________________ - અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 447 પ્રયાસ જોઈ શકાશે. ડૉ. ધીરુભાઈ પરીખ આ કાવ્ય વિષે નોંધતાં લખે છે, “એક પ્રયોગ તરીકે ગમી જાય તેવું હોવા છતાંય આ પ્રકારે કાવ્ય કરવાની એક મોટી મર્યાદા એ છે કે એમાં વર્ણજન્ય નાદપારખુ કાન સિવાય સર્જકતાનો કોઈ અન્ય વિશેષ પ્રકટ થઈ શકતો નથી” 215 તેમ છતાં યુદ્ધજન્ય પરિસ્થિતિનો અહીં વિશિષ્ટ સંદર્ભ ગૂંચ્યો છે. ટેન્ક નીચે કચડાતા માનવની સ્થિતિ શબ્દબદ્ધ નહીં અવાજબદ્ધ કરી છે. કવિએ શરૂમાં ટેન્કની આગેકૂચનું વર્ણન, પછી ટેન્કની વિજયકૂચને અંતે ટેન્ક નીચે કચડાતા માનવીની વેદના અને તેના મરણિયા હુમલાનો આનંદ ને અંતે ટેન્કની પીછેહઠનું વર્ણન કર્યું છે. યુદ્ધજન્ય પરિસ્થિતિથી ત્રસ્ત કવયિત્રી પન્ના નાયક એક વિશિષ્ટ કલ્પના કરે છે. એક બાળક મોટું થઈ સૈનિક થાય, ને પછી નાના બાળકને વહેરી નાખે એના કરતાં એ નાનપણથી જ મરી જાય એ સારું. એક બાળકને હણીને સૈનિક એને ઊંચકીને જુએ છે, પોતે સૈનિક હોવાનો પશ્ચાત્તાપ અનુભવતાં કહે છે, બહેતર છે કે અહીંયા જ એનો અંત આવે. કવિ વિપીન પરીખ ૧/ર/૭૧ના “ટાઈમ'માં સૈનિકના હાથમાં એની સનાતન વિજયપતાકાસમું બાળકનું માથું જોઈ દ્રવી ઊઠે છે. કવિ કહે છે (“આશંકા') સારું છે કે, માતાઓ મોરચા પર આવી નથી શકતી. કવિને પ્રશ્ન થાય છે કે શું એક બાળકની આંખો બીજા બાળક જેવી જ નિર્દોષ હોય છે એવો ખ્યાલ સૈનિકોને કદી હશે ખરો? મેઘનાદ ભટ્ટ (‘મલાજો') “એક યુદ્ધોત્તર આકાંક્ષામાં વિધ્વંસની કાલિમાનો ચિતાર આપે છે. અહિંસાની નિરાલંકૃત વિધાત્રીને જગતરત્નનાં ગળાં હળવાં આભૂષણોથી નવાજી દેવાનું સૌને કહે છે. નહિ તો જવાંવીરોની જવાંમર્દી અને શહીદોની વીરગતિ ઇતિહાસમાં પીળાં ચટ્ટાક પૃષ્ઠોની કાળી શાહીથી કાયમ માટે કલુષિત થઈ જશે, એવી ભીતિ છે. - ગુણવંત શાહ ('વિસ્મયનું પરોઢ') અમેરિકન યુનિવર્સિટીઓમાં ફાટી નીકળેલી હિંસા વખતે એક એલિસન મોગ્રો નામની છોકરીએ “ગોળી કરતાં પ્રેમ સુંદર નથી? એવો પ્રશ્ન પૂછી સૈનિકની બંદૂકના નાળચા પર મૂકેલા ફૂલનો કરુણમધુર સંદર્ભ ટાંકે છે. પણ યુદ્ધજન્ય ક્રૂરતાની વાત પણ કવિ કહ્યા વિના રહી શકતા નથી. એજ બંદૂકની ગોળીથી એલિસન ઢળી પડે છે. પણ એને એની પરવા નથી. સોળ સોળ પાંખડીઓ ગોળીનું નિશાન બની જાણે છેદાઈ જાય છે. કવિ સતીશ ડણાક પણ (“એકાંતવાસ') જીવનના પીળા પાક પર નજર ઠેરવતાં વિનાશનાં તીડને જુએ છે. ચાદર લપેટી આભ સૂતું મૌનની બે કાફલા મોઘમ મહીં હસતા રહ્યા” 21 કવિ મહેશ જોશી (યતિભંગ') “મૃત્યુગીતમાં યુદ્ધમાં મૃત્યુ પામેલ પતિ પાછળ સતી થયેલ સ્ત્રીની ખુમારીને વ્યક્ત કરે છે. ને છતાં સ્વજનમૃત્યુની વેદના તો તીવ્ર જ છે. કૂળા કાળજે તીરની જેમ પતિનું મૃત્યુ વાગ્યું છે. આ “સૂના વડની ડાળે ઝૂલું એકલી વડવાયુમાં અટકે કેશકલાપ જો 10 અતલસના ઓશીકાવાળા ઢોલિયા હવે પતિ વિના સૂના થયાની, ને સતી થતી વેળા પેલી ઘરચોળાની ઊડતી લાલ જ્વાલા, વીરાંગનાની છબીને ઉપસાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust