________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 191 રમણ વકીલ ૧૯૪૦માં ‘ચિત્રલેખા' કાવ્યસંગ્રહ આપે છે. “માર્ગદર્શન' કાવ્ય સાત જ દિવસના સંતાનના અવસાનને ઉદ્દેશી લખ્યું. સ્નેહભરી માનું દૂધ પણ પીધું ન હતું. ને એણે અદશ્યમાં ગતિ કરી. પિતાના આનંદઅંજનને એ મૃત્યુએ એકાએક ભૂંસી નાંખ્યું. કેશવ હ. શેઠનો કાવ્યસંગ્રહ “પદ્યપરાગ' ૮/૫/૪૬ના રોજ પ્રગટ થાય છે. આરામગાહ' કાવ્યમાં તેઓએ પ્રિયાવિયોગનું સુભગ દર્શન કરાવ્યું છે. જીવનના ચિદાકાશમાં બીજ ઊગી, ચમકી ને આથમી ગઈ. જયમનગૌરી પાઠકજી “તેજછાયા' સંગ્રહમાં “સ્વ. કમળાશંકર ત્રિવેદીને નિવાપાંજલિ અર્પતાં કમળાશંકરની ગુણપ્રશસ્તિ કરે છે. અનંતકાળ વહી જશે તોય એ અક્ષરવાડીનાં પુષ્પો સુકાવાનાં નથી એમ તેઓ કહે છે. નેત્રે નીરભરી હળવી શબ્દમાળ તેઓ સદ્દગત સદગુરુને અર્પે છે. જયમનગૌરી પાઠકજીએ “તેજછાયા' નામના કાવ્યસંગ્રહમાં “સંભારું' કાવ્યમાં સદ્ગત પ્રિયતમનાં સ્મરણો વાગોળતી નાયિકાનું ચિત્ર આપ્યું છે. અથુ ઝરવા છતાં એ સ્મરણો એને મધુર લાગે છે. તો સંતાનના મૃત્યુની વ્યથા “એક બાળકનું મૃત્યુમાં શબ્દાંક્તિ થઈ છે. બાળકની હયાતી સમયના સ્મરણને વાગોળતી કાવ્યનાયિકા બાળકના મૃત્યુને સ્વીકારી શકતી નથી. અંતે સ્મરણને જ આશ્વાસન રૂપ ગણવાં પડે છે. દીકરી કલ્પનાના અકાળ અવસાન પછી દસ વર્ષે લખેલું “કલ્પના' લીના મંગલદાસનું એક નોંધપાત્ર સર્જન છે. ગદ્યકાવ્યની કોટિમાં મૂકી શકાય એવું આ લખાણ છે. અનુભૂતિની સચ્ચાઈ અહીં હૃદયસ્પર્શી બની છે. મૃત્યુ પામેલી બાળાને ઉદ્દેશી કવયિત્રી પ્રશ્ન કરે છે. “રગેરગ શ્યામલ છાયા ક્યાં જાંબુ ખાઈને હોઠ કાળા કર્યા? બાળકીના ભૂતકાળનાં સંસ્મરણો વધુ દઝાડે છે. સવારે સ્મશાને જવાની તૈયારી કરવાની, માના દેહમાં અગ્નિરૂપ બીજ સંચાયું હતું. તે બીજ તે આ બાળક.... આજે પિતાએ જ એને માના ખોળામાંથી લઈ કાષ્ઠની ચિતા પર મેલી દીધું.... તેમણે આપેલું બીજ તેમનાથી જ અગ્નિમાં પાછું અપાયું. મૃત બાળકના જન્મ સમયનો ભૂતકાળ લેખિકા યાદ કરે છે. આવ્યાં ત્યારે અમર થઈને રહો' એ હાલરડું આજ ઘડીકમાં અદશ્ય અગોચર થયું. એ એની ફૂલપાંદડી શી આંગળીઓનો સ્પર્શ એ એનો “મા....મમી” અવાજ, એની કાળી કીકીનો ચમકાટ.... તેના રાતા ગાલ, એ રૂપ.... એ તેના વાળની સુવાસ, બધું જ અદશ્ય થઈ ગયું. પ્રો. ગોવિંદભાઈ પટેલે ૧૯૬૦માં પિતાના મૃત્યુથી પ્રાપ્ત થયેલ વિષાદમૃતિ અને દર્શન “પિતૃવંદના' કાવ્યસંગ્રહમાં વ્યક્ત કર્યા છે. પિતાનો સ્વર્ગવાસ 20 સપ્ટે. ૧૯૫૯ને માતાનું અવસાન 14 સપ્ટે. 1967. સૌ વહેલું મોડું જતું એ વાત સમજવા જાણવા છતાં, જ્યારે સ્વજનનું મૃત્યુ થાય ત્યારે હૈયે હામ રહેતી નથી. વિધાતા સામેનો આક્રોશ વધે છે, તત્ત્વનું ટૂંપણું ત્યારે તુચ્છ ભાસે છે. પિતા જતાં કપાળે હાથ મૂકી ભાગ્ય પર, દુખાર્ત બની રડતી કકળતી, બહાવરી બની વિશૂન્ય ઘર જોઈ, હીબકાં ભરતી માના શબ્દચિત્રમાં સાદગીનું કરુણઘેરું સૌદર્ય જોવા મળે છે. પિતાના મૃત્યુદિન વસમો લાગ્યો હતો. પણ પછી ચિત્ત સ્વસ્થ થતાં મૃતિઓ દીપ્તિમંત બની રહે છે. ક્યારેક મમત્વભરી સ્મૃતિ જાણે પોકારી પોકારી કહે છે “પિતાશ્રી અહીં છે, અહીં છે, અહીં છે.” “માતૃવંદના'માં ૧૯૬૭માં મૃત્યુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust