________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 394 સ્થિતિનું કવિએ વર્ણન કર્યું છે. ભર્યા ઘરમાંથી અમે ખાલી ખાલી નીકળીએ” 80 મરણ પોતાનું આગમન “ખુશાલી બની રહેશે, એની ખાતરી આપે છે. શરીર દોદળું થઈ જાય પછી માનવે મરી જવું જોઈએ. એવું પરોક્ષ સૂચન “શરીરાયણ'માં કરાયું છે. જગત એક મુસાફરખાનું હોવાથી ત્યાં ઝાઝું ન રહેવાય, તેથી કવિ પોતાની જાતને જ અહીંથી ઉચાળા ભરવા કહે છે. જીવનની બંધપેટીને ખોલતાં “એક કાળો તોખાર હણેણે” 88 એના એ માતેલા ઘોડાની (મૃત્યુદૂતની) ફાળ ગજબની છે. સબોસબ ઓસરી વધી સોંસરી, કાળી ફાળ નાખીને, વાળ ફંગોળી તબડાટી દેનાર હૂંફાડે” 89 મહેમાનગીતમાં ધીરેધીરે થતા મૃત્યુના આગમનની વાત કરાઈ છે. આથમતા આથમતા ઝાંખા થવાની વાત છેલ્લા ઝબકારનું સૂચન કરી જાય છે. તો “આવ આવ, તાજો નક્કર જીવ હેર'માં “વાસાંસિ જિર્ણાનિ'નો પડઘો સંભળાય છે. ૧૯૭૦માં “કદાચ' અને ૧૯૮૧માં “બરફનાં પંખી' સંગ્રહ પ્રકટ કરનાર કવિ અનિલ જોશી “અઢી અક્ષરિયું' કાવ્યમાં જીવનને જ એક જીવલેણ વ્યસન તરીકે ઓળખાવે છે. ‘જીવ ચાળતી માયામાં ઓગળી જતી કાયાનેય માયાનાં વળગણ કેવાં હોય છે એની કવિ વાત કરે છે. “એમ તો હજી જીવવાનું છે એમ તો હજી મરવાનું છે” 0 મૃત્યુબાદ ખોવાઈ જાય છે માનવનું સમગ્ર અસ્તિત્વ, ને વ્યક્તિત્વ, એ પછી જઈ પહોંચે છે એના પોતાના એકાંતના રેશમી પડદા પાછળ. હું ઊઠી ગયો છું ને ચાલ્યો ગયો છું મારા એકાંતના રેશમી પડદાઓ પાછળ” 91 સમુદ્રના ખારા પવનથી ચિક્કાર ભરેલા દિવાનખાનામાં પિયાનોની કાળી ચાલના પગથિયાં ઊતરતી પીળી આંગળીઓ એકાએક અટકી પડે છે. ને મૃત્યુ સમયે પળાતા ઔપચારિક મલાજા વિશે કવિ વાત કર્યા વિના રહી શક્તા નથી. (“કવિનું અકાળે મૃત્યુ) બે મિનિટની દાબડીમાં મૌન ગોઠવીને ઊભા રહેનાર લોકો પર કરણકટાક્ષ કવિ કરે છે. ટ્રેનમાં લટક્તા ટ્રાન્સફરેબલ ગુડસ બની ગયેલા માણસોની મનઃસ્થિતિને વાચા આપતા અનિલ જોશી કહે “એક દિવસ આપણે બધા - આ શહેરના કબ્રસ્તાનમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust