SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 104 કર્તાના ગંભીર ચિંતન, ઊંચા વિચારો ને ઉત્કૃષ્ટ ભાવનાઓના ભર્યા ભર્યા ગાન વચ્ચે નિયમિત અંતરે એમનાં ડૂસકાં છેક સુધી સંભળાયા કરે છે.” 15 (‘સ્નેહમુદ્રા' પૃ. રરઅ.)” * કરુણપ્રશસ્તિઓમાંનું ચિંતન મૃત્યુજનિત શોકનું શામક જ બહુધા હોય છે. “જન મરણ ને રડવું હસવું થશે લીન અંતે અનંત પ્રવાહમાં મધ્યે આવી જેની દષ્ટિ હોય તેને મૃત્યુના આઘાતે શોકમૂઢ અને જીવન ઉદાસીન અને નિષ્ક્રિય બની બેસે એ તો ન જ ગમે.” * (અ. રા. 39) “પરિણામે આ કૃતિમાં “કરુણ'ની માત્ર આછીપાતળી લહર જ જોવા મળે છે. કૃતિનો મોટો ભાગ તત્ત્વચિંતનથી યુક્ત છે. એટલે તો અનંતરાય રાવળ કહે છે. (પૃ. 33) “ફિલસૂફ ગોવર્ધનરામ આ કાવ્યમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.” 17 - ગોવર્ધનરામે એમની પુત્રી લીલાવતીના મૃત્યુ સંદર્ભે ૧૯૦૫માં “લીલાવતી જીવનકલા' નામની ગદ્યપદ્યાત્મક કૃતિ રચી છે. કવિ અહીં યમને જ સાચા પિતા તરીકે ઓળખાવે છે. “કુમળી હૃદયકળી બંધ થઈ ગઈ ગયા પ્રાણ ને મંદિર તેનું પડ્યું અગ્નિને ઢંઘ 8 (‘લીલાવતી જીવનકલા' પૃ. 137) પોતે લીલાવતીને જાણે સંબોધી ન રહ્યા હોય એ રીતની લખાવટ છે. પુસ્તકની નાયિકા તે લેખકની પુત્રી લીલાવતી જ નથી. પણ અનેક પિતાઓની પુત્રીઓ અહીં નાયિકાને સ્થાને છે.” દોલતરામ - કૃપાશંકર પંડ્યાએ (1856-1915) લખેલું “ઇન્દ્રજીતવધ' કાવ્ય સંસ્કૃત શૈલીના મહાકાવ્યની પહેલ તરીકે અર્વાચીન કવિતાના ઇતિહાસમાં નોંધપાત્ર ગણાય. સુંદરમ્ લખે છે “ગુજરાતી કવિતામાં આવી રીતનું સાંગોપાંગ પૂર્ણરૂપે સંસ્કૃત મહાકાવ્ય લખવાનો આ પહેલો પ્રયત્ન છે.” 19 (આ. કે. પૃ. 205) “ઇન્દ્રજીતવધ' (1887) રામાયણના “ઈન્દ્રજીતવધ'ના પ્રસંગને કેન્દ્રમાં રાખી મહાકાવ્ય-રચના આનંદ અને ઉપદેશ આપવાના હેતુથી થઈ. આમ તો આખું કાવ્ય યુદ્ધજન્ય મૃત્યુમાંથી નીપજતા કરુણરસનું છે. પરંતુ નિર્ભેળ કરુણ પચીસમા સર્ગમાં શૃંગારના વિરોધમાં સુલોચનાના વિરહવર્ણનમાં કવિએ રેલાવ્યો છે. તો ક્ષણ મૂર્શિત થાય સુંદરી ક્ષણમાં સ્તબ્ધ બને કૃશોદરી” 0 (‘ઇન્દ્રજીતવધ' પૃ. 137) સુલોચનાનો હૃદયદ્રાવક વિલાપ વિપ્રલંભ શૃંગારજન્ય કરુણનું સારું ઉદાહરણ છે. સુલોચનાને પોતાની નહિ, પણ લંકાના લોકોના ઝુરાપાની ચિંતા છે. જે ક્ષત્રિયાણીની ખુમારીનું સૂચક બને છે. ભૂતકાળનાં સ્મરણો, એમાંય દાંપત્યજીવનનાં વિશેષ દાહક હોય છે. ઇન્દ્રજીતની ગજચાલ, કૃપાળુ કાળજું ને માર્મિક વચનો હજુ ગુંજે છે. પતિ અંતિમ પ્રમાણે જવા છતાં પોતે હજુ પ્રાણ કેમ ધરી રહી છે? હૃદય કેમ ફાટી જતું નથી ? એ એને સમજાતું નથી. P.P. Ac. Guntatnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy