________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 95 અંગ વિના પણ જગતના જીવને હરાવે છે, કવિની સ્વાનુભૂતિ વિચારે છે કે મૃત્યુ જેવું કોઈ બળવાન નથી. મૃત્યુની સર્વોપરીતા વિશે કવિ કહે છે મૃત્યુ આગળ બધી સૃષ્ટિ રંક બની જાય છે. રિદ્ધિ, સિદ્ધિ, અસ્ત્રશસ્ત્ર, દ્રવ્યભંડાર બધુંજ મૃત્યુ આગળ વામણું બની જાય છે. નવખંડવસુધામાં કોઈ ચાળી ન શકે એવો અંધારપછેડો મૃત્યુએ ઓઢેલો છે. કિલ્લો તોડવા જેમ તોપનો પ્રહાર તેમ કાયાના કિલ્લાની સામે મૃત્યુનો ધસારો છે. શ્વાસનો વિનાશ થતાં, નાટકનો અંત આવે | મૃત્યુનો પ્રવેશ થતાં રંગ ભંગ થાય છે? 80 (“લીલાવતીવિરહ' પાનું-૬૮) સુધારકયુગ અને કાળનું વર્ણન આકાશ તથા કાળ વિશેની ગરબી' માં કાળના રહસ્યને વ્યક્ત કરવાનો કવિએ પ્રયાસ કર્યો છે. બંનેનો સચરાચરમાં વાસ હોવાનું કવિ જણાવે છે. (૧દલપતકાવ્ય” ભાગ૧) કાશીશંકર મૂળશંકર દવેએ “કવિચરિત' (ગદ્ય) પાનું 21 માં નર્મદને અમૂલ્યરત્ન, આર્યભૂમિના ઉછંગમાંથી ઉપાડી લેનાર કાળને “દુષ્ટ યવન' નું વિશેષણ આપ્યું છે. કવિ કહે છે કે “કાળ પોતાનો ભક્ષ્ય લેવાનું ચૂક્યો નહીં. કાળને કવિ કસાઈ સાથે સરખાવે છે. નર્મદને ઉપાડી જનાર કાળને ઠપકો આપતાં કવિ કહે છે. અરે અરે કાળ કર્યું શું કાળું, સમર્થ હું જૈ, ક્યમ નર્મ ખોળું” 81 (‘નર્મદવિરહ'-૩૬) આવેશમાં કાળ “જીવનો પાજી' હોવાનું કહી નાખે છે. કવિ એવી કલ્પના કરે છે કે નર્મદને ચોરીને કાળ નાસતો ફરે છે. કાળને પડકાર ફેંકતા આ કવિ ડરતા નથી. કારણ મરવાનું તો એકવાર છે. “કાળ નર્મદને પાછો નહિ આપે તો એનું સત્યાનાશ જશે' એમ કવિ કહે છે. માતાપિતાની હયાતીમાં સંતાન વિનાશ પામે એ કષ્ટની અસહ્યતાને વ્યક્ત કરતાં કવિ છોટાલાલ સેવકરામે લાડકી બહેન” “લીલાવતીવિરહ' માં કાળનું સરસ વર્ણન કર્યું છે. માર માર કરતો, ફૂલી ફૂલીને ફરતો કાળ કસાઈનું કામ કરે છે. વિના વાંકે વિપતનાં વાદળથી વીંટી વસુધામાં કષ્ટના બીજને એ વૃથા વાવે છે. માનવીના મનોરથ પાર પડે એ પહેલાં જ રંગમાં ભંગ પાડી એને શોકસાગરે ઝબોળે છે. કવિ આવા કાળ માટે આગળ કહે છે. અંધારપછેડો નાંખી ભૂલમાં ભમાવી મારે, છળતાથી છેતરતો ધીંગો તું ધૂતારો છે.” 2 | (‘સૌ લાડકીબહેન (લીલાવતી) વિરહ' પાનું. 17) કાળ શરીરના અને જીવના સંબંધનો સાંધો તોડી જીવને જુદો પાડી દે છે. સ્થૂળનો સંબંધ તોડી હંસ ઊડી જાય છે. પક્ષીઓના માળામાંથી બચ્ચાંને કોઈ ઉપાડી લે ને તે કિકરણ કરી મૂકે, તેમ સ્વજનો દુ:ખ પામે છે, ખાસ કરી માતાપિતા આગળ. કવિ કાળનું ખૂબ કાવ્યમય શૈલીમાં વર્ણન કરે છે. “પુષ્પની કળીમાં જેમ બેઠો બેઠો કીટ એક ફોલી કરકોલી ખાય, કાળ તેવો જાણીએ” 83 (‘સૌ લાડકીબહેન (લીલાવતી) વિરહ' પાનું. 45) P.P.AC. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust