલટું દ્વારે દ્વારે જીવન વહેતું કરે. તેથી જ પિતાની ભસ્મ કે અસ્થિ જોઈ કવિ વિલાપ કરવા માગતા નથી. ૧૯૮૭માં હસિત બૂચનો કાવ્યસંગ્રહ “ઓચ્છવ” પ્રગટ થાય છે. જન્મને તેઓ મુસાફરી, ખેપ, તરીકે ઓળખાવે છે. જગત એક ડાળ - વિસામો, માનવપંખી આવે, કૂજે, ઊડી જાય, ને પછી ડાળ (સ્વજન) ધ્રુજ્યા કરે ઝૂર્યા કરે. તો મોતની વાસ્તવિક્તા પ્રત્યે ધ્યાન દોરતાં “મોત અફર છે જુદી સફર છે.” કહી આખી દુનિયાએ મોતની અદબ ભરવી પડતી હોવાના સત્યને પ્રગટ કરે છે. ઈશ્વરના તેમજ મૃત્યુના મૌનને કવિ “પનોતું' કહે છે. સંવેદના'ના કવિ નંદકુમાર પાઠક મરણ પછી પણ જીવન હોવાનું કબૂલે છે. પ્રાણહારક કાળ જ પાછો શાશ્વત ચેતન પણ આપે છે. “જગતાત'માં કવિ કર્મયોગનો મહિમા ગાય છે. કર્મયોગ કરતાં મૃત્યુ પમાય તો એને કવિ શ્રેષ્ઠ ગણે છે. “ટાણું' કાવ્યમાં જીવનનો ઉત્સાહ ગવાયો છે. પણ મૃત્યુની વિસ્મૃતિ નથી. જોકે પરમજીવનની વાતો, વિચાર, ને દલીલને કવિ નકામા ગણે છે. મૃત્યુનું સ્મરણ રાખીને જીવનનો આનંદ માણવાની કવિ વાત કરે છે. ‘લ્યુસીનું ગીતમાં કવિ જશભાઈ કા. પટેલ યમને “નિષ્ફર' કહે છે. 'Virtue નામના કાવ્યના અનુવાદ “આત્મા'માં શરીરની ક્ષણભંગુરતા તથા માનવની મયતાનો નિર્દેશ થયો છે. કવિ કહે છે શીતલ, મીઠો, પ્રકાશમાન જીવનદીપ એક રાત્રિએ બુઝાઈ જવાનો. માનવના મોતની અફરતાની વાત કરાઈ છે. કવિ નલિન મણિશંકર ભટ્ટ “કમલસંદેશ' કાવ્યમાં “મૃત્યુ જીવનનો જરૂરી અંત હોય તો વિલાપને નિરર્થક ગણ્યો છે. કવિ નલિન ભટ્ટ સૌંદર્યને “અવિનાશી' ગણાવે છે. માત્ર એક જ દિવસ અને રાત જન્મીને જીવી જનાર ભ્રમરની સ્મૃતિમાં આયુષ્યની અનંતતા રહી હોવાનું કવિ માને છે. તો મૃત પ્રિયાની શોધ કરતો કાવ્યનાયક મૃત્યુનેજ ઉદ્દેશી કહે છે. “ક્યાં છુપાવ્યાં મરણ | વદ ને અસ્થિશેષો પ્રિયાનાં 20 મૃત્યુ પર પ્રિયાના અસ્થિશેષ છુપાવ્યાનો આક્ષેપ કરાયો છે. “મરણ' કાવ્યમાં આત્માની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust