________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 348 અહીં અંજલિ આપવામાં આવી છે. “ગાંધીજીને કાવ્યમાં ગાંધીજીએ વેદનાદેવની વિમલ સ્મિતયુક્ત મૂર્તિ દોર્યાનું કવિ કહે છે. ગાંધીજીનું ત્રિભુવનવિજયી સ્મિત કવિને એવું ને એવું યાદ છે. જીવન-જગતની રંગભૂમિ પર પ્રવેશ પણ કર્યા વિના દૂરની સફરે ઉપડી ગયેલા “મહેન્દ્રભગત'ને માટે કવિ રાજેન્દ્ર શાહ ખેદ વ્યક્ત કરે છે. કવિ બાલમુકુંદ સ્વ. મોહનલાલ સૂચકને ભિક્ષુ અખંડાનંદજીને સ્વ. કવિ ન્હાનાલાલને સ્વ. મેઘાણીને, કસ્તુરબા તથા ગાંધીજીને અંજલિ આપતાં કાવ્યો લખ્યાં છે. “સ્વ. મોહનલાલ સૂચકને અંજલિ આપતાં એમના તીખા તરવરાટ, તોર, બલ, જોમ અને બુદ્ધિ, છટાને કવિએ બિરદાવ્યા છે. અચાનક કરાલ કાલ છેતરી ગયાની અનુભૂતિ સૌ સ્વજનોને એમના મૃત્યુથી થાય છે. ઊભો હું પડકારતો મરણ આવ, ઉન્મેલ તે કર્યો સુહૃદ છોડ જો હૃદયમાં ધર્યો એ જ મેં 171 પણ મિત્ર ગયો હોવા છતાં નવલ સખ્યનો ધવલ. મોરલો નિત્ય નૂતન અંકુરોને જન્માવે છે. મિત્રને મરણ લઈ જઈ શક્યું, પણ મૈત્રીના છોડને ચરવા કાલમહર્ષિ આવી શકે તેમ નથી. “કે. ભિક્ષુ અખંડનંદજીને અંજલિ આપતાં કવિએ ભિક્ષુ, કાયાનાં કોટડાં વટાવી જ્યાં મન-વાયુની ગતિ ન પહોંચે ત્યાં ઊડી ગયાનું કહે છે. જ્ઞાનસાહિત્યનાં કોડિયાં એમણે પટાવ્યાં. આવા મહાનુભાવને કવિ આદરપૂર્વક વંદે છે. કર્મનો દંડ ધારીને, કાયા કીધી કમંડલ ઉદ્બોધ્યો યોગ તે સાચો કર્મયોગી નમું નમું” 72 વીરાંજલિ સ્વ. કવિ શ્રી નાનાલાલને અપાયેલી અંજલિ છે. ન્હાનાલાલને તેઓ ભડપુરુષ” કહી બિરદાવે છે. કવિતાના ખજાનાની એમણે ખેરાત કરી હતી. સાબરને તીર રુએ શિયાળુ સમીર રામ ઉષા કેરી આંખ એ રાતી જી ચાલતો થિયો રે વાદી વાજિતર મેલી સૂના કેમ રે કઠણ કરવી છાતી જી” 13 કવિ અહીં આંસુને આઘાં કરી ભીતરમાં કવિનો જે અખંડ દીવો જલે છે, એને જોવાનું કહે છે. હવે તો તેજમાં તેજ સમાઈ ગયાં છે. મેઘાણીના શબ્દો સજીવન થયાની વાત “સજીવન શબ્દોમાં કરીને આભના ગાભ ચીરી સત કવિના ગાજતા બુલંદ નાદને કવિ યાદ કરે છે. કાળની ફાળની સામે પણ ટંકાર કરીને એ પહાડ શબ્દો સદા સજીવન થતા હોય એવી અનુભૂતિ થાય છે. અંતિમ ઘડી કાવ્ય કસ્તુરબાને અપાયેલી અંજલિ છે. બાપુએ બાના મુખમાં શુભ ગંગોદક ટોયાનો પ્રસંગ કવિ વર્ણવે છે. પાસે ઊભેલી પરિચાર મંડળીને કસ્તુરબા ઔષધમાત્ર હવે મિથ્યા હોવાનું જણાવે છે. માત્ર ઈશ્વરનું શરણું જ સ્વીકારવા કહે છે. “ચાલીસ કોટિ નિજનો પરિવાર મૂકી લેવા ચહે જનની આજ વિદાય છેલ્લી” 14 ગાત્રોની ઉષ્મા ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે. જીવનપર્ણને ખરવા માટે માત્ર એક ફંકજ હવે પર્યાપ્ત છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust