________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 464 વ્યક્ત થઈ છે. ઊગતો સૂર્ય અંધારું ચરતો હોય (અંધારું અદશ્ય થાય) ને કેળના પાન પર બેઠેલું આકાશ સરી પડે એ ઘડીએ જીવવાનું વ્યસન છૂટી જાય એ કેવું? . “ટેબલ લેમ્પને અજવાળે પથારીમાં પડ્યો હોઉં (જોનાથન લિવિંગસ્ટન સીગલ જેવું) એકાદ ફાંકડું પુસ્તક હાથમાં હોય ત્યારે હું હોલવાઈ જાઉં તો...” 54 કવિ જિતેન્દ્ર વ્યાસ “અંતિમ ઇચ્છા' (“ભમ્મરિયું મધ')માં પોતાની આંખ મીંચાય કે તરત, ઊગેલા મેઘધનુષ્યોને ઉપાડી કોરી કોરી આંખના આકાશમાં લહેરાવે એવી ઝંખના (ચક્ષુદાન) વ્યક્ત કરે છે. પોતાના અંતિમ શ્વાસે, બે અભિનવ કોયલોને બે મિનિટનું મૌન પાળવાને બદલે તેઓ ગાવાનું સૂચવે છે. રામપ્રસાદ દવે માટી સાથે ભળી જવાની ઝંખના વ્યક્ત કરે છે. (‘શાંતિ શાંતિ શાંતિ') એમની કોઈ પાકી કબર કરાવે એ એમને નહિ ગમે. કારણ થોડીવાર પછી એટલી જગ્યા બીજા કોઈ માટે ખાલી કરી આપવાની તેમની ઇચ્છા છે. કોઈ ફૂલ ચઢાવે, ફાતેહા પડે, લોબાન વહાવે એ ગમે, પણ એય લાંબો વખત નહિ. કોઈની સ્મૃતિ પર બોજ બન્યા વિના, અપાર શાંતિને પોતાના અસ્તિત્વનું અંગ બનાવવાની એમની ઝંખના છે. - અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને, આકાશમાંથી એકાદ તારો ખરે, ને આકાશના પંથે અંકિત થતી પ્રેમલિપિ જોતાં, ઉકેલતાં આંખ મીંચવી હતી. પછી નિશિગન્ધા એનાં પુષ્પોનો અભિષેક કરે એવી એમની શ્રદ્ધા હતી. પુષ્પોની સુવાસમાં વણાયેલી ગીતપંક્તિના સૂરોમાં લીન થઈ જવાની, એમની તમન્ના હતી. મૃત્યુને ખોળે માત્ર વિલીન થઈ જવાની જ નહિ, મૃત્યુ સાથે ફરવા નીકળી પડવાની એમની ઝંખના હતી. અને એમણે એમ કર્યું પણ ખરું) “શબ્દાંચલ'નાં કવયિત્રી દક્ષા દેસાઈને સૂરજની છાતી પર માથું ટેકવી ચાલી નીકળવું છે. એક એક કરી વીણેલી શમણાંની જૂઈ, થોડાંક લોહીનીગળતાં આંસુના વંટોળ, સૂરજના ચરણકમળમાં ઢાળી દઈ સરતા સમયના શાંત મહાસાગરમાં ડૂબકી મારવા તેઓ ચાલી નીકળશે. વિશ્વના સરિયામ રસ્તાની પેલે પાર... દૂર ક્ષિતિજની પણ પેલે પાર તારકગણના ગંજીફાને કરી ફરી ચીપવા તેઓ ચાલી નીકળવાના (જન્મ મરણ ચક્રમાં વીંટાવા) જ્યાં અજંપો ને ફફડાટ બંને મૃત્યુને વાગોળતા પડી રહ્યા હશે, ત્યાં, મન અને હૃદયની પેલે પાર તેઓ ચાલી નીકળશે. બધાથી દૂર.... “કાર્ડયોગ્રામ' કાવ્યમાં (નિર્જળા નદી) એમના શ્વાસોને કોઈ ગુલાબોના પ્રદેશમાં વિહરવા દે એની ઝંખના વ્યક્ત થઈ છે. એમને ઊંડે ઊંડે એમ છે કે અનેક સુપ્રભાત જોવા કદાચ તેઓ જીવી પણ જાય. પંખીઓમાં મધુર ટહુકો બની કે તેઓ જીવી જાય. (લેફટ વેન્ટાક્યુલર ફેલ્યોર') (એલ.વી.એફ.) એમનું મૃત્યુ નિમિત્ત ન બને એવું તેઓ ઈચ્છે છે. પ્રિયતમના ખોળામાં માથું ઢાળી હમેશ માટે સૂઈ જવાની ઝંખના { ' આ કવયિત્રીની છે. સુંદર કલ્પનામાં ખોવાઈ ગયાં હોય, પોતે સરસ વાતો વાગોળતાં હોય, સ્મરણનાં કોઈક દિવાસ્વપ્નો જોતાં હોય ને અચાનક સદા માટે ઢળી પડાય, તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust