SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 133 બનેલા પતિને હોંશે હોંશે વિદાય આપતી, પતિને “કેસરભીના કંથ કહી પાનો ચઢાવતી રજપૂતાણીનું ચિત્ર અનુપમ છે. પતિ જો વીર ગતિને પામે તો સતી થવાની પૂર્ણ તૈયારી પણ એની છે. મૃત્યુ પછી સ્વર્ગમાં તો પતિને મળશે જ. એવી શ્રદ્ધા વ્યક્ત કરે છે. બ્રહ્મદીક્ષા'માં કવિ મૃત્યુને પ્રભુના રાજમાર્ગ તરીકે ઓળખાવે છે. પિતા-ને પગલે એ રાજમાર્ગ પર પ્રયાણ કરનારા ભાઈને અંજલિ આપતાં કવિ મૃત્યુને અખંડ નિદ્રા તરીકે પણ ગણાવે છે. કાળની ખંજરીમાં લગ્નમાં મહેમાનને યજમાન ભાવભીનું આમંત્રણ આપે, તેમ રુદ્ર, જોગણી, યમદેવ, સૌને જાણે કે આમંત્રણ અપાયાં છે. તો “સંગ્રામચોકમાં મૃત્યુદેવે ચારેયબાજુ રેલાવેલા રુધિરની ભયાનકતાનું ચિત્ર અંકાયું છે. “ન્હાનાલાલ મધુકોષ'માં “શરદપૂનમ' કાવ્યમાં પૂર્ણિમાનો આનંદોત્સવ માણતા કવિ અને તેમનાં પત્ની સદ્ગત સ્વજનોનેય યાદ કરી લે છે. સુખ અને દુઃખ બંને પ્રસંગોએ મૃતસ્વજન વધુ યાદ આવે. મરણશીલ કવિ અનંતતાના પ્રતીકસમા સાગરને અણઆથમ્યાં ગીત ગાવા સૂચવે છે. “મારે જાવું પેલે પાર'માં પ્રતીકાત્મક રીતે ઈહલોક અને પરલોકની વાત ગૂંથાઈ છે. ઈહલોકમાં દેહ છે ને પરલોકમાં આત્મા. કવિ અહીં પેલે પાર જવાની તમન્ના સેવે છે. માછીડા' મૃત્યુદેવનું પ્રતીક ગણી શકાય. યમદેવને કવિ પેલે પાર આ હોડી હંકારી જવા કહે છે. જેથી દેહબંધન ત્યજી સામે પાર જઈ શકાય. ૧૯૪૨માં “વેણુવિહાર' પ્રગટ થાય છે. “અસ્થિરોમાં સ્થિર'માં ચારેબાજુ નશ્વર પિંડના ફૂટતા પરપોટાનો નિર્દેશ કરતાં કવિ કહે છે “પિંડ પિંડના પરપોટા ત્યાં - પલકે ક્ષણભંગુર 10 (પા. 113 વેણુવિહાર') તો “મૃત્યુલોકને ઘાટ સૂંઠું છું અમૃતનું મંદિરમાં મૃતતામાં અમૃત અંશો શોધવાની કવિની મથામણ વ્યક્ત થઈ છે. તો સાથે સાથે કવિ કાળનો વિજય પણ ગાય છે. “રાજયયુવરાજને સત્કાર'માં સ્મૃતિલેખ, મૂર્તિઓ, મંડપ સૌને કવિ રેતી પરના કીર્તિલેખ તરીકે ઓળખાવી બધાની ક્ષણભંગુરતા દર્શાવે છે. “દેવર્ષિનું ત્રિકાલદર્શન'માં દેવર્ષિ દ્વારા “કાલોડિમ લોકક્ષયકૃત પ્રવૃદ્ધને કવિ એકપક્ષી સત્ય ગણાવે છે. જગતમાં મૃત્યુના મહાઓટ છે, તો સૃજનની ભરતી એથીયે મોટી હોવાનું કહેતા કવિનો જીવન પરત્વેનો દૃષ્ટિકોણ આશાવાદી છે. તેથીજ જાણે લોકોન્નતિ માટે પ્રવૃત્ત થવા તેઓ કહે છે. કવિ પોતાના કુરુક્ષેત્ર' કાવ્યને (1926, 1940, 1942) Epic' કોટિનું મહાકાવ્ય ગણાવે છે. આ કાવ્યમાં સ્મશાનને સંસારના છેલ્લાં તીર્થસ્થાન તરીકે ઓળખાવાયું છે. મહામૃત્યુની ઘોર ઘોષણાઓથી કુરુક્ષેત્ર સદાયનું ગાજી ઊઠે છે. યમરાજ કાળના પલ્લાં માંડી પૃથ્વીના પુણ્યપાપ જોખવા બેઠા હોવાનું કવિ કહે છે. કૃષ્ણને કવિ “મૃત્યમૂર્તિ' તરીકે ઓળખાવે છે. પિતામહ ભગવાનને હાથે મરવા ઉત્સુક છે. અમૃતને તુત કરવાની ધન્યતાએ, હવે તેઓ મૃત્યુને સદા સ્વીકારવા ઉત્સુક છે. યમને જીતી શકાય પણ ભીખને નહિ, એ વાત કૃષ્ણ સૌને સમજાવે છે. “શિખંડીના સુંદર મુખકમળમાં પિતામહે દીઠી મૃત્યુજોગણી ને બાણ મૂકી દીધાં” 111 (“કુરુક્ષેત્ર' 44). ભીખનો મૃત્યુમર પાંડવો જાણી લાવે છે. પિતામહને કવિ રણયજ્ઞની પરમઆહુતિ તરીકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy