________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 391 હાસ્યની છોળો વહાવતો આ કવિ “મરણની તો જાણે એસીતેસી' એવું જાણે કહી નાખે છે.” 74 તે “મારી આંખે કંકુના સૂરજ' વિશે કવિશ્રી ઉમાશંકર લખે છે “મૃત્યુ વખતે મરનારને માટે બધાય દિવસોના સૂરજ એકસામટા આથમે છે. પોતાના મૃત્યુની વાત કવિએ સૂરજના સંકેતથી કરી છે.” 05 બીજી લીટીથી અંતિમ પ્રયાણની વાત શરૂ થાય છે. એ પ્રયાણની કથા કહેવા કોઈ પાછું ફર્યું નથી. વહેલને શણગારવા કહે છે. પ્રાણદીવડાની શગને સંકોરવા કહેવાય છે. અજવાળાં પરિધાન કરીને શ્વાસ ઊભા છે મહાયાત્રાના આરંભ માટે. “પીળે રે પાંદે લીલા ધોડા ડૂળ્યા' પીળું પાંદ ખરું જોતાં તો મરનારનું શરીર છે. આ કાવ્યની વ્યક્તિ જેને સ્વયં કવિ માનવામાં વાંધો નથી, તે તો જુવાન છે. પણ શરીર ક્ષયથી ખવાઈને પીળું પાંદ બની ગયું છે. હવેની યાત્રા તો ખરવાની યાત્રા છે. પાંચેય ઇન્દ્રિયોના હણહણતા ઘોડા હવે ડૂળ્યા.” જ આ દુનિયામાં કશું હવે પોતાનું રહ્યું નથી. જેની દ્વારા દુનિયા ગ્રહણ થઈ શકતી હતી તે ઇન્દ્રિયો ડૂબી.” (પૃ. 80, શબ્દની શક્તિ) હણહણતી સુવાસ દ્વારા આખું વિશ્વજગત જાણે પોતાની તરફ આકર્ષા ન રહ્યું હોય? કવિ ઉમાશંકર કહે છે “જો મૃત્યુ પૂર્વે પોતાને વિશે કરુણપ્રશસ્તિ (એલેજી લખી શકે તે એવી જાતકરુણપ્રશસ્તિ) (સેલ્ફ એલેજી) આ કૃતિને લેખી શકાય. રાવજીનું “હંસગીત” (સ્વાન સોંગ) લેખવાનું વધુ પસંદ કરું.” એ મૃત્યુને હરીન્દ્ર પ્રિયતમ કહે છે દૂરથી એનો સાદ આવે છે. “હેજ હસી લ્યો હોઠ, નેણ નીરખી લ્યો દુનિયા ના સામે તીર ઝુકાવો સાજન, એ અણજાણ્યા તટે કોઈના મીટ માંડી બેઠાં લોચનિયાં” બ (મૌન 110) જેને સૌ મોત કહે છે એને હરીન્દ્ર મંઝિલે જવા માટેના વળાંક તરીકે ઓળખાવે છે. લોકો જેને “મૃત્યુ' કહે છે એને હરીન્દ્ર જીવ શિવમાં ભળ્યાની ને હેકમાં મહેક મળ્યાની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે. જીવ આ સંસારથી ઊફરો ચાલ્યો જાય, ને તેજ મહાતેજમાં ભળી જાય એને “મૃત્યુ' ન કહેવાય. મરણનું સ્વરૂપ ઓળખવાની હરીન્દ્રની તમન્ના છે. “કોઈ તો ઓળખાવો મરણ કેવું હોય છે.” (સમય 16) કાવ્યનાયકે જીવન તેમજ મૃત્યુ બંનેમાંથી રસ ગુમાવ્યો છે. એ મરણનો અસ્વીકાર કરે છે. મરણને શ્વાસે સંકેલેલા દેહ તરીકે તેઓ ઓળખાવે છે. મરણને જિંદગી માની એની સાથે વાતો કરી હતી કદીક. મૃત્યુનો ભય નથી, મૃત્યુને કવિ “આરામ' કહે છે. હરીન્દ્ર મૃત્યુને ઓળખવાનો દાવો કરે છે. “મૃત્યુને ઓળખું છું એ નક્કી નથી નથી. જીવનની આસપાસ આ કોનો પ્રસાર છે (69 સમય) પ્રસાર તો શરીરના મૃત્યુનો છે. બાકી આમ તો કવિ મૃત્યુ'નો સ્વીકાર જ કરતા નથી. મૃત્યુને “સુખદ ઊંઘ' કહે છે તેઓ. મૃત્યુને બારણું નથી, ન તો એને નિમંત્રી શકાય, કે ન ટાળી શકાય. તો જિંદગી પણ માનવને વશ નથી, ક્યાંક જીવનનો થાક, ને મૃત્યુનો ભય પણ વ્યક્ત થયા છે. મૃત્યુની હસ્તી સાથે હરીન્દ્રને ગાઢ દોસ્તી છે. મૃત્યુને ઉવેખી શકાય એમ ન હોય તો પછી સ્નેહ P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust