________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 190 ઇચ્છિત એવું મધુર મરણ મળ્યું. પ્રિયજન જતાં બધું ઉજ્જડ બની ગયાની અનુભૂતિને પ્રિય જતાં' કાવ્યમાં વાચા અપાઈ છે. શિશિર સાવ જળી જવા છતાં કોઈ અનંત જીવનરાહની કાવ્યનાયક સતત આશ રાખી બેઠા છે. પ્રિયજન જતાં વિલાઈ ગયેલા સુખની વાત “તું જતાં'માં થઈ છે. અન્યોન્યના સથવારે હૈયાં તાજા ખીલ્યા કમળની જેમ ઉપવનમાં વાયુલહેરે મલકી ઊઠતાં, ને પાણીના એક હેલારે નાચી ઊઠતાં.... અચાનક... રે ત્યાં વચ્ચે સમયની કટારે ઉરે કાપ મૂક્યો . હૈયાકેરું અરધ જ કરી સાવ રે છેહ દીધો” 42 ગોમતીને કિનારે'માં પણ પ્રિયજન જતાં કરુણમધુર સ્મરણો આશ્વાસનરૂપ બની રહ્યાની વાત રજૂ કરાઈ છે. “મૃતિ પણ સ્મરણલીલાનું જ કાવ્ય છે. સ્વજનજીવન અને સ્વજનમૃત્યુની સ્મરણલીલા કાવ્યનાયકની આંખે તરવરે છે. રમણિક અરાલવાળા ૧૯૪૧માં “પ્રતીક્ષા કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. કવિએ વતનની યાદ સાથે સગત માની સ્મૃતિને જોડી દીધી છે. “વતનનો કાંટો'માં શૈશવ સ્મરણ સાથે સદ્દગત માનાં સ્મરણો સંકળાયાં છે. વાત્રકકાંઠે દેખીતું પ્રકૃતિ કાવ્ય લાગે. પણ એની એકએક પંક્તિએ સદ્ગત માની સ્મૃતિનું આલેખન છે. - “સૂતાં આજ ત્યાં ભરી નયનમાં અધૂરી ઊંઘ આયુષ્યની” 43 અગ્નિને કવિ અરાલવાળા “અદય' કહે છે. કારણ એની માને એણે ભસ્મીભૂત કરી છે. કવિએ હજુ એક પણ પુષ્પ ધર્યું નહતું ત્યાં તો “ત્યાં સુમન શાં જ ચૂંટાઈ એ અનંતયુગથી ઊણી સુકવવા ગયાં છાબડી ચલી વિમલ ચંદિરા” જ તાપણું' કાવ્ય પણ માતૃસ્મરણ સંવેદનાનું કાવ્ય છે. બાળકોનો વિકાસ અપૂર્ણ રહ્યાની કકળતી આંતરડી સાથે મા વિદાય થઈ.... મા વિના વહાણું તો વાય છે. પંખી બધાં ગાન ગાય છે. પવન લહેરાય છે. પ્રકૃતિ એની એ છે. પણ કવિ માટે એ બધું સૂનું છે. એ વેદના તારા વિના' કાવ્યમાં રજૂ થઈ છે. “મૃતિરક્ષામાં પણ એવી શીતલ છાંયડી પાછી નહિ મળવાનો નિર્વેદ વ્યક્ત થયો છે. હવે તો સ્મરણો જ આશ્વાસન. કવિ રમણિક અરાલવાળા સ્વપ્નખંડેર'માં મિત્ર શાંતિલાલ જૈનીની સ્મૃતિ શબ્દબદ્ધ કરે છે. મિત્રના અવસાનને કારણે કવિને હવે સૂરજ, ચંદ્ર કે સચ્ચિદાનંદમાં શ્રદ્ધા રહી નથી. તો “સળગતી સ્મૃતિ' પણ મિત્રને અપાયેલી સ્મરણાંજલિ છે. મિત્ર જતાં જીવન ભલે થંભી ન ગયું હોય પણ એ પાયામાંથી ડગમગી તો ગયું જ છે. “વિખૂટા મિત્રને'માં પણ મિત્રને શ્રદ્ધાંજલિ અપાઈ છે. જો કે ભૂતકાળની મૈત્રીગાથા યાદ કરી નયનને સહેજપણ ભીનાં કરવા તેઓ ઇચ્છતા નથી. તો નપાસ થયેલા નાનાભાઈને આશ્વાસન આપતાં કવિ માને યાદ કરે છે. મૃત્યુ પામીનેય જીવી જવાની રીત જાણે મા શીખવી ગઈ હોવાનું કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust