________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 116 કવિ “મહાત્મા' તથા “સ્નેહયોગી' તરીકે બિરદાવે છે. કલાપીને સાચી શ્રદ્ધાંજલિ એમને પ્રિય આંસુનાં ફૂલ વડે ન્હાનાલાલીય શૈલીમાં કવિ અર્પે છે. ચીતરનારની પીંછી આડે પાછા આંસુડાંનાં પડ છે. “રુદન' કાવ્ય શીર્ષક સૂચવે છે તેમ સાચેજ લાગણીવેડાથી સભર છે. કવિ વિચારે છે. એમનું હૃદય હજુ ફાટી કેમ નથી જતું? સદૂગત વ્હાલાંઓની મૃત્યુખટક હૃદયમાં સતત રહ્યા કરે છે. “જંગલનો મહેમાન'માં કવિ આંસુની સ્મૃતિનો મહિમા ગાય છે. ને એને પ્રેમની ફિલસૂફી તરીકે બિરદાવી હંમેશ તાજી રાખવાનો અનુરોધ કરે છે. કલાપીરૂપી કુરંગ નેહદવમાં શેકાતું રહ્યું, ને છતાં પ્રેમના એ ઘાને પણ કવિ મધુર ગણાવે છે. પણ હવે તો વિચિત્ર જંગલનો એ નિવાસી કોઈક દૂર દેશનો પ્રવાસી બની ચૂક્યો છે. મ યુવાન વયે અવસાન પામવાથી લગભગ અજાણ્યા રહી ગયેલા કવિ નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટને સુંદરમ્ એક આશાસ્પદ કવિ તરીકે ઓળખાવે છે. કાન્તના સફળ અનુયાયી તરીકે પણ બિરદાવે છે. (અ. ક. સું. 37576) કવિએ પોતાના મૃત્યુ પહેલાં મહિનાઓ લગી ટકેલી ગ્લાનિના આવેશમાં કેટલીક કૃતિઓ ફાડી નાખેલી. જેમાં કેટલીક સારી પણ હતી. બધી કૃતિઓમાં “શાપસંભ્રમ'ને સુંદરમે ઉત્તમ કૃતિ કહી છે. આ કાવ્ય કવિએ કાન્તના ‘વસંતવિજય'ની શૈલીમાં ઈ. સ. ૧૮૯૪/૯૫માં લખેલું, ને “સુદર્શન'માં છપાવ્યું હતું. મૃત્યુ પામેલી હરિણીઓએ જાણે શાપ દીધો હોય એમ કોપેલી અશરીરી વાણી પાંડુ સાંભળે છે. ને પછી પોતેજ જણાવે છે કે એ મારા હૃદયમાંના અત્યંત પરિતાપનો જ પ્રતિધ્વનિ કાને સંભળાયો. જાણે શાપના શબ્દો સંભળાય છે. દુઃખાબ્ધિમાં દયિત પ્રાણ હરી ડબાવી દો તારી પ્રિયામણી થજો સ્થિત થજે સ્થિત - આર્ત આવી.... કારી કર્યો જખમ તીરથી કાળજામાં તું પામજો મરણને, મુજ શી દશામાં” " (પાનું. 26). મગનલાલ ચતુરભાઈ પટેલ ઈ. સ. ૧૯૨૭માં “કુસુમાંજલિ” નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “પ્રીતિગલપાશ'માં બાબુનો અવસાન સંદર્ભ ગૂંથી કવિ કહે છે કે જનાર જીવ તો પ્રીતિના પાશનેય સ્વીકારતો નથી. સદૂગત બાબુને ઉદ્દેશી કવિ કહે છે “અમને તો એમ કે તને તો કદી મૃત્યુની દિશા નહિ જડે, તને એ દિશા બતાવી કોણે? અર્થાત એ શી રીતે મરી શકે? એ મૃત્યુ પામ્યો છે એમ મનાતું જ નથી. “મધુરિ મૂર્તિ કાવ્ય પણ કરુણરસને વહાવતું કાવ્ય છે. પેલા મૃત પામેલા શિશુને જ યાદ કરીને શોક વહાવાયો છે. બાબુની મધુર મૂર્તિ ક્ષણે ક્ષણે તરવરે છે. પ્રિય બાળકનું મૃત્યુ સ્વીકારી નથી શકાતું. બાબુ જાણે આજુબાજુ હરતો ફરતો હોય એવો ભાસ થાય છે. કવિ લલિતજીનાં કાવ્યોમાં પણ ક્યાંક થોડો મૃત્યુસંદર્ભ વણાયો છે. (18771946) “લલિતજી એટલે લલિત જ, લગીર પણ સુંદર' ન્હાનાલાલના આ શબ્દોમાં લલિતની લોકપ્રિય કવિતા-પ્રવૃત્તિનો સાર આવી જાય છે. ઈ. સ. ૧૯૧૨માં “લલિતનાં કાવ્યો' તથા ૧૯૩૨માં “લલિતનાં બીજાં કાવ્યો' પ્રગટ થાય છે. “ભૂલી શકું કેમ કહે ?' (‘લલિતનાં કાવ્યો')માં વસમા શાશ્વત વિયોગની વાત છે. પતિપત્નીનાં સહવાસ-સ્મરણો, Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.