SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 102 4. પંડિતયુગની કવિતામાં મૃત્યુનું નિરૂપણ “નર્મદની પેઢી અસ્ત પામી તે પહેલાં તેના કરતાં વધુ સત્ત્વશાળી, એટલું જ નહીં, સમગ્ર ગુજરાતી સાહિત્યમાં માગ મુકાવે તેવી પ્રતિભાશાળી પેઢી, ઉચ્ચ જીવનદષ્ટિ અને અનોખી સાહિત્યછટા સાથે ઉદય પામતી હતી.” 1 “નર્મદના અવસાન વખતે મુંબઈમાં ગોવર્ધનરામની વકીલાત જામી ગઈ હતી. તે વખતે “સરસ્વતીચંદ્ર’ બહાર પડ્યો ન હતો. પણ તેનો પહેલો ભાગ પૂરો લખાઈ ગયો હતો. નવી પેઢીની પ્રતિનિધિ કૃતિઓ “સરસ્વતીચંદ્ર' (ભા. 1) તથા “કુસુમમાળા'ને નવલરામે વિદાય થતાં પહેલાં સત્કારી હતી.” ર અંગ્રેજો દ્વારા પશ્ચિમના સંપર્કમાં મુકાતાંવેંત આપણે ત્યાં નવજાગૃતિ-ની હવા પ્રકટી. દેશે એક નવીન વૈચારિક સૃષ્ટિનો ઉધાડ અનુભવ્યો. નવા વિચારોના પરિચયથી ઠીગરાઈ ગયેલા દેશ-સત્ત્વમાં ધીમે ધીમે ચેતનનો સંચાર થવા લાગ્યો. સ્વાભાવિક રીતે જ એ નવજાગૃતિની હવા પ્રથમ પ્રકટી. સાંસ્કૃતિક ક્ષેત્રે નવોત્થાનના પિતા હતા રાજા રામમોહનરાય.” 3 યુનિવર્સિટીના યુવકોમાં રાજકીય ક્ષેત્ર કરતાં વધારે વ્યાપક એવા સાંસ્કૃતિક ક્ષેત્ર અંગે જાગેલી એક સંગીન સ્વાભિમાનવૃત્તિ - આ બધાંને લઈને તેમની માનસમૃષ્ટિમાં કોક અજબ ભાવનાભર્યા સ્વપ્નો પુરવા લાગ્યાં.” 4 “ગોવર્ધનરામના જન્મનો સમય એ સુધારાની ભરતીનો સમય હતો. પણ તેમનું માનસબંધારણ ચોક્કસ આકાર લેવા માંડે તે સમય સુધીમાં એટલે કે તેમની યુવાવસ્થાના સમય સુધીમાં તો સુધારાના વળતાં પાણી થઈ ચૂક્યાં હતાં.” ગોવર્ધનરામના સમયમાં દેશનો સવાલ મુખ્યત્વે સાંસ્કૃતિક હતો. દેશની માત્ર સાંસ્કૃતિક જ નહિ, પણ આર્થિક સ્થિતિ સુધારવાનાં પગરણ પણ મંડાય અને વિશાળ અર્થમાં ધાર્મિક પ્રેરણાઓનો લાભ પણ લેવાય, પૂર્વનું જાળવવા જેવું જાળવી રખાય અને પશ્ચિમમાંથી વિવેકપૂર્વક લેવા જેવું પણ લેવાય એ ઇષ્ટ હતું. આવા સમયમાં પ્રચંડ મનોઘટનાશાળી સાહિત્યકાર ગોવર્ધનરામ આપણી ભૂમિ પર પાકે છે. તેમણે વિદ્યોપાસનામાં સ્વધર્મ જોયો. “વિદ્યા દ્વારા દેશોદ્ધાર એ જાણે કે ગોવર્ધનરામનું જીવનસૂત્ર બન્યું. એમના તેજસ્વી સાક્ષરજીવનની સિદ્ધિઓનાં સુફળ ગુજરાતી પ્રજાનો સાંસ્કૃતિક વારસો છે.” * ગોવર્ધનરામના જીવનદર્શનના પાયામાં પ્રવૃત્તિમૂલક સંન્યસ્તનો વિભાવ રહેલો છે. વૈયક્તિક જીવન સાધનામાં અને પરલક્ષી સાહિત્યસર્જનમાં પણ એનો પ્રભાવ પ્રતીત થાય છે. આ પ્રવૃત્તિમય સંન્યાસ 'Practical - Asceticism' નો વિચાર જ શબ્દાન્તરે એમનાં એવાં બીજાં સૈદ્ધાત્ત્વિક નિરૂપણોમાં પણ રહેલો છે. અહીં ગોવર્ધનરામ નૈષકમ્પનો જોરદાર વિરોધ કરે છે. અધ્યાત્મમૂલક કર્મપ્રવણતામાં જીવનસાર્થક્ય જુએ છે. ધર્મના બાહ્યરૂપ ઉપર તેમને પક્ષપાત નથી.” પશ્ચિમના સંપર્કમાં મુકાયા પછી જે સાંસ્કૃતિક નવોત્થાનનો યુગ આવ્યો. એમાં આપણા ચિંતકોએ ધર્મમાં રોપેલા કર્મનો મહિમા સમજીને એનો પુરસ્કાર કરવાનું યોગ્ય ધાર્યું. આ એક વિચાર તત્કાલીન ભારતીય ચિદાકાશમાં સાર્વભૌમ જણાય છે. અભિનવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy