________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 59 મધ્યકાલીન કવિતામાં “મૃત્યુ” તત્ત્વચિંતન રૂપે નરસિંહ સગુણ અને નિર્ગુણના અસ્તિત્વને એક સાથે પ્રમાણે છે. માનવને પોતાના મૂળને વિચારી જોવા ચેતવતો નરસિંહ કહે છે, “માયા દેખાડીને મૃત્યુ વહાવે.' હરિનું ધ્યાન ધરવા સિવાયની જીવાત્માની અન્ય પ્રવૃત્તિ નરસિંહને મન મિથ્યા છે. માયામાં ડુબાડી મૃત્યુ લાવનારી છે. નરસિંહને મન તો કૃષ્ણભક્તિ એટલે જીવન, અન્યથા સઘળું મૃત્યુ. “દેહ તારી નથી, જોને જુગતે કરી રાખતાં નવ રહે નેટ જાયે દેહતણા સંબંધ તે દેહલગણ હશે, પુત્રકલત્ર પરિવાર વહાવે” ~ મૂઢ જો મૂળમાં ભીંત કાચી' માં પણ દેહની ક્ષણભંગુરતાનો જ નિર્દેશ છે ને? ક્યાંક મૃત્યુ પછીની સ્થિતિની ચિંતા પણ નરસિંહ કરે છે. તો ક્યાંક માનવના અજ્ઞાન પ્રત્યે પણ આંગળી ચીંધે છે. “કોણ છું ? ક્યાં થકી આવિયો જગ વિશે જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે ?" 41 ભક્તિ માટે જ સદા જનમ ધરવાનું વાંછતા આ કવિ કહે છે. હરિના જન તો મુક્તિ ન જાયે જાએ જનમોજનમ અવતાર રે 42 દેહ તથા કરમને જૂઠાં ગણાવતા નરસિંહને તો હરિલીલારસ ગાવા માટે વારંવાર જનમ ધર્યાના ઓરતા છે. - જયારે મીરાં તો પોતે જ સ્થળ અને કાળની સીમાઓમાં ન બંધાઈ શકે એવો અનાદિ અનંત આત્મા હોવાનું શ્રી નિરંજન ભગત કહે છે. ઈશ્વર સાથેની એકરૂપતાને મીરાં અમરતા ગણતી ને એની સાથેના વિયોગને “મૃત્યુ. જો કે પ્રેમની પરિસીમા એવી છે કે ભક્તહૃદય “વિયોગ” અને “મૃત્યુ' બંનેને જીરવી જાય છે ને સંસારનો વર નશ્વર હોવાથી એ પરમેશ્વર સાથે પરણે છે. મીરાં માને છે કે આ નાશવંત દેહપિંજરની માયા કે પ્રીત શું કામના ? એની માયા, મમતા ને આસક્તિ વ્યર્થ છે. ૧૬૫૫માં જન્મેલા સોરઠી કવિ મૂળદાસ લુહારી આત્મજ્ઞાની કવિ હતા. ઉત્તમ મૃત્યુની વાત કરતાં કહે છે. “મરવું એને કઈયે, મરણના બે ટળે, ને “બાળવું એને કઈએ ફરીને ઊગે નહિ, તેઓ કર્મ અને એષણાના નાશનો ઉલ્લેખ કરી મુક્તિ સંદર્ભ રચી આપે છે. કવિ અખૈયો જીવતાં જીવત મરવાની વાત કરે છે. અર્થાત જીવન-મુક્તિની. દેહભાવને ઓગાળવાનો છે, જીવનમુક્ત માનવને શરીરના મૃત્યુનો ભય હોતો નથી. આવી અનાસક્ત વ્યક્તિ જમને પાછા વાળી મૃત્યુને જીતી શકે. જિંદગીનો તૃષ્ણાસવ પીતાં પીતાં હાથમાં ટાઢીહીમ ખોપરી રહી જાય છે ને દયનીય પશુની જેમ માણસને પ્રાણ છોડવા પડે છે. પણ આજ સ્થળે સંતો મેદાન રહેતો, એમની પાસે મૃત્યુ પરાજય પામે છે. ગંગાસતી “હરિ સાથે એક તાર' માં પોતાના આત્મકલ્યાણની વાત કરતાં, શરીર મૃત્યુ પામતાં પોતાનો જીવ શિવમાં ભળ્યાની જાણે અગાઉથી એંધાણી આપે છે. આત્મજ્ઞાની જ ખુમારીથી કહી શકે. P.P.AC. Gunratnasun V.S. Jun Gun Aaradnak Trust