________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 446 અધતન યુગ - યુદ્ધજન્ય મૃત્યુ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, તે પછી પરમાણુ બોમ્બની વિનાશક અસરનો અનુભવ વિશ્વસમગ્રને થયો. ભારત પણ એની અગનઝાળમાંથી બાકાત ન જ રહી શકે. બીજા વિશ્વયુદ્ધ સર્જેલા વિનાશથી યુરોપ-અમેરિકાના સંવેદનશીલ બુદ્ધિજીવી વર્ગની જીવનશ્રદ્ધા મૂળમાંથી ઉખડી ગઈ હતી. જીવન વિશેનો અભિગમ બદલાઈ ગયો. આજના કવિઓને યુદ્ધનો કોઈ ઉત્સાહ રહ્યો નથી. એમનો વિષાદયોગ તે યુદ્ધ પૂર્વનો નહિ, યુદ્ધ પછીનો છે. આધુનિક કવિતાના પ્રણેતા સુરેશ જોશીને વેદના નવી સ્લરી, છતાં પોતે વાલ્મિકી નથી, પ્રાસ હવે હિરોશીમા અને નાગાસાકીનો જ બચ્યો છે, એવું તેઓએ અનુભવ્યું. શોક અને શ્લોક જોડવાની હવે નથી આશ' કોઈએ સર્ચબદ્ધ પ્રલય રચ્યો છે અને તેથી કવિનોય લય શોધ્યો જડતો નથી.” 3 “અમારું ઘર' (‘પ્રત્યંચા)માં સુરેશ જોશીએ નાગાસાકી અને હીરોશિમા પર પડેલા બોમ્બને કારણે થયેલા વિધ્વંસ અને વિભીષિકાનો નિર્દેશ કર્યો છે. યુદ્ધજન્ય વિષાદને લીધે માનવ પોતાને અંધકારના પિંડ જેવો અનુભવવા લાગ્યો. કાવ્યનાયક સૌને દૂર ભાગી જવા કહે છે. કારણ અહીં તો સૌ પેલા રેડિયોએક્ટિવ અણુવિસ્ફોટની અસરથી યુક્ત જીવ્યો છે. કાવ્યનાયક પોતાનું અસ્તિત્વના ભંગાર તરીકે ઓળખાવે છે. ને કરુણ કટાક્ષરૂપે આ તીર્થની યાત્રા અધૂરી હોવાનું જણાવે છે. ઇતરા” (કાવ્ય નં. ૫)માં ફરી પાછી યુદ્ધજન્ય સ્થિતિની સંવેદના, સુરેશ જોશીએ વ્યક્ત કરી છે. સમગ્ર લોક, અસૂર્યલોક થઈ ગયો છે. કોણ કોનો શોક કરે ? કવિ જગદીશ જોશી ‘તોખાર' કાવ્યમાં (‘આકાશ') યુદ્ધોત્તર જાપાનનું હૃદયદ્રાવક વર્ણન આપે છે. આખું રાષ્ટ્ર યુદ્ધે ચડતાં તો ચડી ગયું, પણ પરિણામે આકાશ, ધરતી, સમુદ્ર વલોવાઈ રહ્યા, અગ્નિમાં ઓરાઈ રહેલો ચામડી વગરનો ખુલ્લા પડી ગયેલા લચપચ માંસવાળો પેલો તોખાર (પુરુષ?) ઊભો ઊભો જ મરી ગયો તે દિવસે. કવિ રાવજી પટેલ શુભનિષ્ઠ ચૈતન્યના સ્વીકાર સાથે દઢભાવે યુદ્ધવિરોધ કરે છે. યુદ્ધની ટીકા જ નહિ, યુદ્ધમાં સક્રિય થતા મનુષ્યની મૂર્ખતાની ઠેકડી પણ એ ઉડાવે છે. અહીં મનુષ્ય માટેનો એનો પક્ષપાત બુલંદ બને છે. “મિલેટરી કેમ્પ પર અભાગિયા દોડધામ કર્યા કરે આત્માને હાથપગ મળ્યા એનું પરિણામ તે આ”? 54 કવિ અનિલ જોષી પણ પોતાને પૃથ્વી પરના બેકટેરિયાગ્રસ્ત વિસ્તાર અને કુરુક્ષેત્ર જેવા વાતાવરણમાં ફેંકી દેવાયા હોવાનો અનુભવ કરે છે. (“ગેસ ચેમ્બર' “કદાચ') માણસ વગરના માણસ બનીને જીવવાનું તો છે. પણ તેઓ કશું જ ન હોવાનો અનુભવ કરે છે. સિતાંશુ યશશ્ચંદ્ર “હોચીમિન્ડ માટે એક ગુજરાતી કવિતામાં વાક્યના વર્ણોને તોડી જોડી ટેન્કની આગેકૂચ, પીછેહઠ, વગેરેને વર્ણદ્વારા શ્રુતિગોચર કરે છે. આ કાવ્યનું બીજવાક્ય છે “ટેન્ક તળે કચડાતો હું'. આખા કાવ્યમાં આમ તો કેવળ નાદલીલા જ છે. સાર્થક વાક્યને અન્ - અર્થ બનાવી વ્યંજના દ્વારા માનવીની સાર્થકતાનો કચ્ચરઘાણ વળેલો બતાવાયો છે. ભાષાને અર્થ તિરોધાનની ભૂમિકા સુધી લઈ જઈ બીજે છેડે અર્થ નિપજાવવાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust