SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 325 વિદ્યુતસમી ગણાવે છે. સૂક્ષ્મદેશે, આત્મસ્વરૂપે, સદ્ગત પત્ની ગરુડવેગે વ્યોમમાં વિહાર કરતી તેઓ કહ્યું છે. આધુનિક નગરસંસ્કૃતિના પોકળ સ્વરૂપને સમજતા થયેલા નિરંજન ભગતને સવારનું સ્વપન સાંજે ભગ્ન, ખંડિત થયેલું દેખાય છે. અપૂર્ણ જિંદગીની શૂન્ય એકલતાના રહસ્યનો પાર પામવા મથતો માનવ મૃત્યુનેજ જિંદગી માની આત્મપ્રતારણામાં સરે છે. તેને પ્રતીતિ થાય છે કે “આ તો સૌ નિત્ય જન્મે ને પાછાં નિત્ય જ મરે (પરંતુ કંક એવાં યે કે જે પાછાં ન હો ફર્યા વળી છે કેટલાં યે જે જન્મતાં વેંત હો મર્યા) ઓગળી જાય સૌ રાત્રિ અંધકારમાં” 110 મૃત્યુને “રૂપાંતર' તરીકે ઓળખાવતા પ્રિયકાંત મણિયાર “રૂપાંતર' કાવ્યમાં મૃત્યુ પામેલી વ્યક્તિનું આબેહૂબ વર્ણન કરે છે. ચૈતન્ય લુપ્ત થઈ ગયા પછી શરીરના અંગો કામ કરતાં બંધ થઈ જાય છે. કંપ અને હલનચલન વિનાનાં એ અંગો અન્યને ડરાવે છે. મૃત વ્યક્તિને કવિ પાષાણના તિમિરશિલ્પ સાથે સરખાવે છે. જો કે પછી તરત જ એ પ્રેતસમું તત્ત્વ પ્રભાતના કોમલ તેજ જેવી ગોઠડી માંડતું કાવ્યનાયકને લાગે છે. ચિકકટ અંધકારથી મુક્ત થઈ એ પ્રેત જાણે અન્ય રૂપ ધરે છે. કોઈ પ્રકાશપર્ણ ફૂટે છે. ને સુનીલ મહોત્સવ જાણે હોરી ઊઠે છે. ને પંખીનો પ્રસન્ન ટહુકાર પણ. ગીતાબ્દન કવિના “કાલ' નામના કાવ્યમાં આમ તો સ્મશાનનું વર્ણન છે. પણ અહીં જન્મ-મરણના ચક્રને કવયિત્રીએ સુંદર રીતે વર્ણવ્યું છે. કવયિત્રી આશાવાદી છે. “સૌ ક્ષણનાં સુખો છે.' એવાં હતાશ વચનો શું વદવાનાં? કારણ ત્યાં જ બાજુમાં એક નવાંકુર ફૂટ્યું છે. સરસ કૂણા અંકુરનું પ્રકટન કોઈ શિશુના જન્મનું પ્રતીક છે મરણ પછી જન્મ છે જ. ‘પુનરપિ જનન, પુનરપિ મરણં'. જ્યાં અનેકનાં શરીર સિગરેટની જેમ સળગીને અંતે રાખ બની જાય છે. આવા સ્મશાનને સુરેશ દલાલ એક વિરાટ એશટૅ તરીકે ઓળખાવે છે. “ચમત્કાર વિનાનો ચમત્કાર'માં બાહ્ય ચિતા ટાઢી પડ્યા પછી સ્મૃતિમાં ખડકાતી ને આંસુથી પવિત્ર બનતી ચિતાની પાવકવાળાનો સંદર્ભ ગૂંથતાં ભોંઠા પડી જતા મૃત્યુને જીવનના ચમત્કાર તરીકે ઓળખાવે છે. મરણના રંગને બરાબર ઓળખી ચૂકેલા કવિ સુરેશ દલાલ, મૃત્યુને હોસ્પિટલની દીવાલો જેવું અડીખમ ગણાવે છે. ને પથારીની ચાદર જેવું હંમેશાં પથરાયેલું. “હમણાં હમણાં' કાવ્યમાં કાવ્યનાયક “મરી જવાના ઉમળકા' વિશે વાત કરે છે. (“ઘટના') એનો જીવ શરીરની બહાર નીકળવાને ઝંખે છે. સુરેશ દલાલે વ્યક્તિના મૃત્યુ સમયની ક્ષણનું સરસ વર્ણન કર્યું છે. મૃત્યુ પામીએ ત્યારે આપણું સરનામું થોડુંક કંપે છે. ડેલી થોડીક થથરે છે. પણ વિશ્વમાં કોઈ ફેરફાર થતો નથી. મરનાર વ્યક્તિનું બધું જ ધીમે ધીમે મરતું જાય છે. દષ્ટિ અને શ્રવણેન્દ્રિય જાય છે, નસના ધોરી રસ્તા તૂટે છે. લોહીનો લય ડૂબે છે. સુરેશ દલાલ, મૃત્યુ અને જીવન વચ્ચેના મૌનને હવા જેવું પાતળું નહિ પણ, સાગર વચ્ચેના P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy