________________ ને સુલોચના અંતે મૃત્યુને હરાવવા નીકળે છે. ભીમરાવ દિવેટિયાએ (1851-1890) “પૃથુરાજરાસા' મહાકાવ્ય લખવાનો પ્રારંભ તો છેક ૧૮૭૫માં કરી દીધો હતો. પણ તે પૂરું થયું “ઇન્દ્રજીતવધ' પછી અને પ્રસિદ્ધ થયું તે પછી પૂરા એક દાયકે, “પૃથુરાજરાસા' ૧૮૯૭ની પાંચમી ઓક્ટોબરે પ્રસિદ્ધ થયું. આ કાવ્ય પણ યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતા કણનું ઉદાહરણ છે. ડૉ. ધીરુભાઈ ઠાકર ભીમરાવની આ કૃતિને વિશેષ સાહિત્યગુણવાળી ગણે છે. તો સુંદરમ પણ “પૃથુરાજરાસાને ભીમરાવની સર્વશ્રેષ્ઠ કૃતિ તથા આ સ્તબકની ત્રીજી શકવર્તી કૃતિ ગણાવે છે. અગિયારમાં સર્ગ કાવ્ય પૂરું થાય છે. વીરરસકથા પૂરી થાય છે. અંતે “પૃથુરાજના અંત વિશેની કરુણકથા મર્મવેધક શૈલીમાં કવિ રજૂ કરે છે. સંયુક્તાનો વિલાપ હૃદયદ્રાવક છે. રવિનું તેજ ઉદાસીમાં પડેલું લાગે છે. પાણી અગ્નિ જેવું અનુભવાય છે. ચંદ્રિકા શીતળતાને બદલે દઝાડે છે. આ કલ્પના કરુણરસ સભર છે. વાસ્તવિક્તાના અભાવનો દોષ એમાં નડતો નથી. કવિ કહે છે “પૃથરાય પડતાં પૃથ્વી જાણે ડોલવા લાગી. જળસ્થળ સર્વત્ર શોક મચી ગયો. રાજપૂતી કુલભાનુ અસ્ત થતાં વનતરુઓએ નીચાં નમી પુષ્પાંજલિ આપી. અગિયારમો સર્ગ કવિની સર્ગશક્તિનો સારો નમૂનો છે. પતિના વીરવભર્યા મૃત્યુની વાત સાંભળી શરૂમાં સંયુક્તા મૂછ પામે છે. વાત સાચી નથી મનાતી. ઉષ્ણ અશ્રુ, ખાળવા છતાં નથી ખાળી શકાતાં. રાણીઓ આક્રંદ કરવા લાગે છે. કૃપા અને ક્ષમાભરી વૃત્તિ ધરાવનાર પતિ આજે આવા નઘરોળ કેમ થયા એ સમજાતું નથી. “કરીને સઘળું વૃથા ફોક મુજ સૌભાગ્ય સદા અદૃશ્ય જે.” (‘પૃથુરાજરાસા' પૃ. 96). ખૂબ રડી સંયુક્તા પતિને પાછા આવવા સમજાવે છે. પણ પછી, મૃત્યુ પામેલ વ્યક્તિ પાછી ન આવે, એ સત્યનો સ્વીકાર કરે છે. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (1859-1937) એમના અનુગામી કવિઓ માટે એક ભૂમિકા તૈયાર કરી આપે છે. ૧૮૮૭માં “કુસુમમાળા' પ્રકટ થતાં ગુજરાતી કવિતામાં એક નાનો ઉન્મેષ તો જરૂર પ્રગટ થાય છે. કવિનું ચિતન ભલે પ્રારંભ દશામાં પણ જોવા તો મળે જ છે. જેમાં કાળ, કાળચક્ર, માનવજીવનની ક્ષણભંગુરતા તથા પરપોટારૂપ મૃત્યુનો સમાવેશ થાય છે. કવિના કવિતાવાદ્યને કરુણરસ વિશેષ ભાવે છે. એ તો તેમણે જ કબૂલ્યું છે. “કુસુમમાળા'માં પણ આ શોકજન્ય કરુણભાવ અવારનવાર આવ્યા કરે છે. વિશાળ સિંધુસમાં જનસમુદાયમાં માનવ એક બુદ્દબુટ્સમાન હોવાનું કવિ માને છે. યુવાનપુત્ર નલિનનું મૃત્યુ થતાં થયેલા ચિત્તક્ષોભમાંથી “સ્મરણસંહિતા'નું સર્જન થાય છે. ટેનિસનના “ઇનમેમોરિયમ્'ની ભરપૂર અસર તેના પર છે. તો સાથેસાથે કવિના જીવનવિચારમાં પ્રાર્થનાસમાજનાં જ્ઞાન અને શ્રદ્ધાભક્તિનું મિશ્રણ રસાયણ થયેલું જોવા મળે છે. પુત્રના અવસાનની તારીખ અને પ્રસંગ કવિની રોજનીશીમાં નોંધાયેલો છે. (2) 31915) એ દિવસે બપોર પછી બે વાગ્યે કવિનો લાડકો નલિન દેહ ત્યજી દે છે. જીવનમાં ઊભી થયેલી રિક્તતાને લીધે કવિ પ્રકૃતિનો આનંદ માણી શકતા નથી. માનવની જિંદગીમાં મોટામાં મોટું દુઃખ વિચ્છેદનું છે. તેમાંય મૃત્યુજન્ય વિચ્છેદ વધુ અસહ્ય બને છે. કવિ પૂછે છે. Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.