________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 218 ભાવ “જીવનને જોયું પહેલીવાર'માં વ્યક્ત કર્યો છે. પ્રેમશંકર ભટ્ટ ૧૯૪૩માં “ધરિત્રી' કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. “રાજેસરની દેરીઓને કાવ્યમાં કવિએ મૃત્યુને સમાનકર્તા રૂપે વર્ણવ્યું છે. કિનખાબની જાજમ પર પગ મૂકનારા, ને શિર પર મુગટ અને છત્રથી શોભતા માંધાતા, કે ભૂખ્યા, નગ્ન, દીનહીન સહુ સાથરે ધૂળના સમાન બની પોઢતા” મૃત્યુ પામેલી નાનકડી દીકરીને ઉદ્દેશીને “ઉપરતા” કાવ્ય લખાયું. દીકરી લુપ્ત થઈ નથી, એવી સમજ કવિ અંતે કેળવે છે. કોઈ ભવ્ય ગીતમાં એ ભળી ગયાનું આશ્વાસન મેળવતા કિવિ સદ્ગત દીકરીનો અવાજ હવે પંખીના કલરવમાં સાંભળે છે. “જીવન શું માં જીવનની સાર્થક્તાનો સંદર્ભ અપાયો છે. યમદાઢ સમા જીવનજળની ભીતરમાં પંથ ભૂલેલા પટકાઈ વિદીર્ણ થાય, એ જોયા કરવામાં જીવનની ધન્યતા ન હોવાનું કવિ કહે છે. અન્ય કાજ મરીને અમર બની સીમાચિહ્નરૂપ બનવામાં સાર્થક્તા કવિ નિહાળે છે. દેવજી રા. મોઢા સદ્ગત માને શ્રદ્ધાંજલિ અર્પતાં જીવન અને મૃત્યુના ચિંતનની વાત કરે છે. પુષ્પોએ ખરી ધૂળમાં મળી જવાનું હોય તેથી શું? ખીલવું જ નહીં ? જન્મ ધારણ કરીને મરી જવાનું છે. એ સાચું, પણ તેથી જીવવું નહિ એવું થોડું છે? કવિ મોઢા મૃત્યુને ભયાનક છતાં સ્પૃહણીય માને છે. પોતાની જિંદગી સાથે જ જન્મી ચૂક્યું હોવા છતાં એ પોતાની જાતને પ્રગટ કેમ કરતું નથી ? એ પ્રશ્ન કવિ “મૃત્યુને પૂછે છે: મૃત્યુની રાહ જોવાતી હોય, ત્યારે તો એ ન જ પ્રગટ થાય. ઊલટાનું થીજી ગયેલા જીવનરસને ફરીથી વહાવવા મથે. બોલાવવા માત્રથી મૃત્યુ આવતું નથી એ ખબર હોવા છતાં મૃત્યુને તેઓ આમંત્રણ તો જરૂર આપે છે. “એવા જીવનનો હો જય'માં જીવનમાંગલ્યની જયભેરીના નાદને ગુંજારવ સાથે જ શિર પર સતત તોળાયેલા મૃત્યુના ભયની પણ વાત કવિ કરી નાખે છે. જીવન અનિશ્ચિત, ને મૃત્યુ નિશ્ચિત હોવાનું કવિ કહે છે. તો સાંજના સમયે સૂર્યાસ્ત જોઈ કવિને પોતાના જીવનસૂર્યાસ્તનો વિચાર આવી જાય છે. (“એક શિયાળુ સાંજે'). ભયાનક ને વિકરાળ, છતાં સ્પૃહણીય મૃત્યુરૂપને પીવા તેઓ અધીર બન્યા છે. “તારું સ્વરૂપ વિકરાળ પીવા બાળી રહું મુજ અધીર હું નેત્રદીવા”. છ કવિ દેવજી મોઢાની કવિતાનું ફલક ખાસું વિસ્તૃત છે. મૃત્યુજન્ય વિરહપીડાની કવિતા તો તેઓ રચે જ છે. પણ કલ્પનાદ્વારા, સ્વર્ગવાસી પત્નીની વિરહાકુલ દશાને પણ સચોટ રીતે આલેખે છે. પોતાના ઘેર પરલોકથી પાછી ફરેલી પત્ની બધું જ બદલાઈ ગયેલું જુએ છે. એવી કલ્પના “પૃથ્વી પરના ઘરે' કાવ્યમાં કરવામાં આવી છે. ધરા છોડી કોઈ નવતર સ્થળે પહોંચી ગઈ હોય એવો અનુભવ કરતી પત્ની “સ્વર્ગમાં અજાણ્યા પર્યાવરણમાં ફેંકાઈ ગઈ હોય' એવી પ્રતીતિ કરે છે. પત્નીની ખૂબ રાહ જોયા પછી પત્ની જાણે કે પાછી આવે છે. એનું આનંદભર્યું કાવ્યમય વર્ણન કવિ કરે છે. કો કેસૂડાં સમ ખાખરે આવી ગયાં તમે કોળ્યાની જેણે આણ તે આંબો મોર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust