________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 182 એ હાસ્ય તો હવે કેવળ સ્મરણશેષ રહ્યું. “ચંદ્રશંકરનાં કાવ્યો' ૧૯૪રમાં કાંતિલાલ પંડ્યાએ સંપાદિત કર્યા. કાવ્યલેખનના . આરંભે મિત્રના મૃત્યુ સંદર્ભે કાઢેલા શોકોદ્ગાર “નહોતું જાણ્યું મનની મનમાં આમ રે હા ! સમાશે” એમને માટે પણ સાચા પડે છે. જ્યારે ચંદ્રશંકર પોતાનાં સગત સ્વજનોને અંજલિ આપે છે ત્યારે દિલને ભીનું કરે એવી કોમળતા આવી જાય છે. માતૃશ્રીના મરણ નિમિત્તે લખાયેલા “જાતાં સ્વજન' કાવ્યમાં તેમજ અન્ય કાવ્યોમાં પણ માતૃશોકની ગંભીર છાયા જોવા મળે છે. કાવ્યત્વ કરતાં લાગણીનો ઉદ્રક અહીં વિશેષ જોવા મળે છે. ૧૯૧૬ના ઑગસ્ટમાં જન્માષ્ટમીની નજીકના દિવસોમાં કવિપત્ની વસંતબહેનનું અવસાન થતાં “હા આખરે ચાલી ગઈ” (7/3/1917) કાવ્ય રચાય છે. કવિની મોટી પુત્રી, બહેન મદનલક્ષ્મી તા. 11/10j20 ને દિવસે વિષ લઈ જીવનનો અંત આણે છે. ત્યારે “ધેલી એ તો ત્વને શું સૂઝયું' ? કાવ્ય રચાય છે. જેમાં પિતાએ આપેલું જ્ઞાનકવચ નિષ્ફળ ગયાનો રંજ વ્યક્ત થયો છે. તો “ચમકી અને ચાલી ગઈ'માં પત્નીના મૃત્યુસંદર્ભે જીવનમાં વ્યાપેલી અશાંતિ અને વેદનાનું નિરૂપણ છે. પરિમલ' (1942) નામના - સંગ્રહમાં - કવિ - રમણીકલાલ - દલાલે જાણીતા ઊર્મિકાવ્ય The old familiar faces' - ના “ગયાં ગયાં' નામના ભાવાનુવાદમાં વૃદ્ધ વ્યક્તિની સાથે રમેલાં પણ હવે વિદાય પામેલા બાલસખાઓનાં કરુણમધુર સ્મરણોને વર્ણવ્યાં છે. શેક્સપિયરનાં Remembrance' નામના કાવ્યના ભાવાનુવાદ યાદીમાં મિત્રના હેતનું મીઠું સ્મરણ વાચાબદ્ધ બન્યું છે. સુંદરજી બેટાઈનું ઈન્દ્રધનું કાવ્ય એમના દસ માસના બાળકના અવસાન નિમિત્તે લખાયું (૧૯૩૯માં) પુત્રના અવસાનની ઘેરી અસર પ્રકૃતિ તત્ત્વો પર થયાનું કવિ નોધે છે. સ્તન્યભર્યા દૂધઝરતા હોઠવાળા મુખનું રોમાંચક દેશ્ય કવિ કેમેય ભૂલી શકતા નથી. - “વાણીને સાંપડ્યું મૌન, પ્રેમને શોક સાંપડ્યો - રિદ્ધિ હર્ષતણી ખૂટી, જાતાં, તું અમ બાલુડો” 24 મિલનથી “સૂક્ષ્મદર્શન' સુધીનાં કાવ્યો બેટાઈના મિત્ર રવિશંકર દવેના અવસાનથી પ્રેરાયેલાં મસ્તીનાં સંસ્મરણોને તથા વર્તમાનના વિષાદને ગૂંથ્યો છે. “ઋણમુક્તિ'માં કવિ પ્રશ્ન કરે છે “એ મૈત્રીઝરણું, એ મસ્તી તોફાન, એ નિર્દોષ કલહાસ્ય બધું શું ઈન્દ્રજાળ હતું? ૧૯૫૯ના ફેબ્રુઆરીમાં પ્રગટ થયેલી બેટાઈની કૃતિ " સત ચંદ્રશીલા ને મનસુખલાલ ઝવેરીએ “અમૃતની વાડમયી મૂર્તિ' તરીકે બિરદાવી છે. ૧૯૫૮ની ૨૧મી જુલાઈએ કવિપત્નીનું અવસાન થયું. “યમ બંધુ ગયા ટૂંકી કિંતુ વા ન વા વળ્યા પાછા અને ઘેરી હૈયે શી હોંશની હવા પરંતુ છેવટે આવી ઓચંતા લઈ ઊપડ્યા 30 પત્ની અવસાન પામતાં બેટાઈની સ્થિતિ ચાંદનીનષ્ટ ચંદ્ર, નષ્ટગંધ ગુલાબ, મંજરીભ્રષ્ટ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust