________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 21 “તમે દિવ્યધામવાસી અમૃતના પુત્રો છો. તમે સંસારવાસી મૃત્યુના પુત્રો નથી. જગતની મૃત્યુની બંસરીમાં થઈને આ અમૃતનું સંગીત ફેલાય છે.” 32 (‘શાંતિનિકેતન” ખંડ-૩) કવિવર રવીન્દ્રનાથ મરણને “શ્યામ' સમાન ગણાવે છે. મરણના હાથને રક્તકમળ સાથે સરખાવે છે. એના અધરપુટ લાલ છે, મૃત્યુના ઓળાને તેઓ “તાપાહારી' કહે છે. ને તેથી જ મૃત્યુને તેઓ નિમંત્રે છે, ને મૃત્યુ પોતાના ભુજપાશમાં લઈ લે એવી વિનંતિ કરે છે.” 33 (‘ગીતાપંચશતી') કવિવર રવીન્દ્રનાથ એમ માને છે કે “માનવે મરણને પારકું કરી દીધું છે. તેથી જ તો એનું જીવન તુચ્છ થઈ ગયું છે.” કવિવર કહે છે, “હવે વિદાય થવાનો સમય થયો છે. મધુર મરણથી પ્રાણને પૂર્ણ કરીને તારે ચરણે સોંપી દઈશ. જેને તે ઓળખી નથી તે ગુપ્ત વ્યથાની નીરવ રાત્રિનો અંત આવો.” 34 (“ગીતાપંચશતી) - કવિવર કહે છે, “જન્મ નાચે છે, પાછળ પાછળ મૃત્યુ નાચે છે, તાતા થૈ થૈ, તા તા થૈ થૈ” " (“ગીતાપંચશતી' પૃ. 306) “કાળના મંજીરા સદા વાગ્યા કરે છે ડાબા જમણા બંને હાથે - સાંજ સવાર એના તાલેતાલે રૂપના સાગર તરંગિત થઈ ઊઠે છે. ધોળા અને કાળા કંકમાં એના જ છંદના અનેક રંગ પ્રગટ થાય છે. એ તાલમાં મારું ગીત બાંધી લે. ક્રન્દન અને હાસ્યની તાન સાધી લે સાંભળ ! મૃત્યુ અને જીવને નૃત્યસભાના ડંકાથી સાદ દીધા છે.” * (‘ગીતપંચશતી' પાનું. 330) કાકાસાહેબ કાલેલકર લખે છે, “મૃત્યુ સમયે માણસને જે વેદના થાય છે, તે મૃત્યુને કારણે થતી નથી. મૃત્યુમાં સાચેસાચ ઊંઘ જેટલી જ મીઠાશ છે.” 32 (‘પરમસખા મૃત્યુ') કાકાસાહેબ કહે છે, “જીવવાના અસફળ ફાંફામાંથી ઉત્પન્ન થતી વેદનામાંથી મુક્ત કરી મૃત્યુ આપણને આરામ આપવા સહાયક બને છે.” 38 (‘જ્યાં દરેકને પહોંચવું છે....) આ કાકાસાહેબ અધ્યાત્મજાગૃતિના નાશને જ “મરણ' કહે છે. સંતો અને મહાપુરૂષોએ મૃત્યુ પર વિજય મેળવવાની વાત કરી છે તે આ જ. મામૂલી મોતથી નથી બચ્યા ભગવાન બુદ્ધ કે નથી બચ્યા ભગવાન મહાવીર. સૌને શરીર તો છોડવું જ પડ્યું છે. પરંતુ તેમણે આત્મનાશરૂપી મૃત્યુ ઉપર વિજય મેળવ્યો. સંત કવિ કબીરજી માનવઅસ્તિત્વને ધુમાડાનો મિનારો' કહે છે. “ધૂવાં કેરા ધૌલહર જાત ન લાગે બાર' - જોકે કબીરજી પોતે ક્યારેય મૃત્યુથી ડર્યા નહતા. કારણે મૃત્યુની, તથા જીવન પરના કાળના પ્રકારની સમજણ તેઓ પામી ચૂક્યા હતા. જગતને તેથી તો તેઓ “કાળનું ચવાણું કહે છે. ને માનવજીવનને તેમજ સંસારને કબીર પાણીના પરપોટા સાથે સરખાવે છે. પરોઢિયાના તારાની જેમ તે જોતજોતામાં અદશ્ય થઈ જાય છે. આવનાર જવાનું જ. પછી એ રાજા હોય કે રંક. “આયે હૈ સો જાયેંગે રાજા રંક ફકીર' -- P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust