________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 20 જેનાથી હું અમૃત ન બને તે પૂળ વૈભવ લઈને કરું શું? ભારતના પ્રાચીનતમ કાળથી આ પ્રશ્ન ઊઠ્યો છે. આપણી આસપાસ બધુંજ સ્થિરતાનો અંચળો ધરી બેસે. પણ આ ચંચળ શ્વાસનું ઘર ક્યારે દગો દેશે તે કોણ કહી શકે?” (“ચિદાનંદા” મકરંદ દવે, 67, 68, 84). મૃત્યુ સમયે અંતરમાં કાળી અને હિમ ઠંડી રાત પાથરનારી અવસ્થા વિશે જ્ઞાનેશ્વર મહારાજ કહે છે “મરણ સમયે કફ-વાતાદિ દોષનો અતિ ઉછાળો થવાથી અંતઃકરણમાં અંધારું વ્યાપી જાય છે. સર્વ ઇન્દ્રિયોની ગતિ કુંઠિત થઈ જાય છે. સ્મૃતિને ભ્રમ ઉત્પન્ન થાય છે. મનમાં ઉત્પાદનો સંચાર થાય છે અને પ્રાણ રુંધાય છે. જઠરાગ્નિ બુઝાઈ જાય છે અને ચારેતરફ તેનો ધૂમ્ર પ્રસરી જાય છે. આથી શરીરમાં રહેલું જ્ઞાન આચ્છાદિત થાય છે.” આપણું શરીર, સગાવહાલાં તથા માલમિલકત સાથે આપણી ઘોર આસક્તિ ધુમાડાના ગોટાની જેમ, મૃત્યુ સમયે ઘેરી વળે છે. આવા ધૂમ્રછાયા ચિત્તવાળો મનુષ્ય ચંદ્રલોકને કે પિતૃલોકને પામી ફરી જન્મગ્રહણ કરે છે, તેમ કહેવાય છે. આ ચન્દ્ર તે મનમાં વાસનાના બીજરૂપે ઊગતો ચન્દ્ર છે. “ચંદ્રમા મનસો જાત.” મન નથી કર્યું ત્યાં સુધી ફરી ફરી મૃત્યુ પામવાનો વારો આવે છે.” (“ચિદાનંદા' પૃ. 65, મકરંદ દવે) - ડૉ. રાધાકૃષ્ણન્ પણ એમના “ભારતીય દર્શન” પુસ્તકમાં મૃત્યુના સર્વવ્યાપી આક્રમણ વિશે લખે છે. “સંસારમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં મૃત્યુના આક્રમણથી બચી શકાય. મૃત્યુની સાર્વભૌમિક શક્તિનો કોઈ સામનો કરી શકતું નથી. મૃત્યુ એ જીવનનો નિયમ છે.” 28 (‘ભારતીયદર્શન ડો. રાધાકૃષણણ”) સ્વામી વિવેકાનંદ કહે છે, “જો કોઈ વસ્તુ ચોક્કસ હોય તો એક “મૃત્યુ જ છે. “મૃત્યુ એ વસ્તુમાત્રનો અંત છે. “શરીરનો ઉપયોગ પૂરો થઈને નકામું થઈ જાય છે, ત્યારે આત્મા બીજું શરીર લે છે અને એ, પ્રમાણે કાયમ ચાલ્યા કરે છે. એટલે કે પુનર્જન્મ.” 29 (“જ્ઞાનયોગ' પૃ. 36) - સ્વામી વિવેકાનંદ આત્માની અમરતામાં માને છે. તેઓ કહે છે, “આત્માનું કદી મૃત્યુ નથી, કારણ કે “મૃત્યુ એટલે પોતાનાં અવયવોમાં પાછા જવું” ને જે સદા મુક્ત છે, તેનું જેમ મૃત્યુ ન હોય તેમ એનું જીવન પણ ન હોય. કારણ કે જીવન એ મૃત્યુનું જ અને મૃત્યુ એ જીવનનું જ બીજું નામ છે.” 30 (‘જ્ઞાનયોગ' પૃ. ૭ર, વિવેકાનંદ) સ્વામી વિવેકાનંદ મૃત્યુને વિશ્લેષણ તથા વિખૂટા પડી જવાની ક્રિયા તરીકે ઓળખાવે છે. | તો શ્રી અરવિંદ આશ્રમનાં માતાજી જીવન કદી મૃત્યુ ન પામતું હોવાની વાત કરે છે. તેઓ તો એવી શ્રદ્ધા ધરાવતાં કે જીવનનાં બાહ્યરૂપોનું જ વિસર્જન થાય છે. શ્રી માતાજી કહે છે, “તમારે જો મૃત્યુમાંથી મુક્ત થવું હોય તો પછી કોઈપણ નાશવંત વસ્તુની અંદર તમે તમારી જાતને બંધાઈ જવા ન દઈ શકો.” " (“યોગની પગદંડી') કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે, “મૃત્યુના પુરાવા ચારેકોર પડેલા છે. તેમ છતાં માણસ બોલી ઊઠે છે.” “અરે, સાંભળો તમે અમૃતના પુત્રો છો તમે મૃત્યુના પુત્રો નથી.” “શ્રુણવન્ત વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાનિ દિવ્યાનિ તસ્ય: વેદાહમાં પુરૂષ મહાન્ત....” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust