________________ નિવેદન વર્ષોથી ગુજરાતી કવિતા ભણાવતાં ભણાવતાં “મૃત્યુ” વિશે થોડું વિચારવાનું પ્રાપ્ત થયું ને કોઈ એક સુભગ પળે “મૃત્યુ' અને કવિતાને સાથે વિચારવાની ફુરણા થઈ. ત્રણચાર મહિના એ માટે વ્યવસ્થિત વાંચ્યું. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. ધીરુભાઈ પરીખ પાસે જઈ એમના માર્ગદર્શન હેઠળ કામ કરવાની મારી ઇચ્છા મેં વ્યક્ત કરી. તેઓએ મને તરત જ એ માટે સંમતિ આપી. ને કામ આગળ ચાલ્યું. જેમ જેમ કામ આગળ ચાલતું ગયું, તેમ તેમ આનંદાશ્ચર્યથી હું ઝૂમી ઊઠી. મૃત્યવિષયક કવિતાનો આસ્વાદ કરતાં કરતાં સમજાયું કે મૃત્યુ ભયાનક પણ નથી, ગહન પણ નથી. ગુજરાતી કવિઓની કવિતાએ મૃત્યુમાં રહેલા સત્યમ્ શિવમ્ સુંદરમ્ તત્ત્વોનો મને પરિચય કરાવ્યો. અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ' - એ વિષય પર વ્યવસ્થિત રીતે, વાંચવાનું, નોંધો ઉતારવાનું શરૂ કર્યું. ભારેખમ અવતરણોનો મોહ રાખ્યો નથી. કામ કરતી વખતે, કવિતાએ જ પોતાનું હૈયું મારી પાસે ખોલ્યું. મૃત્યુની વાત જીવનના સંદર્ભમાં જ વિચારી શકાય. જન્મ, જીવન, મૃત્યુ માનવઅસ્તિત્વના અવિભાજય અંશો છે. આ ત્રણ તત્ત્વોનો વિચાર એક સાથે જ કરી શકાય. અલગ અલગ નહિ. તેથી સૌ પ્રથમ આ વિષયને સમજવા માટે ભારતીય તત્ત્વચિંતન તેમજ પાશ્ચાત્ય તત્ત્વચિંતનનો થોડો અભ્યાસ કર્યો. પ્રથમ પ્રકરણ “ભૂમિકા' રૂપે તેથી જ મૃત્યુની વિભાવના'નું લખ્યું. તથા લોકસાહિત્ય, પ્રાચીન ભજનો અને મધ્યકાલીન ગુજરાતી કવિતામાં આવતા મૃત્યુસંદર્ભને પીઠિકારૂપે વિચાર્યો. ત્યાર પછી “અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ' વિશે યુગવાર પ્રકરણો તૈયાર કર્યા. અહીં કોઈ યંત્રવત ક્રમ સાચવવાનો ઉપક્રમ નથી. જે યુગમાં જે મુદ્રાની છણાવટ પ્રાધાન્ય ધરાવે છે. એ પ્રમાણે ક્રમ આપવા પ્રયાસ કર્યો છે. આ વિષય જ એવો છે. જેમાં કોઈ મુદ્દાને કોઈ એક નિશ્ચિત ચોકઠામાં મૂકી ન શકાય. ને તેથી જ ક્યાંક સમજી વિચારીને પુનરાવર્તન-દોષ સ્વીકાર્યો છે. જેમ કે મૃત્યુના કરુણ સંદર્ભની વાત “પ્રેમ અને મૃત્યુ” તથા “મૃત્યુનું માંગલ્ય' - ને પરસ્પરથી અલગ પાડી શકાય તેમ નથી. આ મહાનિબંધમાં અર્વાચીન ગુજરાતી કવિતામાંના મૃત્યુ વિષયક તત્ત્વદર્શન તથા નિરૂપસૌંદર્યને જ પ્રાધાન્ય આપ્યું છે. આવા ભવ્ય વિષયનો પાર તો કોણ પામી શક્યું છે? મૃત્યુ વિશે ઘણું બધું લખાયું હોવા છતાં આ વિષય એક સનાતન રહસ્યનો રહ્યો છે. તેથી આ વિષયને સમજવાનું, કે એ વિશે આધારભૂત રીતે કશું કહેવાનું મારું તો શું ગજું? ને છતાં થોડીઘણી સમજ મને મળી હોય તો તે આ કવિતા દ્વારા. એકલા તત્ત્વજ્ઞાનનો તો ભાર લાગે. પણ કવિતાને કારણે જ “મૃત્યુ' જેવા વિષયનો પણ મને ભાર નથી લાગ્યો. આ વિષયનો વ્યાપ અને ઊંડાણ અગાધ છે. મૃત્યુ વિશે ગમે તેટલું વાંચીએ, વિચારીએ તો પણ ઓછું પડે. પણ ક્યાંક તો લક્ષ્મણરેખા દોરવી પડે. તેથી એકત્રિત કરેલી માહિતીમાંથી પણ શક્ય તેટલું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust