________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 392 કેમ એને ન સત્કારવું, મૃત્યુને તો બંને બાજુ આંખ છે. આગળ ને પાછળ આંખો રાખી ઉંબર પર બેઠેલા મૃત્યુથી હવે તેઓ છળી મરતા નથી, ઊલટું સામેથી એ મૃત્યુના ખબર અંતર પૂછે છે. સતત કામ કરી એ થાકી ગયું હોય તો અંદર આવી આરામ કરવાનું અને નિમંત્રણ પણ આપે છે.” ફરી નિરાંતે ક્યારે મળીશું? એમ પૂછી નાખે છે એ. મૃત્યુને શોધવું ક્યાં? કવિ કહે છે, શ્વાસ વિનાના પિંજરામાં, મૃત્યુ શોધનારાને કહો મૃત્યુ એટલે ગતિ મૃત્યુ એટલે શ્વાસ મૃત્યુ એટલે હવા, મૃત્યુ એટલે નાતો” (125 હયાતી) (આ બધામાં મૃત્યુને ક્યાં શોધવાનું? છટકણું છે મૃત્યુ તો) મોતના દેશથી બધા ભડકે છે. ત્યારે હરીન્દ્ર દવેનો કાવ્યનાયક, અમસ્તા જ મૃત્યુના પ્રદેશમાં લટાર મારવા ઉત્સુક છે. તો ક્યાંક મૃત્યુનો ભય પણ સેવાયો છે. શરીરને વાંસની વળી પર બાંધવાની ના પાડતો કાવ્યનાયક મૃત્યુ ઇચ્છતો નથી. મૃત્યુ સાથે ફેરા ફરવાની વાત કરતાંય ચક્કર આવી જાય. સતત પોતાની હાજરીની પ્રતીતિ કરાવતી પ્રેયસીરૂપે ક્યારેક મૃત્યુને કવિએ ઓળખાવ્યું છે. દૂરથી એનાં પગલાં સાંભળવા છતાં એનો પરિચય નથી મળતો. કારણ એનું સ્વરૂપ અદશ્ય છે. કાવ્યનાયક મૃત્યુને ઓળખવા સતત મથે છે. આથમતાં કિરણોના સોનેરી ચળકાટ સાથેનું જળ સ્તબ્ધ થઈ જાય, એ તો મૃત્યુ નથી ને? ઉત્સવ અને મૃત્યુ જયાં એક થઈ જાય એવી કોઈક ક્ષણે કાવ્યનાયક અસહાય બની જાય છે. જન્મદિવસનો ઉત્સવ એ મૃત્યુનો જ ઉત્સવ છે. - રમેશ પારેખ શરીરની ક્ષણભંગુરતા માટે કાચનું મકાન' શબ્દ વાપરે છે. મધરાતે કોઈ સૂર્યવંશી અસવારનું આગમન, યમદેવના આગમનનું પ્રતીક. અંધકાર પણ મૃત્યુનું જ પ્રતીક. સ્વજનમૃત્યુને કારણે રેશમલીલી ભીનાશ સ્વપ્નની જેમ સરકી જાય છે. જીવનનો દ્વાર તો ખાલી જ વસાય. પેલો અંધકાર-મૃત્યુ સહજમાં એ દ્વાર ખોલી પ્રવેશી જાય “ને જતાં નીરખી રહું ઠરતા દીવાના શ્વાસને 8 ને જનારને નથી રોકી શકાતા. જોતજોતામાં સ્વજનના શ્વાસ ઠરી જાય છે. “એક મરસિયું'માં અણચિંતવ્યો ઘરનો મોભ તૂટ્યાની વેદના વ્યક્ત થઈ છે. 'Epidemic' માં રોગથી ભયભીત થયેલા કાવ્યનાયકની સ્થિતિ રમેશ પારેખે નિરૂપી છે. એક સાથે કેટલી ગતિનો દોર અહીં એમણે સાધ્યો છે. મૃત્યુનો ભય માનવને કેવો બેબાકળો બનાવી દે છે. એનું ચિત્રાત્મક વર્ણન કવિએ કર્યું છે. જોયું ને ઊડ્યો, ને ચોક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો છે સૌ પાસે પોતાનું ગંધાતું શબ” 9 આધુનિક કવિએ જીવનના થાકને સર્જનના કેન્દ્રમાં રાખ્યો છે. થાકઘેર્યા શ્વાસની પીંછી વડે જીવવાના ચિત્રને જલ્દી પૂરું કરવા કહેવાયું છે. શરીરના બે ટુકડાઓ તરફ હળવે હળવે કોણ જાણે ક્યાંથી મૃત્યુ પ્રકટપણે આવતું દેખાય. કપાયેલા શરીરનો એક એક ટુકડો ઝડપ મારી મોંમાં પકડી પેલું મૃત્યુ ચગળવા લાગે, ચાવે, વળી તોડે, અને કોશકોશમાંથી લિજ્જતપૂર્વક સત્ત્વ ચૂસે, જયાં સુધી તેમનાં મોંમાં તડફડતું શરીર લાશમાં ફેરવાઈ ન જાય ત્યાં સુધી ચુસકી પર ચુસકી ભરતા રહે. ૧૯૮૦માં રમેશ પારેખ “ત્વ' સંગ્રહ પ્રકટ કરે છે. વિશ્વની વીથિઓમાં પોતાનું મૃત્યુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust