________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 258 લેવરાવનાર ભીખ વિજયી જ ને ? પોણા પાંચસો પંક્તિનું “મહાપ્રસ્થાન' ખંડકાવ્ય મનસુખલાલની સિદ્ધિ સમું છે. અહીં યુધિષ્ઠિરનું આત્મચિંતન રજૂ થયું છે. જેઓને અંતિમ વિદાય આપવી પડી છે, એ સૌને ભીની આંખે એ યાદ કરે છે. ને પરિતાપ અનુભવે છે. માનવવંશની બજતી મરણ ખંજરીને પણ એ ભૂલી શક્તા નથી. કાળના દેવસમા ભીખની મૂર્તિયે નજર સામે ખડી થાય છે. છ મહારથીઓએ ફૂલડા જેવા અભિમન્યુને રહેંસી નાખેલો એય એવું ને એવું યાદ છે. કાળો કેર મચાવતા, કાલાગ્નિની પ્રભા ધારણ કરતા દ્રોણાચાર્ય તો ભુલાતા જ નથી. કર્ણ નિઃશસ્ત્ર અવસ્થામાં હણાયો, એ દશ્ય નજર સામે તરે છે. “અશ્વત્થામા હતઃ બોલી પોતે આચરેલું જૂઠાણું યુધિષ્ઠિરને ધ્રુજાવી દે છે. પ્રપંચોની ઘોર પરંપરાઓ સામે જાણે ડાકલા વગાડે છે. “છૂંદીને કૂંપળો જેવી, યાજ્ઞસેનીની સંતતિ હાસતા દ્રોણિને આજે સ્થાળે છે રાય રોષથી” 18 વળી કપટવડે છુંદાયેલા દુર્યોધનની જંધાનું દશ્ય નજરે પડે છે ને ઘેરા વિષાદનો અનુભવ યુધિષ્ઠિર કરે છે. એક અંગ્રેજી કાવ્ય પરથી રચાયેલા કાવ્ય “અવાજો'માં વ્યાપક સંહારલીલાના પ્રત્યાઘાતોને કવિએ વર્ણવ્યા છે. આ કાવ્ય બીજા વિશ્વયુદ્ધની ભીષણતાને વાચા આપે છે. યુદ્ધમાં મૃત્યુ પામનારાના ચિત્કારો, અવાજોએ બાકી રહેલાની ઊંઘ હરામ કરી નાખી છે. એ અવાજોથી, એ ઓળાઓથી હિટલર ધ્રૂજી ઊઠ્યાનું કવિ કહે છે. હિટલરને એમ કે મૃત્યુ સૌ પર મૌનની મેખ મારી દેશે. પણ યમદેવને તો પોતે સર્વેસર્વા હોવાનું કોણ કહી શકે? સુંદરજી બેટાઈના વિશેષાંજલિ' સંગ્રહમાં પણ યુદ્ધજન્ય મૃત્યુની કરુણતાને શબ્દબદ્ધ કરી છે. પહેલા વિશ્વયુદ્ધ પછી ને બીજાના ભણકારાના સમયે વિશ્વવ્યાપી મૃત્યુને માણસની ભસ્માસુર પ્રવૃત્તિના પરિણામરૂપ કવિ ગણે છે. (“આ તે મૃત્યુ”) કવિને ચારેબાજુ જીવતા મોતનોજ ભાસ થતો, ને મૃત્યુના વિજયનો પણ. (“જીવતા મોતનો જય') “મૃત્યુમ્હોર્યું પ્રભાત'ની પીઠિકા પણ વિશ્વયુદ્ધ જ છે. ચારેય બાજુ પ્રસરેલા મૃત્યુની વાસનો કવિ અનુભવ કરે છે. “નિશાદર્શનમાં પશ્ચિમની હિંસાપૂજક સંસ્કૃતિનું લાઘવયુક્ત યથાર્થ વર્ણન કવિએ કર્યું છે. જલ, થલ, ને આકાશ ત્રણેય મૃત્યુની લીલાભૂમિ બને છે. ચારેય બાજુ મૃત્યુના ધ્વજ રોપતી, સ્વાર્થમાં માતેલી બનેલી માનવજાત પ્રત્યે કવિ રોષ વ્યક્ત કરે છે. કવિ માર્મિક કટાક્ષ કરતાં પ્રશ્ન કરે છે. “શાંતિની પ્રાપ્તિને માટે મૃત્યુ એ જ માર્ગ છે” ? ચારેબાજુ મંડાયેલી મૃત્યુની અવિવેકી પિશાચલીલાનો નિર્દેશ કરતાં કવિ કહે છે “સિંધુમાંય જગાડે છે, ટોર્નેડો મૃત્યુ ઝંખના” 180 જનારા કરતાં હયાત રહેનારની વેદના : વધુ દારુણ છે. આ ભયાનક વિનાશને કવિતામાં શી રીતે ચિતરવો? એની વ્યથા છે. કવિ સુંદરમ્, વતન કાજે ખપી જવાની તકને “સાફલ્યટાણું'માં બિરદાવી છે. (“કાવ્યમંગલા') દેશ માટે ઝઝૂમવાની, મરી ફીટવાની પળને કવિ અનેક જીવનોથીય મોંઘી ને યશભર્યા વિરલ મૃત્યુથી પણ મહાન ગણાવે છે. કર્ણના જીવન તેમજ મૃત્યુનું કાર્ય વ્યક્ત કરતા કર્ણ' (વસુધા) કાવ્યમાં જન્મથી જેને પરાક્રમ રગેરગમાં મળ્યું છે. એના ગુરુ પરશુરામે આપેલા અભિશાપને લીધે ઓસરતા પ્રભાવનું વેધક ચિત્ર સુંદરમે દોર્યું છે. જીવનના આધારસમી ધરિત્રીને આરાધવા જ્યાં કર્ણ નીચે ઊતરે ત્યાં કૃષ્ણના સંકેતથી પાર્થબાણ, છોડ પરથી ફૂલ ઊતારે એમ કર્ણનું શિર ઊતારી લે છે. કર્ણનો જન્મ અજાણ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust