________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 332 થયો છે. દિવ્ય આંતર સહવાસ આનંદના સૂક્ષ્મ સ્પંદન સૂરો રેલાવે છે. સતત ધન્યતાનો અનુભવ કરાવતી પિતૃસ્મૃતિ યુની મંગલતાની પ્રતીતિ કરાવે છે. સુરેશ દલાલ જીવન અને - યુ વચ્ચેની અતૂટ મૈત્રીથી પરિચિત છે. આ મૈત્રીમાં ક્યારેય વિયોગ હોતો નથી. મરી જ ની મજાનું વર્ણન “મજા છે' કાવ્યમાં કવિ કરે છે. જેમા “મૃત્યુને સર્વાશે મુક્તિ' ગણાવ્યું છે. એક રાતે વરસાદ પડતો હશે ત્યારે પોતાની ચિતા ભડભડી ઊઠશે ને પોતે નહિ હોય એનો તેઓ અત્યારથી “હાશકારો વ્યક્ત કરે છે. પછી કશીજ જળોજથા નહિ હોય. મૃત્યુને જીવનબાગના અંતિમ ગુલાબ તરીકે ઓળખાવતા સુરેશ દલાલ એને સુગંધમય અને દિવ્ય પણ ગણાવે છે પણ આ મૃત્યુ રમ્યમંગલ દિવ્ય ક્યારે બને ? જીવન અને મૃત્યુ વચ્ચે Communication' થાય ત્યારે. “આંખને ખૂણે સુરેશ દલાલનું એક સુંદર મંગલ રણઝણતું મૃત્યુકાવ્ય છે. કાવ્યનાયકને અગ્નિના રથના ઘૂઘરા સંભળાય છે. ને આંસુઓ આંખને ખૂણે અટકી જાય છે. ઋણસંબંધ બંધાયેલો દેહ તૂટવા લાગે છે. અહીંથી જીવ ક્યાં જશે? ખબર નથી. મરણ સાથેની પ્રીતનું વર્ણન કરતાં સુરેશ દલાલ “મરણ વ્હાલું લાગવાની વાત કરે છે. દંભી જીવન કરતાં મૃત્યુની સુગંધ કવિને વિશેષ સ્પર્શે છે. તેથી જ ચિતાના ફૂલોમાં એમને જીવનની સુગંધનો અનુભવ થાય છે. જેના સમયનો પગ કપાયો છે. એવો સૈનિક (‘માયાપ્રવેશ') હવે કબરની શાંતિ ઝંખે છે. મૃત્યુ જ હવે એને માટે શાંતિનો પર્યાય બની શકે એમ છે. વૃદ્ધત્વ વહેલું કે મોડું દરેકને મળતું સત્ય છે “એક દિવસ તમામ ધુમ્મસને હઠાવીને ઊગશે મારા મૃત્યુનો સૂરજ” મૃત્યુને સૂર્યોદય કહેતો કાવ્યનાયક સહજ રીતે જ મૃત્યુને પ્રકાશવંતુ - દિવ્ય ગણાવે છે. કાવ્યનાયક સૂરજના એ કિરણોની કેડી પર મૃતપત્ની સાથેનું મિલન ઝંખે છે. નલિન રાવલ “અશ્વત્થામાની સ્વગતોક્તિ'માં અશ્વત્થામાને મુખે મૂકેલા શબ્દોમાં મૃત્યુ પામેલી વ્યક્તિ વધુ સુખી થઈ ગઈ હોવાનું કહે છે. કારણ એની આંખ જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી. કવિ હસમુખ પાઠક એમના સદ્ગત માને અંજલિ આપતા (“મા જ્યારે વૈકુંઠ જશે') મૃત્યુને મંગલપ્રયાણ તરીકે વર્ણવે છે. માના અવસાનને કવિએ અહીં આધ્યાત્મિક સ્પર્શ આપ્યો છે. દેવોના આમંત્રણને (મૃત્યુ) સહર્ષ સ્વીકારી શાશ્વત નિદ્રાની તૈયારી એમણે કરી લીધી હતી. “મૃત્યુ સુગંધી બની જશે પછી ખીલશે ફૂલ વાશે વાયુ, વહેશે સુગંધ...” 27 ‘ઇચ્છામૃત્યુમાં મૃત્યુ અંતે અમૃતમય ક્ષણને લઈ આવશે, એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. કવિ પિનાકિન ઠાકોર જીવનને અંતે આવતા મરણમાર્ગને મંગલવિજયમુકામ' તરીકે ઓળખાવે “અને મરણમાર્ગ જીવનના - મંગલ નિત્ય વિજય મુકામ - સ્વર્ગતણું શું કામ” ? 28 કવિ હેમંત દેસાઈએ “હવે' નામના કાવ્યમાં (‘સોનલમગ') સ્વજનમૃત્યુથી વિશાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust