________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 179 એકલવાયી દશાનો ચિતાર “શીર્થડાળે'માં અપાયો છે. એકાકી પર્ણશૂન્ય થડસમા કવિચિત્તની વેરાની અહીં પ્રતિબિંબિત થઈ છે. ટેકરી પરના ઘરમાં મધરાતે એકાકી કવિ ટકોરાનો આભાસ અનુભવે છે. (‘પગલાં') “વિસ્મૃતિની ખાંભી'માં પ્રિયજનોની વસમી યાદનો ઉલ્લેખ થયો છે. એ યાદોથી સંવેદનાની સપાટી તતડી ઊઠે છે. કવિ જાણે હવે બધું ભૂલવા મથે છે. સદ્ગત દીકરી ઉમાના અવસાન નિમિત્તે અહીં સળંગ અપાયેલાં પાંચ કાવ્યો કવિની સહાનુભૂતિના નીતર્યા નીરસમાં કાવ્ય બની રહે છે. સદ્ગત દીકરીનાં સ્મરણો ક્યારેક કવિને વ્યથિત બનાવે છે. તો “થડ પરનું પુષ્પ'માં દીકરીએ કંડારેલું થડ પરનું પુષ્પ વરસો વીતતાં વિકસીને, અતિ રમણીય બન્યાનો આનંદ પણ થયો છે. પણ પછી તરત પાછા વિષાદના ઓળા પથરાય છે. એ ફૂલ જેવીજ વિકસિત ઉમાને જોવા ઝંખતું ઉર, ચૈતરના તડકામાં ડૂબી ગયેલાં પગલાંને મૃગજળે, કવિ નિરર્થક શોધે છે. તો દીકરી પોતાને સાથે લઈ જવા કેમ ન થોભી? એવો કરુણ મીઠો ઠપકો “ક્યાં તું? માં અપાયો છે. એકલી ગયેલી દીકરીના પથમાં કાદવ કે કંટક હશે? એ વિચારે કવિ હૈયું ચિંતિત બને છે. દીકરીના પગલાના થડકાને શોધતા પિતાનું વ્યાકુળ હૃદય “તારે આવ્યમાં વ્યક્ત થયું છે. ભૂતકાળનાં સ્મરણોમાં ખોવાઈ જતા કવિ સદૂગત દીકરીને સંબોધન કરી બેસે છે. ને પછી સત્યનો - ખ્યાલ આવતાં વ્યથિત બને છે. “તારાં રમકડાંમાં વર્ષોથી ઉમાએ સાચવી રાખેલાં રમકડામાં લીન બનેલી પૌત્રી ગોપીને જોતાં જ ઉમાના જ સાનિધ્યનો જાણે કે કવિ અનુભવ કરે છે. મૃત માની ખોટ ન સાલે એવી પ્રેમાળ અપરમાનો સંદર્ભ આપી “મૃત સ્ત્રીને યાદ કરતા પતિની કરુણ છતાં મધુર સંતુષ્ટ અનુભૂતિની વાત “એ અપર મા'માં રજૂ થઈ છે. તો પોતાને જ મારવા તત્પર બનેલા સૈનિક સાથે પોતાનાં સ્વજનોને મૃત્યુનો શોક ન કરવાનો સંદેશ મોકલતી પંખિણીની વાત “એક ઘવાયેલી પંખિણી'માં વ્યક્ત થઈ છે. પિસ્તોલ કમરબંધમાં ખોસી પંખિણીને અતિ મૃદુતાથી ઉપાડી, એની આંખોમાં, મૃત્યુમાં રહેલી વેદનાહર અમૃત સંજીવનીને એ શોધે છે. - ઉમાશંકરના આગમનને ધીરુભાઈ ઠાકર ગુજરાતી સાહિત્યની જ નહિ, ભારતીય સાહિત્યની મહત્ત્વની ઘટના ગણે છે. “ગાંધીયુગ, અનુગાંધીયુગ અને સ્વાતંત્ર્યોત્તરકાળ દરમ્યાન ચાલેલી તેમની સર્જન અને ચિંતનની પ્રવૃત્તિએ જીવન, કલા અને કવિતાના અનેક આયામોનું દર્શન કરાવ્યું છે. 1931 થી 1981 સુધીમાં ઉમાશંકરે દસ કાવ્યગ્રંથો આપ્યા છે. ૧૯૮૧માં એ દસ ગ્રંથોના સમુચ્ચયરૂપે “સમગ્ર કવિતા' ગ્રંથ એમના સીત્તેરમા જન્મદિવસે પ્રગટ થયો.” 1 “સદૂગત મોટાભાઈ”માં ('નિશીથ' 1939) મૃત્યુ કરુણ સંવેદનરૂપે નિરૂપાયું છે. કવિ કહે છે. “સર્વને એક ક્ષણમાં સદા માટે ત્યજીને જનારની મૂંઝવણો શી રીતે સમજીશું? જીવિતમાત્રની પ્રકૃતિરૂપે “મૃત્યુ હોવાના સત્યને સ્વીકારનાર કવિ વસંતમાં પર્ણ ખરે એ વાત સ્વીકારી શકતા નથી. પણ પછી તરત “મૃત્યુ પાસે લાચાર બની જતા તેઓ મૃત્યુની અફરતાને સ્વીકારી અશ્રુના મિથ્યાત્વને પ્રમાણે છે. ને તોપણ પેલું “કરુણ વાસ્તવ” તત્ત્વદર્શનને તો નથી જ ઝીલી શક્ત. ૧૯૪૪માં પ્રગટ થયેલ “પ્રાચીના' સંગ્રહનાં મોટાભાગનાં કાવ્યો યુદ્ધજન્ય પરિસ્થિતિમાંથી જન્મેલી યાતનાનાં છે. માત્ર “ભરત કાવ્યમાં કરુણ સંવેદના પિતા દશરથના મૃત્યુ સંદર્ભે રામની વ્યથારૂપે વ્યક્ત થઈ છે. રામવનવાસના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust