________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 340 પારાવાર અહીં સ્મરણરૂપે સતત ઉભરે છે. “મૃત્યુ' પ્રેમાદ્વૈતમાં અવરોધ કે આવરણરૂપ બનતું નથી. પ્રેમની પરાકાષ્ઠા જાણે પ્રીતિના પરોણાની ઓચિંતાની ઉરરળિયામણી આગમનવધામણી મેળવે છે. હૈયું હાથ રહેતું નથી. વિચારે છે કે લાભારે નમેલું એમનું મુખ પ્રિયતમની સામે દૃષ્ટિ નહિ માંડી શકે. પતિ આવ્યાના રહી રહી ભણકારા વાગે છે. દ્વાર ખોલી પતિને સત્કારવા કહે છે. “ન કો જાણે આગમન મુજ પાખે ચૂપચાપ બાર બિડાયા બાર સામે” 147 આ આગમનની જાણ એમના સિવાય કોઈને નથી, ન જ હોય ને? પ્રેમનું અદ્વૈત જ આવી કલ્પના કરાવે. પ્રેમનું અતિ કેવી કલ્પના કરાવે છે ? આ.... હું સૂણું કિચૂડ.... બંધ સ્વર્ગદ્વાર ખૂલે. પ્રણયની દેવતા, કનક કડાને ઝાલી - સ્વર્ગવાન પ્રેરે 48 ઇન્દ્રરાજાનાં વાજિંત્ર મંગલગાન સાથે પતિને જાણે પૃથ્વી પર એમની પ્રિયતમાને મળવા વિદાય આપે છે. પતિ મૃત્યુ પામતાં રીસામણા મનામણાં બધું જ વિરમી ગયું છે. કવયિત્રી કહે છે. “તુજને વરીને ન વિરહને વરી ? વિરહ મારે પ્રેમનો પર્યાય 149 અહીં પ્રેમ મૃત્યુને જીતી જવા મથે છે. પણ જ્યારે વાસ્તવમાં વિરહ અનુભવવો પડે છે. ત્યારે અસહ્ય બને છે. અઢારમો ને છેલ્લો પત્ર કવિના જન્મદિને તેઓ લખે છે, જેમાં અવસાદ વિષાદ નથી. અહીં તો પ્રેમાદ્વૈતના પરમ અધ્યાત્મ-તેજનો સાક્ષાત્કાર છે. પતિને તેઓ “સયુવા સખા'નું ઉદ્બોધન કરે છે. મૃત્યુ પ્રેમને કે પ્રેમીને વિરહિત કરી શકતું નથી. એ ભાવ પણ અહીં વ્યક્ત થયો છે. ડાહ્યાભાઈ પટેલ “ગાઈ લે છેલ્લું ગીત' (“કાવ્યપરિમલ') કાવ્યમાં નિષ્ફર પ્રણય રાતને યાદ કરી પોતાને છેલ્લું ગીત ગાઈ લેવા કહેતા માનવનું ચિત્ર દોરે છે. આ છેલ્લું ગીત જીવનસંધ્યાનું જ છેલ્લું ગીત. શેલિએ પ્રબોધેલો પ્રેમાબ્ધિ નષ્ટ ન થયાની વાત પ્રેમપથિક શેલિને' કાવ્યમાં રજૂ થઈ છે. કવિનાં કોમલ કાવ્ય પુષ્પોને શેલિની પત્ની મેરીએ સાચવ્યા હોવાનું કહેતા આ કવિ પ્રેમની સર્વોપરીતાને સિદ્ધ કરવા મથે છે. તો બીજી બાજુ મૃત્યુના વર્ચસ્વની ને શક્તિની સર્વોપરીતા પણ પ્રમાણાઈ છે. અતૂટ પ્રેમ બાહ્ય મૃત્યુને તો નથી જ ખાળી શકતો. “પ્રેયસી જતાં'માં પ્રેમને ખાતર મૃત્યુને ઈષ્ટ ગણવાનું કહેવાયું છે. મરતાં મરતાં પ્રિયતમાનું નામ રટવા છતાં શાંતિ તો ન જ મળી. અનુગાંધીયુગ - અને કાળનું સ્વરૂપ | કાળ તો જન્મ, મૃત્યુ, જીવન બધા સાથે સંકળાયેલો છે. ક્યારેક મૃત્યુ પર પણ કાળનું શાસન સર્વોપરી હોવાનું દેખાય છે. આ કાળતત્વનો પાર કોઈ પામી શક્યું નથી. તેથી તો ભગવાન શ્રીકૃષ્ણ પોતાને “કાળસ્વરૂપ' ગણાવે છે. કવિ હરીશ્ચંદ્ર ભટ્ટ પોતાની બહેનનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust