________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 445 “કાળોતરી' જેવો એમને લાગે છે. (“ખંડિત આકાશ') મહેન્દ્ર જોશી ભોળા દેખાતા સમયને ભોળો નથી ગણતા. (‘તંદ્રા') સમયના હાથને તેઓ તીક્ષ્ણ ન્હોર સાથે સરખાવે છે. જે હોરે કવિના મિત્ર આનંદને ઉઝરડી નાખ્યો છે. - કવિ દિનકર શાહ એમના પ્રિયજન અને એમની વચ્ચે અનંત, અનાદિ, સમયનો સાગર ઘૂઘવતો હોવાનું કહે છે. (‘અજનવી વસ્તીમાં) કાળને મૃત્યુના પગલાંથી પણ પર માને છે તેઓ. કાળના અનંત પ્રવાહમાં અસ્તિત્વને બાંધીને વહી જવા પહેલાં, એકવાર પ્રિયજનને તેઓ મળવા માગે છે. કવિ જયાનંદ દવે (‘મનોગતા') સ્મશાનને કાળ-ક્રીડાંગણ કહે છે. (“મૃત્યુ જયમંત્ર મંગલ') ૧૯૭૯ની મોરબીની હોનારત પરના “રે મયૂરી મોરબી' કાવ્યમાં કાળની ક્રીડાના રૌદ્ર ભીષણ રાસમાં નગરી વિલીન થઈ ગયાની વાત કરી કાળના પંજાની ક્રૂરતાનો પરિચય આપ્યો છે. ઇન્દ્ર ગોસ્વામી સમયે કસમયે અણધાર્યા આવતા મૃત્યુની અનિશ્ચિતતાનો ઉલ્લેખ કરી, મૃત્યુ પર પણ કાળના વર્ચસ્વની વાત કરી છે. (‘જેમતેમ’ ‘પરથમ પહેલું) સમયની - સાઠમારીને કારણે બધા જ ચોરપગલે જીવતાં હોવાની વાત “ચોકડી ચોકડી ચોકડી'માં કરાઈ છે. - કવિ દ્વારકેશજી પારધીના બાણે કૃષ્ણ જેવા કૃષ્ણના થયેલા નિધનના સંદર્ભે, કાળની અજગ્ન સરિતા નિમિષનું પંડ ધારણ કરી બેસી ગઈ હોવાનું કહે છે. તો “કાળનો વિસ્તાર કાવ્યમાં કવિએ કાળના વિસ્તારને ઘડપણ જેવો ગણાવ્યો છે, ને ઘરને (શરીરને) પુરાતન દર્પણ જેવું. - ચિત્રકાર કવિ રાજુ પારેખે (કદાચ કવિતા') “બે સ્ત્રીઓનું કાવ્યમાં સમયને હજારો કિરણકણ થઈ વેરાતો, વિખરતો, આળોટતો, હવાતિયાં મારતો, ઊભો થઈને દોડતો ગલોટિયાં ખાતો, સાંજ પડતાં, રતાંધળો બનતો કસ્યો છે. (ના, સમય નથી વેરાતો, ભ્રમણા છે આ. સમય નહીં માનવ વેરાય છે વિખરાય છે. ગલોટિયાં ખાય છે. પછડાય છે) “ભયભીત સર્પ જે સરકી જાય સમય’ એમ પણ શી રીતે કહેવાય ? સમય નહિ, આપણે સરકીએ છીએ. પસાર થઈએ છીએ. કાલો ન જિર્ણા, વયમેવ જિર્ણા'. સમય તો સર્વોચ્ચ છે. તેથી તો ભગવાને “કાલોડમિ' કહ્યું. કવિ આકાશ ઠક્કરે સમયને “વિદૂષક' કહ્યો છે. આવો સમય હસતાં હસતાં પોતાને ધારદાર નખ વધાર્યા કરતો હોવાનુંય કવિ કહે છે. કવિ જયેન્દ્ર મહેતા સમયને હજી પણ સાચવી લેવા કહે છે. કારણ આ સમય લૂંટારો ત્યાં દૂર ઊભો જ છે. કાળનું કાળું વદન મલકાતું હોવાનું કવિ કહે છે. મૃત્યુને કવિ “કાળનો પુકાર' કહે છે. જીવનના સંવર્ધનની સાથે “કાળ'નું પણ સંવર્ધન થતું રહે છે. પણ છતાં કાવ્યનાયક કાળને કરગરવામાં માનતો નથી. (‘મોતથી કાં થરથરું) કાળની સાથે બાથ ભીડવાની એની હામ છે. “આવે ભલેને કાળ, સામનો કરીશ હું એમ કહી કાળને એ પડકારે છે. P.P. Ac. Gunratnasuri Ms. Jun Gun Aatedhak Trust